- ગ્રાહક અને વેપારી વચ્ચે 10ના સિક્કા-નોટને લઈને વારંવાર તકરાર
કેટલાક સમયથી બજારમાં 10ની ચલણી નોટોની અછત જોવા મળી રહી છે. અહી વસ્તુ ખરીદવા આવતા ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે નાણાની લેવડ દેવડમા મુશ્કેલી ઉભી થઇ રહી છે. હાલમા માર્કેટમા ફરતી રૂપિયા 10ની નોટો ફાટેલી અને જુની હોવાથી તેને ઉપયોગમા લેવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. બેંકમાથી પણ રૂપિયા 10ની નોટ મળતી ન હોય વેપારીઓ અને ગ્રાહકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમા ચાલી રહેલા લગ્ન પ્રસંગમા પણ રૂપિયા 10ની નોટો મેળવવા લોકો આમથી તેમ બેંકમા ધક્કા ખાતા હોય છે તો બીજી તરફ રૂપિયા 10ના સિક્કા પણ કોઇ સ્વીકારતુ ન હોય ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે તકરાર ઉભી થઇ રહી છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો 10 રૂપિયાની ચલણી નોટોની પ્રિન્ટિંગ પણ અગાઉની સરખામણીએ બંધ થઈ ગઈ છે. વેપારીઓ અને ગ્રાહકોને છૂટા મેળવવા માટે તકલીફો પડી રહી છે. તેમજ 10 રૂપિયાના ચલણી સિક્કાઓ પણ કોઈ ગ્રાહક કે કોઈ વેપારી પણ લેવા સહમત થતા નથી.સરકાર દ્વારા ચોક્કસ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવા માં આવી છે.બજારમાં 10 રૂપિયાની જૂની ચલણી નોટો અને ફાટેલી તૂટેલી નોટોનું સરક્યુલેશન વધ્યું છે, પરંતુ વધુ પ્રમાણમાં ફાટેલી નોટો લેવાનું પણ લોકો ઇનકાર કરી રહ્યા છે. ત્યારે સરકાર પાસે વેપારીઓ એક જ માંગણી કરી રહ્યા છે કે 10 રૂપિયાના ચલણી સિક્કાની લેવડદેવડ માટે બધા સહમત થાય તે માટે કોઈ પગલાં લેવામાં આવે તેમજ 10 રૂપિયાની નવી નોટો છાપવામાં આવે અથવા આ બાબતમાં ચોક્કસથી કોઈ નિર્ણય લેવામાં આવે.
10 રૂપિયાના સિક્કા સ્વીકારવા અનુરોધ
નાના નાના વેપારીઓને 10ની ચલણી નોટોમાં વ્યવહાર વધારે થતા હોય છે. તે લોકો છેલ્લા થોડાક સમયથી 10 રૂપિયાની ચલણી નોટોની ઘટ્ટ અનુભવી રહ્યા છે જેના કારણે આર્થિક વ્યવહારોમાં પણ ફટકો પડી રહ્યો છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં પણ નાના નાના અનેક ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. પરંતુ 10ની ચલણી નોટો જાણે કે 5 રૂપિયાની નોટોની જેમ બજારમાંથી ગાયબ થઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે. વેપારીઓ દ્વારા પણ અન્ય વેપારીઓ તેમજ ગ્રાહકો પાસે 10ના ચલણી સિક્કા સ્વીકારવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
10ના સિક્કા ન સ્વીકારવાની અફવા
બજારમાં કોઈપણ ખરીદવા કરે છે ત્યારે લોકો ખાસ કરીને મોટી નોટો આપી રહ્યા છે, ત્યારે છૂટા રૂપિયા પરત દેવામાં તકલીફ પડી રહી છે. 10 રૂપિયાની નોટો તો દેખાતી જ બંધ થઈ ગઈ છે. સરકારે પણ 10 રૂપિયાની ચલણી નોટો છાપવાનું બંધ કરી નાખ્યું છે કે શું અને જૂની નોટો પણ ખૂબ ખરાબ પ્રમાણમાં આવી રહી છે. જે વેપારી કે ગ્રાહકો કોઈ લેવા તૈયાર થતા નથી. સાથે જ ચલણી સિક્કા પણ કોઈ સ્વીકારી રહ્યા નથી. 10ના અને 20ના સિક્કા ફરજિયાત પણે ચાલુ થવા જોઈએ અને લોકોએ પણ ચલણી સિક્કા ન ચાલતા હોવાની અફવાથી બચવું જોઈએ.
