ઘરના રસોડાને નાનું દવાખાનું કહેવામાં આવે છે કારણે રસોડામાં જે મસાલાઓ વાપરવામાં આવે છે તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરી શકાય છે. તેમાંની ખૂબ જ ઉપયોગી એક મસાલો છે હળદર જેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે એટલે જ તેને કોઈ પણ ઘા ઉપર લગાડી શકાય છે.હળદર સુંદરતા વધારવા માટે પણ વાપરવામાં આવે છે.હળદર વાળું દૂધ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.હળદરના અનેક ફાયદાઓ છે તો જાણીએ હળદરવાળું પાણી પીવાથી શરીરને શું ફાયદા થાય છે :
હળદરવાળું પાણી પીવાથી થતાં ફાયદા :
ડાયાબિટસ કન્ટ્રોલ :
હળદરનું પાણી નિયમિત પીવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થાય છે તેથી હળદરવાળું પાણી પીવાથી ડાયાબિટસ કન્ટ્રોલ કરી શકાય છે.
કેન્સર :
હળદરમાં પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં જે કેન્સર પેદા કરતાં કોષો સામે લડે છે તેથી હળદરના પાણીનું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડી શકાય છે.
લોહી શુદ્ધ કરે છે :
છોકરીઓને પિંપલસ પ્રોબ્લમ હોય છે .આ પિંપલસ પ્રોબ્લમ શરીરમાં લોહીની ખરાબીના કારણે થાય છે.હળદર વાળું પાણી પીવાથી શરીરમાં લોહી શુદ્ધ થાય છે.
શરીરની બળતરા અને દુખાવાને દૂર કરે છે :
હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો માટે તો જાણીતી છે જ પરંતુ જો શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય તો હળદર વાળા પાણીનું સેવન કરવાથી તેમાં પણ રાહત થાય છે.
શરીરના ખરાબ પદાર્થો બહાર કાઢવામાં મદદરૂપ થાય છે :
દરરોજ હુફાળા પાણીમાં લીંબુ,હળદર અને મધ મિશ્રણ કરીને પીવાથી પરસેવા દ્વારા નકામા અને ખરાબ પદાર્થો દૂર થાય છે.