આજે વિશ્વ રક્તદાતા દિવસ
આ વર્ષની ઉજવણી થીમ ‘રક્ત આપો, પ્લાઝમા આપો, જીવન વહેંચો, વારંવાર શેર કરો’: વર્ષ-2005થી રક્તદાતા દિવસ ઉજવાય છે
વર્લ્ડ બ્લડ ડોનર ડે 2023ની વૈશ્વિક ઇવેન્ટ અલ્જેરીયા ખાતે તેની રાષ્ટ્રીય રક્ત પરિવહન સેવા દ્વારા છે: દરેક એક દાનએ અમૂલ્ય જીવન રક્ષક ભેટ છે, અને પુનરાવર્તિત દાનએ સલામત અને ટકાઉ રક્ત પુરવઠો એકત્ર કરે છે: થેલેસેમીયા અને હિમોફિલીયા જેવા રોગોના દર્દી માટે રક્તદાતા ઇશ્વર સમાન ગણાય છે: માથાદીઠ રક્તદાનમાં આપણું ગુજરાત પ્રથમ નંબરે છે
કોરોનાની મહામારીમાં રક્તદાતાઓએ ઘણાના જીવન બચાવ્યા હતા: આપણે ત્યાં 75 ટકા રક્તદાન સ્વૈચ્છિક રક્તદાન છે: કોમ્પોનન્ટ સેપરેશન સુવિધાને કારણે એક રક્તદાતા ત્રણના જીવન બચાવી શકે છે
આજે વિશ્વ રક્તદાતા દિવસ છે. કોઇક જીવન બચાવવા કરેલું મહાદાન એટલે રક્તદાન. રક્ત ફેક્ટરીમાં બનતું ન હોવાથી કોઇક આપે તો જ આપણે કોઇકનું જીવન બચાવી શકીએ છીએ. કુદરતની રચના પ્રમાણે માનવ શરીરમાં વધારાનું લોહી પડેલ જ હોય છે. તેથી રક્તદાન કરવામાં મુશ્કેલી પડતી નથી. દુનિયામાં બે જ વ્યક્તિ જીવન આપી શકે છે જેમાં એક ‘ર્માં’ અને બીજુ રક્તદાતા. આ વર્ષની ઉજવણી થીમમાં પણ ‘રક્ત આપો, પ્લાઝમા આપો, જીવન વહેંચો, વારંવાર શેરો કરો’ની વાત પાછળ રક્તદાતાને પ્રોત્સાહિત અને સન્માનની વાત સાથે યુવા ડોનર માટેની વાત છે. તંદુરસ્ત યુવાને દર ત્રણ મહિને અવશ્ય રક્તદાન કરવું જ જોઇએ. રક્તદાન કરવાથી તમારી ઘણી બધી તપાસ થઇ જતી હોવાથી રક્તદાતા તંદુરસ્ત છે કે નહીં તેની પણ ખબર પડી જાય છે.
વિશ્વભરમાં 2005થી રક્તદાતાના સન્માનનો આ દિવસ ઉજવાય છે. આ વર્ષની વૈશ્વિક ઇવેન્ટ અલ્જેરીયા દેશ ખાતે યોજાઇ છે, જેમાં તેની રક્ત પરિવહન સેવાની નોંધ લેવાય છે. દરેક દાનએ અમુલ્ય જીવન રક્ષકની ભેંટ છે, અને જો તેનું પુનરાવર્તન થાય તો સલામત અને ટકાઉ રક્ત પુરવઠો એકત્ર કરવામાં મદદરૂપ થાય છે. આજના દિવસે રક્તદાન કરનારની ઉજવણી, આભાર માનો અને વધુ લોકો નવા દાતા બને તે માટે તેને પ્રોત્સાહિત કરો. આજના યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાતનો પ્રચાર-પ્રસાર કરીને મિત્રોને રક્તદાન કરવા પ્રોત્સાહિત કરશો.
