વિશ્વમાં ઇગલ ત્રણ પ્રકારનાં હોય છે, જેમાં વાઇલ્ડ ઇગલ, ગોલ્ડન ઇગલ તથા સમુદ્રી ઇગલનો સમાવેશ થાય છે. તે એક કલાકમાં ર૪૧ કિલોમીટરની ઝડપ ધરાવે છે. નાના મોટા પશુ-પંખીના શિકાર સાથે પરિપકવ હરણ ઉપર હુમલો પણ કરે છે
આપણાં શાસ્ત્રોમાં ગરૂડ પૂરાણની વાત આવે છે ગરૂડ એટલે ઇગલ કે બાજપક્ષી – જે મોટા કદનું પક્ષી છે. સામાન્ય રીતે આ પરિવારની પ્રજાતિઓ વચ્ચે જુજ સામ્યતા જોવા મળે છે. તેમની કુલ ૬૦ થી વધુ પ્રજાતિ વિશ્વમાં જોવા મળે છે. યુરેશિયા, આફ્રિકા સાથે અમેરિકા અને કેનેડામાં નવ જેટલી જાતો જોવા મળે છે. મઘ્ય અને દક્ષિણ અમેરિકામાં બીજી ત્રણ પ્રજાતિ અને ઓસ્ટ્રેલિયામાં ઇગલ જોવા મળે છે.
વિશ્વમાં ઇગલ ત્રણ પ્રકારના હોય છે જેમાં વાઇલ્ડ ઇગલ, ગોલ્ડન ઇગલ અને સમુદ્રી ઇગલનો સમાવેશ થાય છે. જેમાં વાઇલ્ડ ઇગલનો યુનાઇટેડ સ્ટેટસનું રાષ્ટ્રીય પક્ષી છે તેમને સફેદ પૂછડી હોય છે તેઓ અંલાસ્કા અને કેનેડામાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેઓ શકિતશાળી અને શિકારી પક્ષી છે. ગોલ્ડન ઇગલ ઉત્તર અમેરિકાના મેકસિકોના રાષ્ટ્રીય પક્ષી છે, તેમના માથા અને ડોક પર હળવા સોનેરી, બદામી કવર સાથે ડાર્ક બ્રાઉન દેખાય છે. ઇગલ કલાકના ૧પ૦ માઇલ અર્થાત ૨૪૧ કી.મી. ઝડપે ઉડે છે, તેમજ ખીણમાં ડાઇવ લગાવે છે. મુખ્યત્વે એઠવાડ, સરી સૃપ, પક્ષીઓ, માછલી અને નાના મોટા જંતુ ઓખાય છે. કયારેક મોટા હરણ ઉપર પણ શિકાર કરે છે.
સમુદ્ર ઉપર ઉડતા રહેતા અને તેની આસપાસનાં પહાડો ઉપર વસવાટ કરતા ઇગલ ઘેરા કલરમાં સફેદ પૂંછડી, ખંભા, કપાળ સાથે રંગીન જોવા મળે છે. તેઓ પૂર્વ રશિયામાં જોવા મળે છે. શિયાળામાં જાપાન અને કોરીયા સંવર્ધન માટે સ્થળાંતર કરે છે. તેઓ દરિયામાં કાંઠે માળો બનાવેછે. જેથી બચ્ચાને માછલીનો ખોરાક સહેલાયથી મળી રહે આજે ગરૂડ કે ઇગલ કાયદાકીય રક્ષિત છે.
ઇગલ શકિત શાળી સ્વતંત્રતા અને શ્રેષ્ઠતાનું જીવીત પ્રતિક છે. વિશ્વભરમાં પ્રચલિત બાજ તેની શિકાર કરવાની ઝડપ માટે સુવિખ્યાત છે. તે ઉંચે આકાશેથી ધરતી પરના શિકારી પર તરાપ મારે છે તે સંપૂર્ણપણે શિકારી પક્ષી છે. મુખ્યત્વે તેના ચાર સમુહમાં વિભાજીત કરી શકીએ (૧) સમુદ્રી ઇગલ કે મછલી ઇગલ (ર) બુટેડ ઇગલ (૩) સ્નેક ઇગલ (૪) હર્ષી ઇગલ
સમુદ્રી ઇગલ, બાજનો મુખ્ય ખોરાક માછલી છે. બુટેડ ઇગલનું એટલા માટે પડયું કે તેની પાંખો પગની નીચેની તરફ વધે છે, અને તે પગ હર્ષી ઇગલ ખુબ જ મોટા હોય છે જે ઉષ્ણ કટિબંધના જંગલોમાં રહે છે, બાજને તેના આકાર, શકિત, ઉડાન માટે પક્ષીઓના રાજા તરીકે ઓળખાય છે. હિન્દુ પૌરાણિક કથામાં ‘ગરૂડ’ તરીકે જાણીતું છે, જે ભગવાન વિષ્ણુનું વાહન છે.