રૂ. 10ના નવા બંડલોનો કાળા બજાર અછત માટે જવાબદાર
ગુજરાતી રીતરિવાજ મુજબ થતા પ્રસંગોપાત હજું પણ રૂ. 10, 20 નવી નોટોની ઉડાડવામાં આવે છે હાલમાં ચાલી રહેલી લગ્ન સિઝનમાં પ્રસંગ લઇને બેઠેલા હજારો પરિવારોને રૂ. 10ના નવા બંડલો મળતા નથી. આખા ગુજરાતમાં સરકારી કે ખાનગી બેન્કોમાં રૂ. 10ના નવા બંડલો ઉપલબ્ધ નથી. જે-તે બેન્કમાં ખાતુ હોય તેવા અનેક ખાતેદારો રૂ. 10ના નવા બંડલો લેવા માટે બ્રાન્ચ પર આવી રહ્યા છે પરંતુ તેઓ ધરમ ધક્કો ખાઇને પાછા ફરે છે. રૂ 10ના નવા બંડલોના રીતસરનો વેપલો કરી કાળા બજાર કરી રહ્યા તેવું લાગી રહ્યું છે નવી રૂ. 10ની 100 નોટોના એક બંડલના રૂ.1000ના બદલે દોઢ ગણા ભાવ રૂ. 1500 વસુલી કુત્રિમ અછત ઉભી કરી રહ્યા છે. બેંકમાં જો 10 ના નોટોના બંડલ જ નથી તો લગ્ન પ્રસંગે ઉડાડવામાં આવતા બંડલ આવે છે ક્યાંથી એ પણ મોટો પ્રશ્ન થાય છે ક્યાંક ને ક્યાંક 10ની નોટના બંડલ નો કાળા બજાર ચાલી રહ્યો છે
10થી 20 રૂપિયાની ખરીદીમાં 50 અને 100ના છૂટા આપવા મુશ્કેલ બને: વેપારી
નાના વેપારીઓ જેવા કે પાન અને ચા ના અને શાકભાજીના વેપારીઓને મુશ્કેલનો સામનો કરવો પડે છે પાનનો ગલ્લો ધરાવતા વેપારી એ રાજકોટ મિરરની વાતચીતમાં જણાવ્યું હતું કે 10 અને 20 રૂપિયાની ખરીદીના બદલામાં ગ્રાહકો 50 કે 100ની નોટ આપતા હોય છે. જેના પરિણામે 10ની નોટો છૂટા કરવા માટે ગ્રાહકો ફાટેલી તૂટેલી નોટો આપે છે જેમ તેમ કરીને છૂટા કરીને વ્યવહાર સાચવવામાં આવી રહ્યો છે.પરંતુ ખૂબ તકલીફ પડી રહી છે
વેપારીઓ પણ 10 સિક્કા નથી સ્વીકારતા: ગ્રાહક
અબતક વાતચીતમાં કરિયાણાના સ્ટોર માં ખરીદી કરવા આવેલા ગ્રાહક એ જણાવ્યું હતું કે 10ની ચલણી નોટો આરબીઆઇ દ્વારા બહાર પાડવામાં આવી છે. તો ક્યાં કારણોસર તેનું સરક્યુલેશન ઓછું થઈ ગયું છે તે સમજમાં આવી રહ્યું નથી. તેમજ ગ્રાહકો અને વેપારીઓએ પણ 10ના ચલણી સિક્કા સ્વીકારી રહ્યા નથી, જેના લીધે તકલીફ ઊભી થઈ રહી છે.