સુરક્ષિત રક્ત પુરવઠાની પહોંચી તમામ દર્દીઓ માટે મહત્વની છે. જેમાં ઘણાને સિક્લસેલ એનિમિયા અને થેલેસેમિયા જેવી પરિસ્થિતિઓ માટે જીવનભર અને નિયમિત રક્તદાતાની જરૂર પડે છે. સ્વૈચ્છિક રક્તદાનમાં આવેલ પ્લાઝમા પણ હિમોફિલીયા અને રોગપ્રતિકારક ખામી જેવા લાંબાગાળાની પરિસ્થિતિમાં દર્દીઓને સહાય કરવામાં મદદરૂપ થાય છે. આપણે ગુજરાતમાં છેલ્લા દાયકાથી જનજાગૃત્તિને કારણે મુશ્કેલી ઓછી હોય છે, પણ બ્લડ બેંકમાં ખેંચ તો રહે જ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડ લાઇન મુજબ 18 થી 65 વર્ષના કે જેનું વજન 45 કિલોથી વધારે હોય તે રક્તદાન કરી શકે છે. જો તમે તાજેતરમાં ટેટુ કરાવ્યું હોય તો તમે તે મુકાવ્યા બાદ 6 મહિના સુધી રક્તદાન કરી શકતા નથી. આજનો દિવસ કાર્લ લેન્ડસ્ટેઇનરની જન્મ જયંતિની યાદમાં ઉજવાય છે. જેને એ,બી, ઓ રક્તજૂથની પ્રણાલીની શોધ કરીને નોબલ પ્રાઇઝ વિનર બન્યા હતા. સમગ્ર વિશ્વમાં જીવન બચાવવા માટે રક્તદાન મહત્વપૂર્ણ છે. મોટાભાગની સ્વાસ્થ્ય ગૂંચવણો તાત્કાલિક રક્ત જરૂરિયાતોને ઉભી કરે છે, ત્યારે રક્તદાન સક્રિય ભૂમિકા ભજવે છે. રક્તદાતા જીવન બચાવવા, દર્દીની શસ્ત્ર ક્રિયામાં મદદ, કેન્સરની સારવાર, લાંબી બિમારી અને આરોગ્યના અન્ય જોખમ માટે જરૂરી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ વિશ્વમાં લગભગ 118.54 મિલિયન રક્તદાન એકત્રિત કરવામાં આવે છે. જે પૈકી લગભગ 40 ટકા ઉચ્ચ આવક ધરાવતા દેશોમાંથી એકત્રિત કરાય છે. વિશ્વની 16 ટકા વસ્તીના 169 દેશોમાં લગભગ 13,300 રક્ત કેન્દ્રો 106 મિલિયન રક્તદાન એકત્રિત કરે છે. આજનો દિવસ સુરક્ષિત રક્ત અને રક્ત ઉત્પાદનોની જરૂરિયાત વિશે જાગૃત કરવાનો છે. આજના દિવસનો યુવાનો માટેનો સંદેશ છે કે જીવનની ભેંટ આપો, રક્તદાન કરો, બધા માટે સલામત રક્તની વાતો મિત્ર સર્કલ પ્રસરાવીને નવા રક્તદાતા ઉભા કરો.
રક્તદાનએ ઘણી સલામત અને સરળ પ્રક્રિયા છે. તમે જીવન બચાવવામાં મદદ કરી શકો જેમાં તમારો સમય માત્ર અડધી કલાક લે છે. રક્તદાન કરવાથી તમે સ્વસ્થ રહી શકો છો. ઠઇંઘ એ આ બાબતે જાગૃત્તિ લાવવા 2004માં આ દિવસની સ્થાપના કરી હતી. દરેક કોલેજ છાત્રોએ પોતાના જન્મદિવસની ઉજવણીમાં અવશ્ય રક્તદાન કરવું જોઇએ. આજે પણ વિશ્વના ઘણા ભાગોમાં રક્તની તીવ્ર અછત જોવા મળતા દર્દીઓએ રક્ત માટે એક વીક રાહ જોવી પડે છે. રક્ત ચડાવવાના પ્રારંભે રક્ત બેક્ટેરીયાથી દુષિત હતું અને તે ગંભીર ચેપ અને મૃત્યુ તરફ પણ દોરી જતું. કાર્લે 1901માં એ, બી, ઓ રક્ત જૂથની સિસ્ટમ શોધ કરતાં બ્લડ ટ્રાન્સફ્યુઝ ન શક્ય બન્યું હતું. 1937 બાદ રક્ત ચડાવવાની બાબતે મેડીકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી હતી.
આજે રક્તદાતા માટે સન્માન સમારોહ, સોશિયલ નેટવર્કિંગ ઉપર ઝુંબેશ, ખાસ મીડિયા પ્રસારણ, વિવિધ પોસ્ટસ મુકવી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ખાસ યુવા વર્ગને જોડવો. રક્ત વગર આપણું શરીર હાડકા અને માંસનો એક ઢાંચો બની જાય છે. શરીરના વ્યવસ્થિત સંચાલન માટે લોહીની જરૂરિયાત પડે છે. લોહીની ઉણપ વ્યક્તિના જીવનમાં ખતરો ઉભો કરે છે. રક્તદાન કરવા જતાં પહેલા પર્યાપ્ત પાણી પીને જવું જરૂરી છે.
રક્તદાન એ સમાજ પ્રત્યેની ફરજ
ફાધર વાલેસે બહું સચોટ લખ્યું છે કે “જે આપવાથી મને ગર્વ ન થાય, લેનારને ઓશીયાળાપણું ન લાગે, દાન થાય પણ દેવું ના ચડે, મદદ થાય પણ લાગણી ન દુભાય, દેહ ઉગરે પણ સ્વમાન ના ઘવાય, હું આજે રક્તદાન કરૂં, નિષ્કામ કર્મ-આદર્શ દાન….રક્તદાન
દર બે સેક્ધડે કોઇ વ્યક્તિને લોહીની જરૂર પડે
આપણાં દેશમાં દર વર્ષે પાંચ કરોડ બ્લડ યુનીટની જરૂર પડે છે. જેમાં માત્ર 2.5 કરોડ યુનીટ જમા થાય છે. દર બે સેક્ધડે કોઇ એક વ્યક્તિને બ્લડની
રક્તદાનનાં ફાયદા
- હૃદ્ય માટે ફાયદારૂપ
- નવા રક્તકણોનું ઉત્પાદન વધારે છે.
- કેલરી બર્ન કરે છે.
- કેન્સરની શક્યતા ઘટાડે છે.
- ફ્રિ હેલ્થ ચેકઅપ થઇ જાય
- રક્તદાન જીવન બચાવે છે.
- એક રક્તદાન ત્રણનું જીવન બચાવે
- રક્તદાન કેટલાય લોકોને મદદરૂપ થાય છે.