હિન્દુ ધર્મમાં મહેમાનને ભગવાન માનવામાં આવે છે. પરંતુ એવા પણ ઘણા લોકો હોય છે જેને ક્યારેય પણ મહેમાન બનાવવા ન જોઈએ, આવા લોકોથી દુર રહેવું જ આપણા માટે હિતાવહ છે. આ લોકો રસ્તામાં મળે તો તેને નમસ્તે પણ ના કરવું જોઈએ. આપણે દૂર રહેવું જોઈએ.

પાખંડી, ખોટા કામ કરનાર, બીજાનું ધન લૂંટનારા, બીજાને દુઃખ આપનાર, વેદમાં ઘી રાખનાર તેમજ તેની નિંદા કરનાર. આવા લોકોને આપણા ઘરના મહેમાન ક્યારેય પણ બનાવવા ના જોઈએ અને તેની સાથે વાત પણ ના કરવી જોઈએ.

  • પાખંડી

આવા લોકોથી આપણે ખુબ જ સાવચેત રહેવાની જરૂર હોય છે. આવા લોકો પોતાનો મુળ સ્વભાવ છુપાવી ને પોતાને સજ્જન દેખાડવાનો પ્રયાસ કરતાં હોય છે. આવા લોકોને પાખંડી કહેવામાં આવે છે. આ લોકો ધર્મના નામ પર લોકોને છેતરતા રહેતા હોય છે. બીજાનું ધન હડપવામાં જરા પણ સંકોચ નથી કરતાં. આ લોકો પર વિશ્વાસ પણ ના કરવો જોઈએ. કારણકે તે પોતાના સ્વાર્થ માટે ગમે તે કરી શકે છે. આવા લોકો પોતાના પરિવાર કે મિત્રને પણ દગો આપી શકે છે. આવા લોકોને ક્યારેય પણ આપણા ઘરના મહેમાન બનાવવા ના જોઈએ અને તેની સાથે વાત પણ ના કરવી જોઈએ.

  • ખરાબ કામ કરનાર

જે લોકો લુંટફાટ, ચોરી કે ખુન જેવા ખરાબ કામ કરે છે. તેમને ક્યારેય પણ આપણા ઘરના મહેમાન બનાવવા ના જોઈએ અને આવા લોકો સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવો ના જોઈએ. આવા લોકો તમને પણ ગમેત્યારે નુકશાન પહોંચાડી શકે છે.

  • બીજાના ધન પર નજર રાખનારા

આવા લોકો બીજા લોકોને પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવીને એમનું ધન પડાવી લે છે. આવા લોકોની પહેલી પસંદગી મહિલા તેમજ વૃદ્ધ લોકો હોય છે. આવા લોકો કોઈને પણ નુકશાન કરી શકે છે અને કોઈપણ હદ સુધી જઈ શકે છે. આવા લોકો સંબંધ પહેલા પૈસાને માન આપે છે. એટલે આવા લોકોને ઘરનાં મહેમાન ક્યારેય બનાવવા ના જોઈએ.

  • બીજાને દુઃખ આપનાર

અત્યારના જમાનામાં એવા પણ ઘણા લોકો છે જે બીજાના દુઃખમાં ભાગીદાર થઈ મદદ કરવા હંમેશા તૈયાર રહે છે. પરંતુ ઘણા લોકો એવા પણ છે કે મદદ તો દુર ની વાત છે પણ બીજાને દુઃખી જોઈને એને આનંદ મળે છે. તેમજ એ માણસને વધારે દુઃખ આપીને પણ ખુશ થાય છે. આવા લોકો જો તમારા ઘરના મહેમાન બને છે તો તમારા માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. આવા લોકોની સંગતથી દુર રહેવું જોઈએ. તેની સાથે ક્યારેય પણ વાત પણ ના કરવી જોઈએ. આવા લોકોથી જેટલાં દુર રહેશો એટલું જ તમારા માટે લાભદાયી છે.

  • વેદની નિંદા કરનાર

જે વ્યક્તિ વેદમાં કે ઈશ્વર પર શ્રદ્ધા નથી રાખતા કે પછી તેમની નિંદા કરે છે તે વ્યક્તિને નાસ્તિક કહેવામાં આવે છે. આવા લોકો અધાર્મિક કર્યો વધારે કરતા હોય છે. તેમને ઈશ્વરનો પણ ભય હોતો નથી. તેમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોતું નથી.આવા લોકો ભગવાનથી પણ ડરતાં નથી. જાણતા અજાણતા લોકોને એવી વાતો કહે છે કે જેનાથી સામે વાળી વ્યક્તિને ખુબ જ દુઃખ પહોંચે છે. આવા લોકો બીજાનું અપમાન કરતા પણ ખચકાતા નથી. એમને નાના મોટાનું જરાપણ ભાનહોતું નથી. આવા લોકોને ક્યારેય પણ ઘરે બોલાવવા ના જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.