કોરા ખેતરોમાં વાવણી દીધા બાદ હવે વરસાદ ન આવવાથી જોખમ

હડિયાણા ગામે ચાલુ વર્ષ માં ચોમાસુ અનિયમિત હોવાથી ધરતીપુત્રો માં મુશ્કેલીઓ માં મૂકાય જવાની દહેશત જણાય છે. સૌરાષ્ટ્ર ..કચ્છમાં ચોમાસુ બેસી ગયા ને એક સપ્તાહ થયેલ છે.પણ સારો વરસાદની રાહ જોતા ધરતીપુત્રો દર વર્ષે ચોમાસુ અસાઢી બીજની આસપાસના સમયમાં વરસાદનું આગમન થતું હોય છે. પણ વખતે અસાઢી બીજ કોરી જતા.ખેડુતો માં ચિંતામાં વધારો  જોવા મળ્યો છે. અને કોરા ખેતરોમાં વાવણી કરીને વરસાદ ન આવવાથી જોખમમાં મુકાય ગયેલ છે.અને ખેતરોમાં વાવણી માં બિયારણ…ખાતર નું વાવેતર કરેલ છે. ને વરસાદ ની રાહમાં ને રાહમાં ખેતરોમાં નાખેલા બિયારણો નિસફળ જવાની દહેશત માં છે. સમગ્ર વિશ્વ ભરમાં ધરતીપુત્રો ની પાછળ અન્ય લોકો છે. જો ખેતરોમાં અન્ન નું ઉત્પાદન થાય તો બધાને લાભદાયી છે. પણ ખૂદ પોતેજ વરસાદની રાહમાં બેઠા હોય તો અન્ય લોકો નું સુ ..ખેતરોમાં લાખો રૂપિયાનું આધણ કરેલા હોય છે ને વરસાદની આગાહી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય છે. પણ વરસાદ જો ન પડે તો ખેડૂતો ને લાખો રૂપિયાનું નુકશાન થાય છે. અને જો સારો વરસાદ પડે અને પાક નું ઉત્પાદન થાય છે અને બજારોમાં પાક નો ભાવ ધટાડો થયો હોય છે. તેમાં પણ પાક વહેંચણી માં નુકસાની નો મારો જિલવાનો વારો આવે છે. પકવિમો મળતો નથી. અને જો વધુ વરસાદ પડે અને ખેતરોમાં માંથી વરસાદી પાણી ફરિવળે ને સમગ્ર વાવેતર નો નાસ થાય છે. તો સરકાર તરફથી કોઈ રીફન્ડ આપવામાં આવતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.