ડેકોરા બિલ્ડર્સ, સ્વાગત અને લાડાણી ગ્રુપને ત્યાં અમદાવાદ આઈટી ઈન્વેસ્ટીગેશનની ૪૮ ટીમો ૧૩૨ અધિકારીઓ સાથે ત્રાટકી
કલમ ૩૨ મુજબ કાર્યવાહી, સર્વે સર્ચમાં ડાયવર્ટ થઈ શકશે
ભાગીદારો અને અન્ય સ્થળોએ પણ તપાસનો ધમધમાટ
૨૬ સ્થળોએ દરોડા ૧૮ સ્થળોએ સર્વે
રાજકોટની બે દિવસની મુલાકાતે આવેલા રાજયના ઈન્કમટેકસ વિભાગના ચિફ કમિશનરે કરચોરો પર તૂટી પડવાનો આદેશ આપ્યાના ૨૪ કલાકમાં જ અમદાવાદ આઈટી ઈન્વેસ્ટીગેશનની ૪૮ ટીમો દ્વારા આજે શહેરના જાણીતા ત્રણ બિલ્ડરોને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો.
અલગ અલગ ૨૬ સ્થળોએ દરોડા અને ૧૮ સ્થળોએ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે વહેલી સવારથી જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ મચી જવા પામ્યો છે. કલમ ૩૨ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય આઈટીનો સર્વે ડાયરેકટ સર્ચમાં પણ ડાયવર્ટ થઈ શકશે. ત્રણ બિલ્ડરો સાથેના જોડાયેલા લોકોને ત્યાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અમદાવાદ આઈટી ઈન્વેસ્ટીગેશન વિભાગની ૪૮ ટીમો ૧૩૨ અધિકારીઓની કાફલા સાથે શહેરના ત્રણ જાણીતા બિલ્ડરોને ત્યાં ત્રાટકી હતી. આજે વહેલી સવારે રાજકોટ સહિત રાજયભરમાં બિલ્ડર લોબીને ત્યાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં જમનભાઈ પટેલના ડેકોરા બિલ્ડર્સ, છગનભાઈ પટેલના સ્વાગત ગ્રુપ અને દિલીપભાઈ લાડાણીના લાડાણી ગ્રુપ પર સવારથી દરોડો પાડવામાં આવ્યો હતો. અલગ અલગ ૪૪ સ્થળોએ દરોડો પાડવાની કામગીરી હાથ ધરવામાં આવતા શહેરની બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્રણ ખ્યાતનામ બિલ્ડરોના કુલ ૪૪ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આટલું જ નહીં બિલ્ડરો સાથે જોડાયેલા લોકોને ત્યાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અમદાવાદ આઈટી ઈન્વેસ્ટીગેશનની ટીમ દ્વારા આઈટીની કલમ ૩૨ મુજબ તપાસ હાથ ધરવામાં આવી હોય આ કલમ અંતર્ગત સર્વેની કામગીરી ડાયરેકટ સર્ચમાં પણ ડાયવર્ટ કરી શકાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, દિલીપ લાડાણીના લાડાણી ગ્રુપમાં આજથી દોઢ વર્ષ પૂર્વે રાજકોટ આઈટી વિભાગ દ્વારા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં ત્રણ જાણીતા બિલ્ડરોના ઘેર ઓફિસ અને બાંધકામ સાઈટને આઈટી વિભાગના અધિકારીઓએ ધમરોળી નાખી હતી. બિલ્ડરો સાથે ખૂબજ નજીકનો સંબંધ ધરાવતા લોકોને ત્યાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
દરોડા દરમિયાન કરોડો પિયાનું કાળુ નાણુ પકડાય તેવી શકયતા પણ હાલ નકારી શકાતી નથી. શહેરમાં ત્રણ બિલ્ડરોને ત્યાં અમદાવાદ આઈટી ઈન્વેસ્ટીગેશનની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા કેટલાક બિલ્ડરોએ આજે સવારે પોતાની ઓફિસો ખોલી ન હતી અને સાઈટ પર પણ કામગીરી બંધ રાખી હતી.