ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળા સહિતના અગ્રણીઓ પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા માટે આ અઠવાડિયામાં જશે
વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખોડલધામ ધજા ચડાવવા આવી શકે છે. લેઉવા પાટીદાર અગ્રણી સાથે ખોડલધામમાં મુલાકાત કરી શકે છે. લેઉવા પાટીદારોના કુળદેવી કાગવડ ખોડલધામમાં બીરાજમાન છે. સૌરાષ્ટ્રના 22 સીટો પર લેઉવા પાટીદારોનું પ્રભુત્વ છે. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, રમેશભાઈ ટીલાળા સહિતના અગ્રણીઓ પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા માટે આ અઠવાડિયામાં જશે. ટુંક સમયમાં પ્રધાનમંત્રી ખોડલધામ આવી શકે છે.
કારણ કે ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 100ના આંકડાને પણ પાર કરી શકી નહોતી, તેનું મુખ્ય કારણ પાટીદાર સમાજની નારાજગી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમાં જો આ વખતે સારી જીત મેળવવી હોય તો પાટીદારોને ફરી ભાજપ તરફી કરવા જરૂરી છે.
પીએમ મોદીએ તાજેતરમાં જ સૌરાષ્ટ્રની રાજકોટ, જામનગર, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતની મહેસાણા અને દક્ષિણ ગુજરાતની સુરત બેઠક પર ચૂંટણી પ્રચાર માટે વધારે ભાર મૂક્યો હતો. ઙખ મોદીએ રાદડિયાના ગઢ જામકંડોરણામાં જાહેરસભાને સંબોધી હતી. આથી એમ કહી શકાય કે ઙખની આ જંગી સભાની અસર રાજકોટ જિલ્લાની 4 બેઠકોને જરૂરથી થઇ શકે છે. જેમાં ધોરાજી-ઉપલેટા, જેતપુર જામ કંડોરણા, ગોંડલ, રાજકોટ ગ્રામ્યની બેઠકનો સમાવેશ થાય છે. કારણ કે જામકંડોરણા એ સૌરાષ્ટ્રનું પોલિટિકલ એપિસેન્ટર છે. તમામ બેઠક પર લેઉઆ પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે. આ બેઠકો પર લેઉઆ પાટીદાર મતદારો વિશે વાત કરીએ તો રાજકોટ ગ્રામ્ય બેઠકમાં 40% લેઉઆ પાટીદાર મતદારો છે. જ્યારે જેતપુર બેઠકમાં 45% લેઉવાં પાટીદાર મતદારો, ધોરાજી બેઠકમાં 25% લેઉઆ પાટીદાર મતદારો અને ગોંડલમાં 40% લેઉઆ પાટીદાર મતદારો છે. સૌરાષ્ટ્રનું કેપિટલ ભલે રાજકોટ કહેવાય પણ સૌરાષ્ટ્રનું પોલિટિકલ એપિસેન્ટર તો જામકંડોરણા જ રહ્યું છે.
આ સિવાય ઙખ મોદી એકવાર ફરી 19 ઓક્ટોબરના રોજ પાટીદાર સમાજની સૌરાષ્ટ્રની સૌથી વધારે વર્ચસ્વ ધરાવતી બેઠક રાજકોટની મુલાકાતે પણ આવવાના છે. તદુપરાંત લેઉવા પાટીદાર સમાજને પણ રીઝવવા માટે મળતી માહિતી મુજબ પીએમ મોદી રાજકોટના ખોડલધામ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. કારણ કે, નરેશ પટેલ પણ એક દિગ્ગજ ચહેરો છે. જોકે નરેશ ભાઈ પત્તાં નથી ખોલી રહ્યાં પરંતુ જો તે ભાજપ સિવાય કોઈ બીજી પાર્ટીમાં જાય તો સીધી જ 25 બેઠકો પર નરેશ પટેલની અસર પડી શકે છે. આથી ભાજપ માટે તે મુસીબત સાબિત શકે છે. સૌરાષ્ટ્રની સાથે સાથે સુરતની 10 બેઠકો પર પણ લેઉઆ પટેલ સમાજનો જબરો પ્રભાવ છે,
મધ્ય ગુજરાતમાં પણ આ સમાજની વસ્તી છે. આથી ઙખ મોદી ખુદ ખોડલધામ આવી લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે મુલાકાત કરી શકે છે. જોકે એ માટે ખુદ નરેશ પટેલ અને રમેશ ટીલાળા વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવા જશે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું વધારે પ્રભુત્વ રહેલું છે.