માલની ખરીદી સાથે ઈનવોઇસ મેચિંગ નહી થતા એક્સ્પાયરી ડેટ નજીક હોય તેવા સ્ટોકની જીએસટીની જવાબદારી સામે એક્સાઇઝ અને સેલ્સ ટેક્સ સરભર થઇ શકતો નથી: કાનૂની મર્યાદા ડિપોમાં રહેલા જૂના સ્ટોક પર ક્રેડીટ મેળવવામાં બાધા.

ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓને એ વાતની ચિંતા છે કે અગાઉ તેમણે જે સ્ટોક પર એક્સાઇઝ અને સેલ્સ ટેક્સ ચૂકવી દીધો હોય તેના પર તેમણે જીએસટી પણ ચૂકવવાનો આવશે.

હાલના કાયદા પ્રમાણે જે ફાર્મા કંપનીઓ પાસે સ્ટોક પડ્યો હોય અને ૧૨ મહિના કરતાં વધારે જૂનો હોય તેઓ જીએસટીની જવાબદારી સામે તેને સરભર કરી શકતી નથી. તેથી ૩૦ જૂન ૨૦૧૮ની ડેડલાઇન નિર્ધારિત થઈ છે.

તેના કારણે એવી ઘણી ફાર્મા કંપનીઓ છે જેની પાસે દવાઓ અને ઓઇન્ટમેન્ટનો બહુ મોટો જથ્થો છે અને જેના પર તેમણે એક્સાઇઝ, સેલ્સ ટેક્સ અથવા અન્ય જૂના ટેક્સ ચૂકવી દીધા છે. આ સ્ટોક, જેના પર હાલમાં ૧૨ મહિના કરતાં વધારે એક્સ્પાયરી ડેટ છે, તેને ૩૦ જૂન ૨૦૧૮ પહેલાં વેચવો જરૂરી છે. નહીંતર આવા સ્ટોક પર જીએસટી લેવામાં આવશે.

ઉદ્યોગના ટ્રેકર્સ પ્રમાણે તેના કારણે ડબલ ટેક્સેશન થઈ શકે છે. ખૈતાન એન્ડ કંપનીના પાર્ટનર અભિષેક રસ્તોગીએ જણાવ્યું કે, ફાર્મા કંપનીઓ માટે એક પછી એક ટેક્સની અસર પડે છે. કારણ કે ટ્રાન્ઝિશનલ સ્ટોક પર એક્સાઇઝ અને બીજા ટેક્સ પહેલેથી ચૂકવી દેવાયા હોય છે જે સ્ટોક ડિપોમાં પડેલો હોય છે. જ્યારે ૧૨ મહિના કરતાં વધારે જૂનો સ્ટોક કાઢવામાં આવે ત્યારે જીએસટી ચૂકવવો પડે છે અને કાનૂની મર્યાદાઓના કારણે તેના પર કોઈ ક્રેડિટ મળતી નથી.

જીએસટી હેઠળ ટ્રાન્ઝિશનલ ક્રેડિટનો સિદ્ધાંત છે જેમાં જૂની સિસ્ટમ હેઠળ ચૂકવાયેલા ટેક્સને જીએસટીની જવાબદારી સામે સરભર કરી શકાય છે. જોકે, ૧૨ મહિનાથી વધારે જૂનો હોય તેવા તમામ સ્ટોકમાં આ શક્ય નહીં બને.

ઘણી ફાર્મા કંપનીઓ આ અંગે કોર્ટમાં જવાનું વિચારે છે તેમ જાણકાર સૂત્રોએ કહ્યું હતું. એક જાણીતી ફાર્મા કંપનીના વડાએ જણાવ્યું કે, ૩૧ માર્ચે ભલે ગમે તે ઓપનિંગ સ્ટોક અપ આવે. ટ્રેડર્સને સી ફોર્મમાં જવાબદારી દર્શાવવા જણાવાયું હતું. તેના પર તેઓ પાછળથી ટ્રાન્ઝિશનલ ક્રેડિટ ક્લેમ કરી શકે. તેથી આપણે ક્લેમ કરવો કે નહીં તે અંગે ગૂંચવણ હતી. ઉદ્યોગ પર નજર રાખનારાઓએ જણાવ્યું કે દરેક રાજ્ય અલગ સી ફોર્મ ધરાવે છે. અમને જણાવાયું છે કે અમે સી ફોર્મની જવાબદારી ક્લિયર કરી શકીએ તો જ ટ્રાન્સ ક્રેડિટ ક્લેમ કરી શકાશે. અમે બોજ હેઠળ છીએ કારણ કે અમે નાણાકીય રીતે સુરક્ષિત છીએ પરંતુ અમારે જે જવાબદારી ઉઠાવવાની છે તે કરોડો રૂપિયામાં છે અને તમામ કંપનીઓમાં તે અલગ રહેશે.

ઉદ્યોગના ટ્રેકર્સ કહે છે કે કેટલાક કિસ્સામાં ફાર્મા કંપનીઓએ વેન્ડર પાસેથી જે માલની ખરીદી કરી હોય તેની સામે મેચ થાય તેવું ઈનવોઇસ હોતું નથી. જીએસટી અગાઉ કોઈ ઈનવોઇસ મેચિંગ કરવામાં આવતું ન હતું તેથી વેન્ડર્સે ચોક્કસ રકમના ઈનવોઇસ આપવાની જરૂર ન હતી. જીએસટી પછી આ સ્થિતિ બદલાઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.