સાત્ત્વિકતાથી માણેલો આનંદ માણસને સ્વસ્થતા તરફ દોરે છે: ડો. વૈદ્ય-ડો. જોશી
‘અબતક’ ના સાજા રહો, તાજા રહો અભિયાનને બીરદાવતા ડો. વૈદ્ય
ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કોરોના જેવી મહામારી જેવી કુદરતી આપતિઓમાં રાજકોટ વૈદ્ય સભા સેવા માટે તત્પર
આજે અને ખાસ કરીને કોરોનાની મહામારીમાં છેલ્લા સવા વર્ષથી વિદ્યાર્થી, યુવાન, વૃઘ્ધ વગેરે મોટાભાગના લોકો સૌ પોતપોતાની ચિંતા હેઠળ જીવી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાંથી બહાર આવવા અથવા તો રાહત મેળવવા કયા વિચારો અને ઔષધિઓ (દવા)નું સેવન કરવું વગેરેની માહીતી અને માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી ‘અબતક’ ચેનલ દ્વારા આયુર્વેદ આજ નહીં તો કયારે….? વિષયક સ્પે. કાર્યક્રમ રજુથયો તેમાં રાજકોટ વૈદ્યસભાના ઉપપ્રમુખ ડો. યતિન વૈદ્ય તથા કારોબારી સભય અને જાણીતા ડોકટર ગૌરાંગ જોશી સાથેનો વાર્તાલાપ અહિં રજુ કરવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય અને સંપૂર્ણ સ્વાસ્થ્ય અંગે સ્પષ્તા કરતા ડો. ગૌરાંગ જોશીએ માં જણાવ્યું હતું કે આયુર્વેદમાં જે વ્યાખ્યા કરવામાં આવી છે તે મુજબ પંચમહાભૂતથી બનેલા શરીરમાં ત્રણ દોષ, સાત ધાતુ અને મળો કે જેમાં ત્રણ દોષ વાત, પિત અને કફ, સાત ધાતુ કે જેમાં રસી, રકત, માંસ વગેરે ઉપરાંત મળ વગેરે જેવી શારિક પ્રક્રિયાનુ: બેલેન્સ જળવાતું હોય તેને સ્વસ્થ કહેવામાં આવે છે. જયારે પ્રસન્ન આત્મા, તમામ ઇન્દ્રીઓ, મન સહિત બધાનું વ્યવસ્થીત બેલેન્સ જળવાતું હોય તેને સઁપૂર્ણ સ્વસ્થ કહેવામાં આવે છે.
કોરોના કાળમાં તનાવ અનુભવતા લોકો અંગે જણાવતા ડો. યતિન વૈદ્યએ જણાવ્યું હતું કે સામાન્ય તાવ, શરદી વગેરે થાય તો લોકો ભયમાં ગરકાવ થઇ જાય છે. હવે શું થશે કોરોના તો નહીં હોય ને? વગેરે વગેરે પરંતુ ચિંતા કરવા જેવું નથી. અને આ એક વાયરસ છે. શરૂઆતમાં જ આહાર, વિહાર, યમ-નિયમ, આચાર વિચાર અંગે ઘ્યાન રાખીએ તો આ મહામારીમાંથી ચોકકસ બચી શકાય છે.
કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ કે જેનાથી આપણે ટેવાયેલા નથી સતત મોબાઇલ કે લેપટોપ નો ઉપયોગ, કાલ્પનિક ભય, સતત ઘરમા રહેવું, રમત ગમત જેવી પ્રવૃતિઓ બંધ વગેરેથી માનસિક ચીડીયાપણું, સતત વ્યગ્રતા, મોટો ભાગના લોકોમાં જોવા મળે છે. જો આ જ પરિસ્થિતિ રહે તો ઓનલાઇન અભ્યાસ કરતા ર0 ટકા લોકો માનસીક બીમારીનો ભોગ બની શકે છે તેમ પણ ડો. જોશીએ ઉમેર્યુ હતું.
મનોરોગમાં આયુર્વેદ સો ટકા ઉપયોગી હોવાનું જણાવતા ડો. વૈદ્યના કહેવા પ્રમાણે નિષ્ણાંત આપુ ચિકિત્સક પાસે નિદાન કરાવવું જોઇએ ઉપરાંત પંચકર્મ તેમજ વિવિધ ઔષધિઓથી મનોરીગીઓ ની સારવાર થઇ શકે છે.
આહાર, વિહાર અને નિંદ્રાએ આયુર્વેદના પીલર છે. ખાવું તો શું ખાવું ? કેટલું ખાવું ? અને કયારે ખાવું ? તે જાણી લેવું જોઇએ આર્યુમાં એમ પણ જણાવાયું છે કે કોઇપણ સમસ્યાના મુળ સુધી જઇએ તો કારણને દુર કરી શકાય તેમ ડો. જોશીએ જણાવ્યું છે.
તનાવ, વિચારવાયુ, ઉંઘ ન આવવી વગેરે જેવી પરિસ્થિતિમાં ધરેલું ઉપચાર જેવા કે પગના તળીયામાં તલના તેલનું માલીક કરવું ઉપરાંત રાત્રે સુતી વખતે માથામાં નાળીયેરના તેલનું માલીક કરવું, યોગ કરવો, તેમજ વાયુ કરે તેવો આહાર ન લેવો, નેગેટીવ સમાચારોથી દુર રહેવું ઉપરાંત જીવન શૈલીમાં ધરમુળથી ફેરફાર કરીએ તો ઘર બેઠા નિવારણ થઇ શકે છે તેમ ડો. જોશીએ જણાવ્યું હતું.
કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરે તનાવનું કારણ બને શકે છે. જેથી સદાચાર, સદવતિ, સારા કાર્યો કરવાથી હળવાસ અનુભવાય છે. અને સારૂ કર્યાનો સંતોષ મળે છે. અને જે આપીએ છીએ તે આપણને જ મળે છે તેમ પણ ડો. વૈદ્યે જણાવ્યું હતું.
રાજકોટ વૈદ સભાની માહીતી આપતા ડો. વૈદ્ય અને ડો. જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 60 વર્ષથી રજવાડાઓ દ્વારા નિમિત રાજકોટ વૈદ સભા કેનાલ રોડ ખાતે વટવૃક્ષ સમાન ધનવંતરી મંદિર આયુર્વેદિક દવાખાનું કે જે સવારે 10 થી 12.30 અને સાંજે 5 થી 7 માત્ર 10 રૂપિયાના ટોકનથી નિદાન, સારવાર તેમજ દવાઓ આપવામાં આવે છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે સાત્વીકતાથી માણેલો આનંદ માણસને સ્વસ્થતા તરફ દોરી જાય છે.