જામનગર લઇ જવાતા જથ્થા સાથે રૂા ૩૦.૩૮ લાખનો મુદામાલ ઝબ્બે: વધુ ત્રણના નામ ખુલ્યા
લીંબડી નેશનલ હાઇવે પરથી પસાર થતા ટ્રેલર અને પાણશીણા પોલીસ અને એસઓજીની ટીમે પાણશીયા હાઇવે ચેક પોસ્ટ પર બાતમીના આધારે રોકી તપાસ કરતાં રૂા ૧.૩૧ લાખનો ર૧ કિલોના સુકકા ગાંજા સાથે બેની ધરપકડ કરી કુલ રૂા ૩૦.૩૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે આરોપીઓ આ જથ્થો ઓડીસાથી જામનગર પહોચાડવાનું હોય અને પ્રાથમીક પુછતાછમાં વધુ ત્રણના નામ ખુલવા પોલીસે અન્ય શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન હાથ ધર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી નસ્તે નાબુદ કરવા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી છે. ત્યારે ખાલીશીણાના પીએસઆઇ મહાવીરસિંહ ઠાકોરને મળેલી બાતમીના આધારે બગોદરાથ સૌરાષ્ટ્ર તરફ આવતા જીજે ૧ર બીડબલ્યુ ૫૦૧૨ નંબરના ટ્રકમાં ગાંજાના જથ્થો સાથે પસાર થતા હોય જેથી એસઓજીની ટીમને સાથે રાખી પીઆઇ જોગલ પોતાની ટીમ સાથે પાણાશીયા ચેક પોસ્ટ પર ટ્રકને રોકી તેની તમામ કથીત તેમાંથી રૂા ૧.૩૧ લાખની કિંમતનો ર૧ કિલો ગાંજા સાથે ધરપકડ કરી હતી.
પાણશીયા પોલીસ અને એસઓજીની ટીમે ટ્રકની તપાસ કરી ર૧ કિલો ગાંજા અને ટ્રક તથા લોખંડની પ્લેટ કિંમત રૂા ૧૪.૧૫ લાખ મળી કુલ રૂા ૩૦.૪૪ લાખનો જથ્થો સાથે ભુજના ગનિ ઇબ્રાહિમ ઓડેજા અને અમૃતસરના સરબતજીત ઉર્ફે સોનુ ગુરમીતસિંગ મહાલને ઝડપી પામ્યા હતા.
પોલીસે પ્રાથમીક પુછતાછ કરતા બન્ને શખ્સો ઓડીસાથી ગાંજાનો જથ્થો લાવ્યાનું અને જામનગર ખાતે પહોચાડવાનું કહેતા અને આંધ્ર પ્રદેશના તુણી જીલ્લાના શખ્સે ગાંજો પુરો પાડયાનું અને દેવભુમિ દ્વારકાના ભુરા ઓડા નોસિહાર અને ઇમરાન ખલીફાના નામ ખુલતા પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.