કસ્તુરીનું શિવલિંગ બનાવી તેનું પૂજન કરવાથી દરેક આશાઓ પરિપૂર્ણ થાય છે.પુષ્પના શિવલિંગથી ભૂમિ લાભ થાય છે.

પલાળેલા અનાજના શિવલિંગ બનાવી પૂજન કરવાથી સર્વ સુખની પ્રાપ્તી થાય છે. રક્ષા (વિભૂતિ)નાં શિવલિંગથી શાંતિ મળે છે.

ફળના શિવલિંગથી ઈચ્છીત ફળની પ્રાપ્તી થાય છે. માખણ શિવલિંગ અથવા ઘીના શિવલિંગથી યશ, કીર્તિ, અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

ઘણા બ્રહ્મદેવો પોતાને હાથે રોજ માટીનું શિવલિંગ બનાવી તેનું પૂજન કરે છે. જેને પાથેશ્ર્વર કહે છે અને તેની પૂજા કરી જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે. આનાથી અકાળ મૃત્યુ થતુ નથી તથા મોક્ષની પ્રાપ્તી થાય છે. અકાળ મૃત્યુ નિવારણ માટે આ શ્રેષ્ઠ પૂજા છે.

શિવલિંગ પર વેદોકત પુરૂષસૂકતથી અભિષેક પૂજન અર્ચન પણ થાય છે. જેને મહાપૂજન કહેવામા આવે છે. આ ઉપરાંત શ્રાવણ માસમાં રૂદ્રાભિષેક થાય છે. જેને પણ મહાપૂજા કહેવાય છે. ઘણા લોકો આધિક માસમાં પણ ઉપર મૂજબ પૂજા અભિષેક કરે છે.

દરરોજ મૃત્યંજય મંત્ર સાથે કાળા તલ શિવલિંગ પર ચડાવાથી પનોતીની પીડા નડતી નથી.

નર્મદા નદીના દરેક કંકર એટલા શંકર મનાય છે. એ માટે એક લોકવાયકા એવી છે કે જો નર્મદાનાં જળમાંથી કંકર (પથ્થર) મળે તેને ભારોભાર અક્ષત (ચોખા)થી તોલવામાં આવે અને બે ત્રણ વખત તોલતા ચોખાના દાણા વતા ઓછા થતા રહે તો તે શિવલિંગ ખૂબજ શુકનવંતુ મનાય છે.

સુવર્ણના શિવલિંગથી મૂકિત મળે છે. અષ્ટધાતુનાં શિવલીંગના પૂજનથી સર્વ સિધ્ધિ પ્રાપ્ત થાય છે.

દ્રાક્ષને નિચોવી એના મસ્કાના શિવલિંગ બનાવવાથી લક્ષ્મી મળે છે.

આંબળાનાં શિવલિંગથી મૂકિત મળે છે. ગોળ ઉપર અનાજ ચોટાડી શિવલીંગ બનાવાથી ખેતી સંબંધી ફાયદો મળે છે.

દુર્વાને વ્યવસ્થિત ગુથી લિંગ બનાવવાથી અકાળ મૃત્યુ નિવારણ થાય છે.

સમાજમાં રાજકારણમાં કે નોકરી ધંધામાં માન પ્રતિષ્ઠા મેળવવા માટે હાથી દાંતના શિવલિંગની ઉપાસના કરવામાં આવે છે. જીવનમાં ધન્યતા પ્રાપ્તી કરવા માટે ગોળના શિવલિંગનું પૂજન કરવામાં આવે છે.

જોકે શિવલિંગ પૂજામાં અંગુઠીથી નાનુ શિવલિંગ વજર્ય, ગણવામાં આવ્યું છે. ચાર આંગળીનું શ્રેષ્ઠ એનાથી અડધુ મધ્યમાં કાળુ વધારે સારૂ, કાબર ચીતરૂ વજર્ય લિંગ, અંગુઠાથી મોટુ જોઈએ અને એનાથી બમણી જલાધારી હોવી જોઈએ.

શિવ ઉપાસનામાં શિવ પંચાક્ષરી મંત્ર અને મહામૃત્યુજય મંત્ર બહુજ જાણીતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.