Abtak Media Google News

હવામાન ન્યુઝ

રાજ્યમાં હાલ ઠંડી સાથે ગરમીનો અનુભવ પણ થઇ રહી છે. ત્યારે આજથી તાપમાન ફરીથી નીચું જશે અને ઠંડીમાં વધારો થશે તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલ લઘુતમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહિ થાય . ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઇ શક્યતા નથી. રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે.

 29 જાન્યુઆરીથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. 29થી સાત ફેબ્રુઆરી સુધીમાં મિડિયમ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. આ ગાત્રો થીજવતી ઠંડી નહીં હોય પરંતુ અત્યારે જે ઠંડી છે તેનાથી બેથી ત્રણ ડિગ્રી વધારે ઠંડી હોય શકે છે. ધીમે ધીમે ઝાકળનો  મોટો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. 29મી તારીખથી ઝાકળ વર્ષામાં વધારો થશે. દક્ષિણ ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના ભાગો અને નદી કાંઠાના વિસ્તારોમાં પહેલી ફેબ્રુઆરી સુધીમાં ઝાકળ જોવા મળશે. આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત અને તેમા પણ ખાસ કરીને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાકળ વર્ષા થઇ શકે છે. 29 તારીખથી લઇને પહેલી ફેબ્રુઆરી સુધી ભારે ઝાકળ વર્ષા થાય તેવી આગાહી કરી છે. વહેલી સવારે વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના વિસ્તારોમાં પણ વધારે પ્રમાણમાં ઝાકળ વર્ષા જોવા મળશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.