કોઇને ગળે મળવુ એ એક અલગ જ અનુભવ હોય છે જો કે આજના જીંદગીમાં ગળે મળવા માટે પણ લોકો પાસે સમય નથી. ત્યારે દુનિયામાં હવે એ લોકોની સંખ્યા વધી રહી છે કે જેઓ ગળે મળવા માટે પૈસા પણ ખર્ચવા તૈયાર થાય છે, માટે અમેરિકા જેવા દેશોમાં ગળે મળવાનો વ્યવસાય વિકસી રહ્યો છે.
અમેરિકામાં કેટલીય કં૫નીઓ કડલથેરાપીની સેવાઓ આપી રહી છે જે માટે સરેરાશ સાડા પાંચ હજારનો ચાર્જ પણ મેળવે છે.
તો કેટલાય થેરેિ૫સ્ટ પોતાના પેશન્ટસસને નિયમિત રુપે આવી કડલિંગ થરેપી લેવાની પણ સલાહ આપે છે. આ કં૫ની તેમજ સાયકોલોજિસ્ટએ વાત પણ સુનિશ્ર્ચિત કરી છે કે આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે નોન સેક્સ્યુઅલ હોય . લોકોને ગળે મળવાથી માનસિક રાહત થાય છે. એક્સપર્ટનું માનવું છે કે આજના સમયમાં નોન સેકસ્યુઅલ ટચ સરળતાથી નથી મળતો માટે કડલ થેરેપીના સીઇઓ જણાવે છે કે ‘એકલુ બેસીને રડવુ અને કોઇની બાહોમાં રડવુ એ બંને અલગ-અલગ વસ્તુઓ છે. આ બિઝનેસ અમેરિકા જેવા દેશોમાં ધૂમ મચાવી રહ્યો છે.