રાજકોટ-વાંકાનેર રોડ વચ્ચે નિર્માણ પામી રહેલ વિશ્ર્વર્ક્માધામ સણોસરા ખાતે અખીલ ભારતીય વિશ્ર્વકર્મા માસભાની રાષ્ટ્રીયકાર્યકરો મહાસભા યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી સમાજના આગેવાનો અને રાષ્ટ્રીય અધ્યક્ષ છેદીલાલ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્ર્વકર્મા ધામ સણોસરા ખાતે ત્રિવિધ સમારોહમાં વિશ્ર્વકર્મા જયંતિ મહોત્સવ અખિલ ભારતીય વિશ્ર્વકર્મા મહાસભાની રાષ્ટ્રીય કાર્યકરો અને પસંદભી સંમેલન અને રાષ્ટ્રીય અધ્યક્ષ છૈદીલાલ શર્મા આયોજન પૈલેશકુમાર સિધ્ધપુરા કિશોરભાઈ રાઠોડ , દિનેશભાઈ શર્મા કલ્પેશભાઈ સિધ્ધપુરા વિગેરેના વરદ હસ્તે કાર્યક્રમ સમારોને દિપ પ્રાગટય સાથે ખૂલ્લો મૂકાયો હતો.
આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્ર્વકર્માસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ છેદીલાલ શર્માએ જણાવેલ કે ભારત દેશમાં ૧૫ કરોડ વિશ્ર્વકર્મા સમાજ હોવા છતા એક પણ એમ.પી. નથી…! જે દુભાગ્યની વાત છે. રાજકીય લોકો આપણો ઉપયાગે કરે છે. વિશ્ર્વકર્મા સમાજે હવે જાગૃત થવાની જ‚ર છે.અખીલ ભારતીય વિશ્ર્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય સચીવ કિશોરભાઈ રાઠોડએ જણાવેલ કે સમગ્ર દેશમાં વિશ્ર્વકર્મા સમાજની એકતાની નોંધ લવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં વિશ્ર્વર્ક્મા સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. ગુજરાત સરકાર વિશ્ર્વકર્મા નિગમ બનાવે અને વિશ્ર્વકર્મા સમાજ માટે આર્થિક પેકેજ જાહેર કરે એવી માગણી મૂકી હતી. આ માટે ગુજરાતભરમાં લડાઈ લડવામાં આવશે જેમાં વિશ્ર્વકર્મા સમાજ ખંભે ખંભે મીલાવી સમાજ માટે આગળ રહ્યા છે.
સણોસરા વિશ્ર્વકર્મા ધામના પ્રણેતા પૈલેશકુમાર સિધ્ધપુરાએ જણાવેલ કે સણોસરા વિશ્ર્વકર્માધામ બની રહેશે.
સમારોહમાં દેશભરમાંથી પધારેલા મહેમાનોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ છૈદીલાલ શર્માનું મનોરંજન માહેરાના, રામલાલ વિશ્ર્વર્ક્મા એમ.એમ. શર્મા કિશોરભાઈ રાઠોડ, ઉમેદભાઈ મકવણા, રાજભા જાડેજા, પૈલેશ સિધ્ધપુરા અને મિત્રોએ મોમેન્ટો આપી સન્માન કરેલ કાર્યક્રમનૂં સંચાલન ઉમેદભાઈ મકવાણાએ કર્યું હતુ.