વડીલોથી લઇને બાળકો સુધી દહીને કોઇપણ સ્વરૂપમાં પસંદ કરવામાં આવે છે. દહીં એ ભારતીય ભોજનનો મહત્વપૂર્ણ ભાગ છે. ભોજન થાળીમાં દહી રાખવાનો અર્થએ છે કે પ્લેટ સ્વાદિષ્ટ અને દહીમાં કૌલ્શિયમ, પ્રોટીન, વિટામીન છે. દૂધ કરતા દહી આરોગ્ય માટે વધુ ફાયદાકારક છે. આ સિવાય દહીંમાં પ્રોટીન, લેકટોઝ, આયર્ન, ફોસ્ફરસ મળી આવે છે. ચાલો જાણીએ કે દહીં શરીર માટે કેટલું ફાયદાકારક છે.
રોગ પ્રતિકારક શક્તિ માટે
દરરોજ એક ચમચી દહીં ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેનાં યુડ બેકેટેરિયા હોય છે. જે રોગ પ્રતિકારક શક્તિ સુધારે છે.
દાંત માટે ફાયદાકારકા
દહીં દાંત માટે પણ ખૂબ ફાયદાકાર છે. તેમાં કોલ્શિયમ અને ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે હાકડાને તથા દાંતને મજબૂત કરે છે. તથા ઓસ્ટિઓ પોરોસિસ અને સંધિવાને દૂર કરવા માટે કામ કરે છે.
હૃદય સ્વસ્થ રાખવા માટે
રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ કરવાથી હૃદય માટે ફાયદા કારક છે. તેમાં રહેલુ કાઇ કોલેસ્ટ્રોલ રકત પ્રવાહને અસર કરે છે, અને જેથી હાર્ટ એટેકે અથવા સ્ટોકના જોખમમાં ચરબી રહિત દહીં લોહીમાં કોલે સ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. અને બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ દૂર રહેવામાં મદદ મળે છે.
મોં ના છાલામાં રાહત
દિવસમાં ૨થી ૩ વાર દહીંનું ક્રીમ મોઢામાં પહેલા છાલા પર લગાવવાથી અલ્સરની સમસ્યામાંથી રાહત મળે છે. દહી અને મધ સમાન પ્રમાણમાં ભેળવીને સવાર-સાંજ લેવાથી મોઢાના છાલા મટે છે. મધ ઉપલબ્ધ નથી તો દહીં પણ યોગ્ય રહેશે.
તણાવ ઓછું કરવા
દહીં ખાવાનો સીધો જ સંબંધ મગજ સાથે છે. જે લોકો પ્રતિદિન દહીંનું સેવન કરે છે તેમને તણાવની ફરિયાદ ખૂબ ઓછી હોય છે. તેથી જ નિષ્ણાતો દરરોજ દહીં ખાવાની ભલામણ કરે છે.
આકર્ષક વાળ માટે
વાળને આકર્ષક બનાવવા માટે દહીંથી વાળધોવાથી લાભ થાય છે. અને ખોળો દૂર કરવામાં મદદ મળે છે.