• વગના અધિકારીઓ બદલાશે : રાજકોટ ઇન્વેસ્ટિગેશન વીંગના અધ્યક્ષની હંગામી જવાબદારી અધિકારીને સોંપાશે તેવી ચર્ચા

છેલ્લા લાંબા સમય બાદ ફરી એક વખત આવકવેરા વિભાગમાં બદલીઓ થવાની વાત સામે આવી રહી છે અને આ વખતે ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓ ની બદલીઓ થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગના વડા નો ચાર્જ હંગામી તને કોઈ અધિકારીને સોંપવામાં આવે તેવું પણ માનવામાં આવી રહ્યું છે પરંતુ એ વાત સાચી છે કે જૂન મહિનાના અંત સુધીમાં જ આ બદલીઓ થશે. મળતી માહિતી મુજબ બદલીઓનો ગાળવો પહેલા જ ઉતરી જાત પરંતુ આચારસંહિતા ના પગલે શક્ય બન્યું ન હતું.

એટલું જ નહીં રાજકોટ આવકવેરા વિભાગને ધારી એવી સફળતા તેના છેલ્લા સર ઓપરેશન બિલ્ડર ગ્રુપ પર મળી હતી ત્યારે બદલીના ડરે તેમની કામગીરી અધુરી ન રહી જાય તે માટે નોટિસો તથા એપ્રેઝલ રિપોર્ટ તૈયાર કરવા માટે અધિકારીઓએ એડીચોટીનું જોર પણ લગાવ્યું હતું ત્યારે એ વાત સ્પષ્ટ છે કે લાડાની ગ્રુપ પરના સર્ચ ઓપરેશનનો રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે અને તેને અમદાવાદ મોકલવામાં આવશે. બદલી થવાના એંધાણ વચ્ચે જ હાલ આ કામગીરીને પુરપાટ ધપાવવામાં આવી હતી.

પ્રશ્ન એ છે કે ઇન્વેસ્ટિગેશન વિંગના ટોચના અધિકારીનો હંગામી ચાર્જ કોને સોંપવામાં આવશે તેનો કોઈ અંદાજો નથી. વિભાગ ના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવનારા દિવસોમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને મોરબીમાં સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરાય તો નવાઈ નહીં અને તેના માટે ખાસ યાદી પણ તૈયાર કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે હવે આ સર્ચ ઓપરેશન શું બિલ્ડર ઉપર હશે કે કેમ તેનો કોઈ અંદાજો નથી પરંતુ બેનામી વ્યવહાર કરતા વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ પર તમારી બોલાવવામાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલ બદલ્યો થવાની વાત સામે આવતા જ ઇન્વેસ્ટિગેશન રિંગમાં અનેક તર્ક વીતર્ક રહ્યા છે. ઇન્કમટેક્સ રાજકોટ હેડ ક્વાર્ટર માં પણ બદલીઓ થઈ ચૂકી છે ત્યારે હવે ઇન્વેસ્ટિગેશન વીંગ નો વારો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.