સાંધાના દુ:ખાવા નામ સાંભળતાજ દરેકનાં કાન સતર્ક થાય છે કારણ માત્ર એ જ યુવાનથી લઇને વૃધ્ધ દરેક આ દર્દથી પીડાય છે પરંતુ પ્રશ્ન ત્યાં છે કે સાંધાનો દુ:ખાવો ક્યાંક આર્થરાઇટીસ તો નથી ને અને એના કારણે બીજા અન્ય દર્દો પણ મગજમાં ઘર કરી જાય છે પરંતુ અહીં આપણે જાણીશું કે સાંધાનાં દુ:ખાવાના ક્યાં અન્ય કારણો છે….?
રોજબરોજનાં ખોરાકમાં આવતો બદલાવ પણ જવાબદાર છે સાંધાના દુ:ખાવા માટે.
જેમાં ક્યારેક વિરુધ્ધહાર લેવાથી પેટની બળતરા શરૂ થાય છે અને તેની સાથે સાંધાનો દુ:ખાવો પણ શરૂ થાય છે.
એસીડીટી પણ એક કારણ છે જેનાથી વિવિધ એન્ટીબાયોટીક દવાઓ લેવાય છે જેની સાથે સાંધાના દુ:ખાવાની ફરિયાદ પણ શરૂ થાય છે.
ખોરાકમાં ક્યારેક નવી વસ્તુ લેવાય છે જ એલરજીક હોય છે જેની અસર ચામડીમાં વર્તાય છે ખંજવાળ આવવી, બળતરા થવી આવા કારણોની સાથે પણ જોઇન્ટ પેઇન અનુભવાય છે.
જ્યારે પણ આવી ફરિયાદ જોવા મળે ત્યારે ડોક્ટરનો સંપર્ક કરવો અને યોગ્ય ઇલાજ કરાવવો, ડોક્ટર જે દવા સુચવે તેની અસર એકથી ત્રણ અઠવાડીયામાં થાશે અને બાદમાં આ પ્રકારનાં ટુંકાગાળાનાં દર્દથી મુક્તિ મેળવી શકાય છે.