આરંભે સુરા જેવો ઘાટ!!!

ગામડુ ગણાતું જૂનાગઢ આગળ વધી ગયું ને એક વખતનું પેરીસ અન્ય નગરોથી પાછળ

શહેરનાં સંતુલિત અને સાર્વત્રિક વિકાસ થાય એટલા માટે ટીપી સ્ક્રીમ બનાવવામાં આવતી હોય છે. પણ શહેરમાં પાંચ પાંચ વર્ષ અગાઉ બનાવાયેલી ટીપી સ્કીમોના ઠેકાણા નથી ત્યાં પાંચ નવી ટીપીની દરખાસ્ત કરવામાં આવી છે.

ટી.પી.સ્કીમ એ ચોક્કસ વિસ્તારના ડેવલપર માટેની યોજના હોય છે ખરેખર એવુ નથી નગરના સંતુલીત વિકાસ માટે તેમજ લગત પેરીફેરી વિસ્તારોમા માળખાકીય ઉપરાંત રોજ બરોજની મહત્વની સુવિધા રીક્રીએશન વગેરેના પણ ટીપી સ્કીમ અંતર્ગત આયોજન કરવાના હોય છે, અને તેના અમલ પણ કરવાના ટાઉન પ્લાનીગ તેમજ બીપીએમસી હવે જીપીએમસી એક્ટ હેઠળ ફરજીયાત હોય છે,

પરંતુ નગરમા જુદી-જુદી ટીપી સ્કીમો બની પરંતુ અમુક ખુબ જરૂરી જાહેર સુવિધાઓનો ખાસ કંઇ વધારો થયો નથી માટે “શહેર આડેધડ વધે છે વિકસતુ નથી” તે બાબત વધુ એક વખત સામે આવે છે અને નગર યોજનાના ફરજીયાત કામો થયા ન હોય ટીપી સ્કીમ આવે કે ન આવે જનસમુદાયને વ્યાપક ફાયદો થાય તેવો કોઇ સુવિધા પ્લાન નથી થઇ રહ્યા તે નરી આંખે જોઇ શકાય છે,

સાત લાખથી વધુની વસ્તી ધરાવતા આ શહેરમાં ઊડીને આંખે વળગે તેવો વિકાસ જોવા મળતો નથી. આ માટે મહાનગરપાલિકાના અધિકારીઓની અણઆવડત પણ જવાબદાર છે. મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં માત્ર બે ટીપી સ્કીમ બનાવી છે. ત્યારે સવાલ એ થાય છે કે આ શહેર છે કે કોઈ મોટું ગામડું છે. આપણી નજીકમાં જ જોઇએ તો પોરબંદરનો વિકાસ જોવા જેવો છે, તો વળી જુનાગઢ જે બીગ વિલેજ કહેવાતુ તે છેલ્લા દાયકામા દર્શનીય સીટી બની ગયુ તો રાજકોટ તો અગાઉ આડેધડ જ વધતુ હતુ તે હવે મોટાભાગના લોકો જાણે છે કે સુવિધા સભર વિકાસનગર બની ગયુ પરંતુ એક વખતનુ પેરિસ આ નગર બીજા નગરોથી પાછળ છે.

હવે ઓચિંતુ કોણ જાણે કેમ પાંચ-પાંચ ટીપી સ્કીમ બનાવાનુ મહાપાલિકાએ આયોજન કર્યુ પરંતુ તેની પાછળનો હેતુ કોઇ ચોક્કસ લાભ પુરતો જ છે કે નગરનો સંતુલિત વિકાસ કરવા દુરંદેશી ભર્યુ આ આયોજન છે?? તે ઇરાદો પણ જેમ ટીપી માટે ઇરાદો જાહેર થાય તેમ જ જાહેર થવો જોઇએ તેમ આ ક્ષેત્રના નિષ્ણાંતોનો અભિપ્રાય છે. રાજકોટ શહેરમાં ૫૦ ટીપી સ્કીમ અમલમાં છે, અમદાવાદમાં ૨૦૦ જેટલી  ટીપી સ્કીમ અમલમાં છે. તેની સામે જામનગર મહાનગરપાલિકાએ અમલમાં મૂકેલી તેમની પોતાની ફક્ત બે ટીપી સ્કીમ છે જ્યારે અન્ય પાંચ ટીપી સ્કીમ જાડાએ બનાવી છે. જ્યારે બે ટીપી સ્કીમ ૮ અને ૯ હજૂ અદ્ધરતાલ છે. એટલે કે તેના ઉપર લટકતી તલવાર છે. ત્યારે પાંચ વર્ષ પુરા થયા ત્યા સુધી ન તો ટીપી ૮ અને ૯ નો નિવેડો કર્યો( જેના કારણો અલગ છે તેમ ચર્ચાય છે) ન તો બીજી ટીપી સ્કીમ શાસકો લાવ્યા અને હવે ટર્મ પુરી થવાના છેલ્લા બોર્ડમા પાંચ પાંચ ટીપી સ્કીમ શા માટે??

સુવિધા આપી શકાય તો જ આગળ ધપજો નહીં તો…

ચાર ટીપી સ્કીમ જાડા ની બે કોર્પોરેશનની મળી છ અમલમા છે ત્યારે નગરની મધ્યના એ પણ સંસ્થાઓ હસ્તકના સ્મશાન સરકારી શાળા બાગ બગીચા સ્પોર્ટસ સંકુલ રીક્રીએશન એક્ટીવિટીઝ સુવિધા આરોગ્ય કેન્દ્રો નાગરીક સુવિધા કેન્દ્રો તો ઠીકપુરતા પાણી કે સફાઇ કે ડ્રેનેજની સુવિધાઓ પણ આ વિસ્તારોમા કરાવી ન શકનાર મનપાના શાસકોને ઓચિંતી ટીપી સ્કિમનુ ઝુમખુ શા માટે મંજુર કરવાનુ સુઝ્યુ હશે?? કાયદા મુજબ ટીપી સ્કીમ વિસ્તારમા ફરજીયાત મરજીયાત બંને મળી માળખાકીય અને વિશેષ સુવિધાઓ આપવી ફરજીયાત છે માટે પહેલા પેરી ફેરીમા વધતા જામનગરમા એ બધુ જ પુરૂ પાડો પછી નવી સ્કીમો લાવજો કેમકે જુનામા ઠેકાણા નથી તો હજુ વધારાની સ્કીમમા નાગરીકોની સુવિધાઓના તો ક્યારે ઠેકાણા થાય?? તેમ નગરના આ ક્ષેત્રના જાણકારોએ અભિપ્રાય આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.