ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર કિડની ડેમેજનું મુખ્ય કારણ: ‘અબતક’ ચાય પે ચર્ચામાં નિષ્ણાંત તબીબ ડો. સંજય પંડયા સાથે મુલાકાત
કિડની એટલે શરીરમાં રહેલો પ્રવાહી કચરો બહાર કાઢી નાખવાનું કામ કરતું અંગ આવી એક સામાન્ય જાણકારી સામાન્ય રીતે લોકોમાં જોવા મળે છે. જોકે હકિકત સાવ જુદી જ છે. કિડની પ્રત્યેની પૂરતી જાણકારી કે સંભાળના અભાવને કારણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે ડાયાલીસીસ સુધીની અતિ ખર્ચાળ અને ગંભીર બિમારી સુધી વાત પહોચી જાય છે.
કિડની વિશે જાણકારી આપતાં જાણીતા નેફોલોજીસ્ટ ડો. સંજય પંડયાએ અબતકની ચાય-પે-ચર્ચા દરમ્યાન જણાવ્યું કે કિડની શરીરમાં હૃદય અને ફેફસા જેવું જ મહત્વનું અંગ છે. જેનું મુખ્ય મુખ્ય કામ લોહીને શુધ્ધ કરવાનું છે. આખા શરીરનું ૨૦ ટકા લોહી હૃદય માત્ર કિડનીમાંજ મોકલે છે. અર્થાત સહુથી વધારે લોહી કિડનીમાં જ જાય છે.જેમાંથી મામ પ્રકારનાં બિનજરૂરી ‘કચરા’ શોષી લઈ લોહીને શુધ્ધ કરવાનું મુખ્ય કામ કીડનીનું છે.
કિડની શરીરમાં પીઠના ભાગમાં નીચેની તરફ કરોડ રજજુની બને બાજુએ આવેલ છે. જે સામાન્ય રીતે માણસની મુઠ્ઠીના કદની હોય છે.
લોકોમાં રહેલી માન્યતા અ ને મુંજવણને દૂર કરતા એમણે જણાવ્યું કે જો વ્યવસ્થિત ધ્યાન રાખવામાં આવે તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કે ડાયાલીસીસની ભાગ્યે જ જરૂર પડે. કિડની ડેમેજ થવાના મુખ્ય કારણો વિશે એમણે જણાવ્યું કે કિડની બે રીતે ડેમેજ થાય છે. કોઈ એન્ટી બાયોટીકની આડ અસર કે તાત્કાલીક થયેલી કોઈ બિમારી કીડનીના ફંકશનને અવરોધે છે. જોકે આ ડેમેજની ત્રણ કે ચાર અઠવાડીયા દરમ્યાન સામાન્ય સારવાર દ્વારા અપૂર્તિ કરી શકાય છે. અને કિડની ફરીવાર નોર્મલ ફંકશન કરતી થઈ જાય છે.
ખાસ કરીને લોહીના દબાણમાં થતો વધારો અને ડાયાબીટીશના કારણે ધીરેધીરે કિડનીનું ફંકશન બગડતું જાય છે. અને કિડની ડેમેજ થતા એની પૂરી સારવાર
કિડની ફેઈલ્યોરના કિસ્સામાં સામાન્ય રીતે કોઈ દેખીતા લક્ષણો જણાતા જ નથી જેના કારણે બગડેલી કિડની વિશે તાત્કાલીક જાણી શકરય આ માટે દરેક નિરોગી માણસોએ પણ દર ત્રણ મહિને ખાસ પેશાબની તપાસ કરાવવી જોઈએ અને પ્રેશાબમાં પ્રોટીન કે કારીટોનનું પ્રમાણ જણાય તો કિડનીના ડોકટરની સલાહ લેવી જોઈએ. પગમાં સોજા ચડવા, અચાનક લોહીનું દબાણ વધી જવું કે ડાયાબીટીસ જે પહેલા ખૂબ વધારે હોય એ અચાનક ઘટી જવું જેવા કારણો એ કિડની ડેમેજ તરફ ઈશારો કરે છે.
આખા દિવસ દરમ્યાન દશથીબાર ગ્લાસ પાણી પીવું હેલ્ધી ખોરાક લેવો અને ચાલવા કે દોડવાની સામાન્ય કસરત રોજ કરવી એ કિડનીની સંભાળ માટે અતિ જરૂરી છે. જંકફૂડનો ઉપયોગ ન કરવો અથવા ભાગ્યે જ કરવો એવી સલાહ આપતા તેમણે જણાવ્યું હતુ કે દર વર્ષે એકવાર કિડનીની તપાસ કરાવી લેવાથી કિડનીની સારી અને સાચી સંભાળ લઈ શકાય છે.
કિડની વિશે જાગૃતિ અભિયાન અંતર્ગત ના લગભગ સૌથી વધારે ડોકટરોએ સાથે મળીને લોકો કિડની વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે એ માટે ૨૦૦ પાનાનું પુસ્તક તૈયાર કરેલ છે. જે ગુજરાત સહિત વિશ્વની ૩૫ ભાષાઓમાં ઉપલબ્ધ છે. કિડની વિશે સંપૂર્ણ જાણકારી આપતું આ પુસ્તક બધા જ લોકો વાંચે અને કિડનીની સંભાળ કઈ રીતે રાખવી, કિડનીનાં ફંકશન અને કિડની કોઈ કારણસર ડેમેજ થાય તો પણ જરાય ગભરાયા વિના એની યોગ્ય સારવાર કઈ રીતે કરવી એ વિશે સંપૂર્ણ માર્ગદર્શન મેળવી શકે એ ઉમદા હેતુથી આ પુસ્તક …… નામથી વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જેનો લાભ વિનામૂલ્યે લઈ શકાય છે.
કિડની અંગે સમાજમાં જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ રહેતા ડો. સંજય પંડયાએ લોકોને કિડનીનું મહત્વ સમજી એના પ્રત્યે જરાય બેદરકાર ન રહેવા તાકીદ કરી હતી.