Abtak Media Google News
  • અગાઉ શુક્રવારે હોબાળાના કારણે લોકસભા ગૃહ સ્થગિત રખાયું હતું, વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરવાની માંગ કરી

નિટ, ફુગાવા, હેવા પ્રશ્નોને હોઈ આજે સંસદમાં ઇન્ડિયા હોબાળો મચાવશે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરવાની માંગ કરી છે. શુક્રવારની જેમ આજે પણ લોકસભા સ્થગિત કરી દેવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.

આજે સંસદ સત્રનો છઠ્ઠો દિવસ છે. નિટ યુજી પરીક્ષામાં ગેરરીતિ લઈને આજે ફરી બંને ગૃહોમાં હંગામો થવાની શક્યતા છે. આ ઉપરાંત ફુગાવાનો પ્રશ્ન પણ આજે ઉઠાવવામાં આવી શકે છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરવાની માંગ કરી છે. રાજ્યસભામાં પણ આ જ મુદ્દે અધ્યક્ષ જગદીપ ધનખડ અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે બોલાચાલી થઈ છે.

નિટ સિવાય વિપક્ષ અગ્નિપથ યોજના, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સંસદમાં અનામતની મર્યાદા 50% કરતા વધારે કરવા માટે કાયદો લાવવાની માગ કરી છે.

લોકસભામાં આજે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરશે. ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજની પુત્રી અને પ્રથમ વખત લોકસભાના સભ્ય બંસુરી સ્વરાજ આ પ્રસ્તાવને મંજૂરી આપશે.

લોકસભાએ આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે 16 કલાકનો સમય ફાળવ્યો છે, જે મંગળવાર, 2 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ સાથે સમાપ્ત થશે. રાજ્યસભામાં ચર્ચા માટે 21 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. વડાપ્રધાન અહીં 3 જુલાઈએ જવાબ આપી શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, રક્ષા મંત્રી રાજનાથ સિંહે 29 જૂને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે લોકસભાના ડેપ્યુટી સ્પીકર પદને લઈને વાત કરી હતી. અહેવાલો કહે છે કે ટીએમસીએ અયોધ્યાથી સપાના સાંસદ અવધેશ પ્રસાદ લોધીને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

સ્પીકર પદ બાદ કોંગ્રેસે ડેપ્યુટી સ્પીકર માટે પણ કે. સુરેશનું નામ ફાઈનલ થઈ ગયું છે. ટીએમસી સ્પીકર ચૂંટણી દરમિયાન સુરેશથી ખુશ ન હતી. તે જ સમયે, એનડીએ દ્વારા કોઈનું નામ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ ટીડીપી સાંસદને ઉમેદવાર બનાવી શકાય છે.

50%થી વધુ અનામત રાખવા  કોંગ્રેસે બંધારણમાં ફેરફારની માંગ કરી

સંસદમાં બંધારણ સંશોધન બિલ પસાર કરવામાં આવે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને તમામ પછાત વર્ગો માટે કુલ અનામતમાં વધારો કરાઈ તેવી કોંગ્રેસની માંગણી

સંસદે 50 ટકાની મર્યાદાથી વધુ અનામત આપવા માટે કાયદો પસાર કરવો જોઈએ. તેવી કોંગ્રેસે જાહેરાત કરી છે. કોંગ્રેસના આ નિવેદનના એક દિવસ પહેલા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ઘટક જનતા દળ-યુનાઈટેડએ માંગણી કરી હતી કે બિહારમાં અનામતમાં વધારાને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે.

શનિવારે અહીં જેડી(યુ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પક્ષે પટના હાઈકોર્ટના તાજેતરના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી.  હાઇકોર્ટે અનુસૂચિત જાતિ , અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના બિહાર સરકારના નિર્ણયને ફગાવી દીધો હતો. બેઠકમાં પસાર કરાયેલ એક રાજકીય ઠરાવમાં, જેડીયું એ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને વિનંતી કરી કે રાજ્યના કાયદાને બંધારણની 9મી અનુસૂચિ હેઠળ મૂકે જેથી તેની ન્યાયિક સમીક્ષાને નકારી શકાય. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પોસ્ટમાં  રમેશે કહ્યું, તે સારી વાત છે કે જેડીયુએ 29 જૂને પટનામાં આ જ માંગ કરી છે.  પરંતુ તેના સહયોગી ભાજપ, રાજ્ય અને કેન્દ્ર બંનેમાં, આ બાબતે સંપૂર્ણપણે મૌન છે.””જો કે, આરક્ષણના કાયદાને નવમી અનુસૂચિમાં 50 ટકાની મર્યાદાથી આગળ લાવવું એ પણ ઉકેલ નથી, કારણ કે 2007ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, આવા કાયદાઓ પણ ન્યાયિક સમીક્ષાને પાત્ર છે,” ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.  તેમણે કહ્યું કે આ હેતુ માટે બંધારણીય સુધારા કાયદાની જરૂર છે.

તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં, સંસદ માટે એક માત્ર રસ્તો એ છે કે બંધારણ સંશોધન બિલ પસાર કરવામાં આવે જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને તમામ પછાત વર્ગો માટે કુલ અનામતને 50 ટકાથી વધુ કરી શકશે. રમેશે કહ્યું, “શું ’બિન-જૈવિક’ વડાપ્રધાન તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ કરશે?  અમારી માંગ છે કે આ પ્રકારનું બિલ સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવે.  જેડીયુ માત્ર ઠરાવો પસાર કરવા પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.