પ્રભાસોત્સવ ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી જેમાં ગુજરાતભરના કલાકારોદ્વારા નટરાજની સુરઆરાધના કરવામાં આવી. ચૈત્ર સુદ એકમના પ્રાત: કાળે સુર્યના વધામણા કરવામાં આવેલ, ગોલોકધામ ખાતે નુતન ધ્વજારોહણ, વિષ્ણુયાગ યજમાન શ્રી વેજાણંદભાઇ વાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ જેઓનુ સન્માન ટ્રસ્ટી પ્રો.જે.ડી. પરમાર દ્વારા કરવામાં આવેલ, શ્રી કૃષ્ણ ગોલોકધામ ગમન સમય બપોરે ૨ કલાક ૨૭ મીનીટ ૩૦ સેકંન્ડે પાદુકા પુજન બાસુરી વાદન આરતી શંખનાદ વિગેરે કરવામાં આવેલ. સાંજે સંસ્કાર ભારતીના કલાકારો દ્વારા રાસ ગરબા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના છાત્રો દ્વારા ગીતાપાઠ, સહસ્ત્રદિપ આરતી સહિત અનેક વિવિધ ધાર્મીક કાર્યક્રમો યોજાયા જેમાં બહોળી સંખ્યામાં યાત્રીઓ સ્થાનીકો શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો.શ્રી જે.ડી.પરમાર,કો-ઓર્ડિનેટર ડો.યશોધર ભટ્ટ, બિપિનભાઇ સંઘવી સહિત શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,