મોરબીના લાલપર ચોકડી વિસ્તારમાં ડીઝલ ટેન્કમાં વેલ્ડીંગ કરતી વેળાએ આગ લાગતા એક વ્યક્તિ દાઝી જતા ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયો છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર ચોકડી નજીક ગેરેજમાં ડીઝલ ટેન્કમાં વેલ્ડીંગ કરતી વેળાએ આગ લાગતા રમેશ સવજીભાઈ પરમાર રે.ભાટિયા સોસાયટી, ચન્દ્રપુર, વાંકાનેર વાળા ગંભીર રીતે દાઝી જતા પ્રથમ સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.