કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 માં ગઈકાલે ગુજરાત રાજ્ય નાટ્ય પ્રતિયોગીતા વિજેતા, પ્રસિદ્ધ અભિનેતા હેમંત પારેખ લાઈવ આવ્યા હતા. જેમણે લંડનથી લાઈવ સેશન કરીને પોતાના ફેન્સ અને મિત્રોને સંબોધિત કર્યા. જેમનો વિષય હતો નાટક અને પર્સનાલીટી ડેવલપમેન્ટ. હેમંત ભાઈએ જણાવ્યું કે એ ભારતના એક નાનકડા શહેર કપડવંજમાં મોટા થયા. જ્યાં મને ફિલ્મો જોઇને અભિનયનો શોખ જાગ્યો. વિષય પર વાતની શરૂઆત કરતા પહેલા હેમંત ભાઈએ એમના દરેક ગુરુને યાદ કર્યા.
કોકોનટ થિયેટર પ્રસ્તુત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી
અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઇજ ઉપર દરરોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
સાથે જ એમણે કરેલા પુરુષ નાટકની વાત કરી જેમાં એ મુખ્ય ભૂમિકા ભજવતા હતા અને એ નાટકમાં અભિનય માટે એમને ગુજરાત સરકારનું બેસ્ટ કલાકારનું સન્માન પ્રાપ્ત થયું હતું. અને જોબ કરતા કરતા નાટકો પણ કર્યા એ વખતે દરેક કામ કરવાની ધગશ હતી. માસ્ટર કર્યા બાદ ઈસરો માં જોબ કરી. ભવન્સ માં દિગ્દર્શક તુષાર જોશીને મળ્યો અને ભવન્સનાં નાટકમાં કલાકાર તરીકે હું જોડાયો અને ઘણું જ શીખવા મળ્યું. તુષાર ભાઈએ એવું અદ્ભુત નાટક લખ્યું હતું જેમાં પ્રેક્ષકો રડતા રડતા હસી પડતા. લંડનમાં એ નાટકના ઘણા શો કર્યા. જીવન સતત બીઝી થઇ ગયું. આજીવન નાટક કરતી વખતે જીવનમાં ઘણાં ભોગ આપવા પડે છે.
હેમંત ભાઈએ ચાયવાય એન્ડ રંગમંચનાં આ સેશનમાં એમના સામાન્ય વ્યક્તિ થી કલાકાર આ સુધીની સફર વિશેના ઘણાં સંજોગો અને વિષયો પર વાત કરી 32 વર્ષથી લંડન સ્થાયી થયેલા હેમંત ભાઈ આજેય મુંબઈની રંગભૂમિને મિસ કરે છે અને એમનું સપનું છે કે એકવાર મુંબઈના
આજે પ્રસિઘ્ધ કલાકાર રિકીન ત્રિવેદી લાઈવ આવશે
ચાય-વાય અને રંગમંચની એકેડેમીક સેશનમાં આજે સાંજે 6 વાગ્યે જાણીતા કલાકાર અને નિર્માતા રિકીન ત્રિવેદી લાઈવ આવીને ‘બેક સ્ટેજ ટુ ફ્રન્ટ સ્ટ્રેવ’ વિષયક ચર્ચા અને પોતાના અનુભવો શેર કરશે. છેલ્લા બે દશકાથી નાટ્ય નિર્માણ અને અભિનય કલા સાથે સક્રિય રીતે જોડાયેલા રિકીનભાઈને ઘણા એવોર્ડ મળ્યા છે. આ શ્રેણીમાં આવતા તમામ કલાકારોના અનુભવો પરથી યુવા કલાકારોને જાણવા મળે છે. સ્ટેજની દુનિયા સાથે જોડાયેલા રિકીનભાઈએ ઘણા સફળ નાટકો આપ્યા છે.
રવિવારે જાણીતા અભિનેતા હિતેનકુમાર આવશે
ગુજરાતી ફિલ્મોમાં ખુબ જાણીતું નામ એટલે હિતેનકુમાર. તેમની અભિનય કલાથી ઘણી હીટ ગુજરાતી ફિલ્મો તેમને આપી છે. ગુજરાત સાથે સમગ્ર દેશમાં યુવા વર્ગમાં તે માનીતો ચહેરો છે. રવિવારે સાંજે 6 વાગે તેઓ ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં લાઈવ આવશે. તેઓ કલાકાર પોતાના પાત્રને કેટલો ન્યાય આપે છે તે વિષયક ચર્ચા અને અનુભવો શેર કરશે. હિતેનકુમારને 9 વખત ટ્રાન્સ મીડિયા એવોર્ડ સાથે 8 વખત ગુજરાત રાજય સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. રવિવારનું સેશન દરેક કલા રસિકે અને યુવા કલાકારે જોવા જેવું છે.નાટકમાં અભિનય કરવાનો અવસર મળે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા હોય છે
કલાકાર પણ એમાંથી બાકાત નથી હોતો. હેમંત ભાઈના આજના સેશનમાં આવનારી પેઢીના કલાકાર માટે ઘણી માહિતી અને સમજવા જેવી વાતો છે જે આપ કોકોનટ થીયેટરનાં ફેસબુક પેજ પર જઈને જોઈ, સાંભળી શકશો. હેમંત ભાઈએ ભાઈએ પોતાના અનુભવોની સાથે સાથે પ્રેક્ષકોના સવાલોના જવાબ પણ આપ્યા. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. જેડી મજેઠીયા, આતિશ કાપડિયા, સુપ્રિયા પાઠક, સિતાંશુ યશશ્ચન્દ્ર જેવા નામાંકિતો આવનારા દિવસોમાં શ્રેણીમાં આવવાના છે.