મોરબીમાં ગૌરવયાત્રામાં કોંગ્રેસ ઉપર વરસતા ભાજપના નેતાઓ
પોરબંદરથી શરૂ થયેલ ગૌરવયાત્રા ગઈકાલે મોરબી જિલ્લામાં ફરી હતી અને મોરબી શહેરમાં જાહેરસભા યોજવામાં આવી હતી જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ વિકાસને શીંગળા નહોય તેમ જણાવી લોકોના જીવન ધોરણ સુધર્યા એ જ મોટો વિકાસ હોવાનું જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર ઝોનની ગુજરાત ગૌરવ યાત્રા ગઈકાલે સવારે ચોટીલાથી શરૂ થઈ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જોધપર ગામેથી મોરબીમાં આગમન કર્યુ હતું અને ત્યાંથી લાલપર.વાંકાનેર, ઢુંવા,મકનસર,લાલપર થઈ મોરબી ખાતે પહોંચી હતી.
મોરબી શહેરમાં ફર્યા બાદ ગૌરવયાત્રા જાહેરસભામાં ફેરવાઈ હતી જ્યાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસને આડેહાથ લઈ કહ્યું હતું કે પાકિસ્તાની ભાષા બોલનારને પાકિસ્તાન મોકલવાનો સમય પાકી ગયો છે આગામી ચૂંટણીમાં ભાજપ ૧૫૦ બેઠક મેળવી કોંગ્રેસનો સફાયો કરીને જ જમ્પશે તેવું પણ જણાવ્યું હતું.
આ તકે જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસને ખેતીવાડીમાં આવતા કીટકો સાથે સરખામણી કરી જણાવ્યું હતું કે આવા કીટકોનો નાશ કરવા ખેડૂતોને દવા છંટકાવ કરવો જ પડશે,
રમિયાન વંદેમાતરમ અંગે પણ કોંગ્રેસને આડે હાથ લઈ અગાઉ નર્મદયાત્રા કરવા જવું પડતું અને હવે નલ ખોલો તો નર્મદા મૈયાના દર્શન થાય છે તેમ જણાવી આગામી ચૂંટણીમાં ભાજપની સરકાર મોરબીનો બમણો વિકાસ કરશે તેમ કહ્યું હતું.
જાહેરસભામાં મોરબી અંગે તેઓએ કહ્યું હતું કે નગર દરવાજાના ચોકમાં કોંગ્રેસે ૪૦ વર્ષમાં શુ કર્યું તેનો હિસાબ આપે અમે ૨૦ વર્ષનો હિસાબ આપશું તેવું જણાવી કોંગ્રેસને પડકાર ફેંકવામાં આવ્યો હતો. ગૌરવયાત્રા માં આર.સી.ફળદુ,આઈ.કે.જાડેજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
મોરબીથી કાર્યક્રમ સંપન્ન કરી ગૌરવયાત્રા વિરપર,ધ્રુવનગર અને ટંકારા થઈ પડધરી જવા રવાના થઈ હતી.
ગુજરાત ગૌરવ યાત્રામાં સાંસદ મોહનભાઇ કુંડારીયા,વિનોદ ચાવડા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,પ્રદીપભાઈ વાળા સહિતના હાજર રહ્યા હતા