કોકોનટ થિયેટર પ્રસ્તૃત છેલ્લા બે માસથી ચાલી રહેલી ‘ચાય-વાય અને રંગમંચ’ ગુજરાતી તખ્તાને સંગ શ્રેણી-3માં હાલ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા રજૂ થતી એકેડેમીક સેશન ચાલી રહી છે જેનો દેશ-વિદેશમાંથી હજારો  કલા રસિકો  લાભ લઈ રહ્યા છે. ગઈકાલના મહેમાન ઉત્કર્ષ મઝુમદારએ જૂની રંગભૂમિથી લઈને આધુનિક રંગભૂમિ સુધીના સાક્ષી, અનુભવી, સુપ્રસિદ્ધ કલાકાર, યુવા પેઢીનાં માર્ગદર્શક  ઉત્કર્ષ મઝુમદાર ગઈકાલે કોકોનટ થિયેટર પ્રસૂત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં પધાર્યા જેમનો વિષય હતો ’જૂની રંગભૂમિ’ છેલ્લા પાંચ દાયકાથી રંગભૂમિ પર સક્રિય, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી નાટકોમાં અભિનય કરી ચૂકેલા ઉત્કર્ષ મઝુમદાર જેટલા ઉમદા કલાકાર છે એટલાજ સરસ ગાયક પણ છે. વિષય પર વાત કરતા એમને કહ્યું કે  જૂની રંગભૂમિ નામ બોલતા જ જો તમને ભવાઈ યાદ આવે તો એ વાત સાચી નથી કેમ કે જૂની રંગભૂમિ એટલે ભવાઈ નહીં જૂની રંગભૂમિ એ આધુનિક રંગભૂમિના ભાગ છે જે 19મી સદીમાં શરૂ થઈ મુંબઈ ખાતે અને આપણી ભવાઈ એ મધ્યકાલીન સમયની દેન છે.

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબૂક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

ભવાઈ અને જૂની રંગભૂમિના પાયાનો ફરક છે ભવાઈ એ મંદિરના પ્રાંગણમા ચોકમાં ખુલ્લી જગ્યામાં ભજવાતી જૂની રંગભૂમિ 1953માં મુંબઈ ખાતેથી શરૂ થઈ મૂળ પાયાનો ફરક જણાવતા ઉત્કર્ષ ભાઈએ કહ્યું કે આજની રંગભૂમિ પ્રોસિનિયમ થિયેટર છે. જેમાં એક તરફ તખ્તો હોય અને એની સામે પ્રેક્ષકો કહતો ઉંચી  જગ્યાએ હોય અને પ્રેક્ષકો નીચી જગ્યાએથી નાટક જોતા હોય. સ્ટેજ જે ત્રણ બાજુથી બંધિયાર હોય અને ચોથી બાજુ પ્રેક્ષકો બેઠા હોય છે. વિદેશમાં ગ્લોબ થિયેટરનું ઉદાહરણ આપતા જણાવ્યું કે દરેક વર્ગના પ્રેક્ષકો નાટક જોઈ શકે એ માટે પહેલા સ્ટેજ એવા હતાં જેમાં વચ્ચોવચ ઊંડે સ્ટેજ હોય અને આજુબાજુની ઉંચી જગ્યાએ પ્રેક્ષકો બેસીને અને પાછળની હરોળમાં ઊભા રહીને પણ નાટકો જોઈ શકતા. એ પ્રથા ભારતમાં આવી.

અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમનાં મનોરંજન હેતુ. 1976માં મુંબઈ ખાતે બોમ્બે એમેચ્યોર થિયેટર શરૂ થયું જે સરકારે નહોતું બાંધ્યું.એ વખતે મુંબઈમાં રહેતા યુરોપીયનોએ રૂપિયા એકઠા કરી આ થિયેટર ઉભું કર્યું હતું જ્યાં નાટકો ભજવાય જે જીવ માત્ર યુરોપીયનો જ આવે નાટક ભજવવા ઈંગ્લેડ થી નીકળેલ નાટય મંડળી આવતી જે દેશની અલગ અલગ જગ્યાએ નાટકો ભજવતા. જેને પ્રોસિનિયમ થિયેટર કહેતા.

1776માં આની શરૂઆત થઈ. જેમાં.મોડે મોડે પારસીઓ અને દક્ષિણના શેઠિયાઓ ને પ્રવેશ મળ્યો. 1830 પછી પડતી થઈ ત્યારબાદ સરકારની મદદથી ગ્રાન્ટરોડ થિયેટર અસ્તિત્વમાં આવ્યું. જ્યાં પારસી નાટક મંડળીની શરૂઆત થઈ. જેમની કલાકાર મંડળી માં દાદાભાઈ નવરોજી પણ હતાં. 29 ઓક્ટોબર 1953માં નાટક રજૂ કર્યું “રૂસ્તમ સોહરાબ” જે પ્રથમ આધુનિક રંગભૂમિનું પ્રથમ નાટક કહેવાય. આ જૂની રંગભૂમિ કહેવાઈ 1920 પછી જે નાટકો થયા એ નવી રંગભૂમિના કહેવાયા.

મઝુમદાર સાહેબે ત્યારબાદ પડદાના ખેલની વાત કરી, જેમાં એકસાથે બે વાર્તા ચાલતી હોય , મુખ્ય વાર્તા ની સાથે સાથે સેટ અને દ્રશ્ય બદલાય ત્યારે આગળ પડદો પડે અને ત્યાં બે રમુજી પાત્રો હાસ્યપ્રધાન નાટક કરે. તથા જૂની રંગભૂમિમાં લાઇટ્સ, મેકઅપ, સંગીત અને સંવાદ વિશેની રસપ્રદ માહિતી આપી. સાથે સાથે મીઠા લાગ્યા તે મને આજના ઉજાગર..જોતી..તી.. વ્હાલાની વાટ રે….આ ગીત સાંભળી અસ્સલ રંગભૂમિ આંખ સામે આવી ગઈ.

મિત્રો આ સેશન મિસ નહિ કરતા, સમય મળે કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર જરૂર જોજો. ખૂબ જ રસપ્રદ માહિતી છે. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.

આજે પ્રખ્યાત અભિનેત્રી સોનલ વૈદ્ય કુલકર્ણી

IMG 20210625 WA0245

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ગુજરાતી તખ્તાને લાઈવ રજૂ  કરતી એકેડેમીક સેશનમાં આજે સાંજે 6 વાગે  ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાના વિજેતા અને જાણીતા લેખીકા-દિગ્દર્શિકા અને અભિનેત્રી સોનલ વૈદ્ય કુલકર્ણી સ્ટેજની દુનિયાના  પોતાના અનુભવો શેર કરીને કલારસિકો અને યુવા કલાકારોને માર્ગદર્શન આપશે. તેમના સુંદર નાટકો-લેખન સાહિત્ય થકી તેઓ દર્શકોમાં જાણીતા થયા હતા. દરરોજ લાઈવ આવતી આ શ્રેણીથી યુવા કલાકારોને ઘણુ જાણવા મળે છે. છેલ્લા-પાંચ દાયકાથી  રંગભૂમિમાં સક્રિય રહીને કલાક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર રોજ લાઈવ આવીને પોતાના અનુભવો શેર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.