વિશ્વભરમાં ૬૦ થી વધુ પ્રજાતિ ઇગલની છે. તેની મોટાભાગની પ્રજાતિ પુરેશિયા અને આફ્રિકામાં જોવા મળે છે. બાકીની ૧૪ પ્રજાતિ અમેરિકા, ઓસ્ટ્રેલીયામાં જોવા મળે છે. તેમની જાતોને આધારે ૧૪ થી ૩પ વર્ષનું આયુષ્ય છે. જુદા જુદા વાતાવરણ મુજબ તેની લંબાઇ વજન અને આકારમાં વિવિધતા જોવા મળે છે. જંગલમાં રહેનાર બાજની પાંખોનો વિસ્તાર નાનો હોય છે. જયારે મેદાન અને ખુલ્લા ક્ષેત્રોમાં રહેતાની પાંખો પહોળી હોય છે. તેનું વજન ૪ થી પ કિલો વચ્ચે હોય છે. બાજ ઇગલની સૌથી નાની પ્રજાતિ દક્ષિણ નિકોબારમાં જોવા મળે છે. જેનું વજન ૪પ૦ ગ્રામ અને ૧૬ ઇંચની લંબાઇ હોય છે.
લંબાઇ અને પાંખના વિસ્તારનાં આધારે ફિલીપીન્સ ઇગલ વિશ્વમાં સૌથી મોટી પ્રજાતિ છે. દરિયાઇ અને હર્ષી ઇગલ વજન અને આકારના હિસાબે વિશ્ર્વની સૌથી મોટી પ્રજાતિ છે. દરિયાઇ ઇગલનું વજન ૯ કિલો જેટલું હોય છે. બોલ્ડ ઇગલનું મોઢું સફેદ અને બાકીનું શરીર ભુંરા રંગનું હોય છે.
બાજની બધી પ્રજાતિમાં માદા-નરની સરખામણીએ મોટી હોય છે. તે માળો બનાવવાના કામમાં વહેંચણી કરે છે. માદા માળો બનાવવા તમામ સામગ્રી લાવવામાં મદદ કરે છે. તેથી એનો આકાર મોટો હોય છે. નર ઇગલ ઇંડાની સંભાળ માટે લાંબો સમય માળામાં બેસ રહી છે. તેથી તેનો આકાર નાનો હોય છે. તે દિવસમાં ખુબ જ સક્રિય હોય છે. રાત્રે આરામ કરે છે, બાજ એકલું અથવા જોડીમાં જોવા મળે છે. ઠંડીમાં ભોજન વધારે માત્રામાં જરૂર પડતાં ટોળામાં પણ રહે છે. તેની આંખનું વજન તેમના મગજ કરતાં વધારે હોય છે તે આંખ બંધ કરીને પણ જોઇ શકે છે. એની રચના એવી હોય છે જે તેને આંખ સાફ રાખવામાં મદદ કરે છે. તેની નજર માણસ કરતાં ૪ થી ૮ ગણી વધારે તીવ્ર હોય છે. તે ૩ કે ૪ કિલોમીટર દૂરથી સસલાને જોઇ શકે છે. તેમની આંખોમાં અલટ્રાવાયોલેટ લાઇટ જોવાની ક્ષમતા હોય છે. તે આંખોને બહુ ફેરવી નથી શકતા પણ માથુ ર૭૦ ડીગ્રી ફેરવી શકે છે. તેની પાંપણ આંખને ધૂળ અને ગંદકીથી બચાવે છે.
ઇગલની ચાંચ તુટવાથી માણસનાં વાળ, નખની જેમ ફરી ઉગે છે. કેટલાક ઇગલ તો ખોરાકની શોધમાં હજારો કિલોમીટર ઉડે છે. કેટલાકની પાંખનાની ને પૂછડી મોટી હોવાથી જંગલમાંથી શિકાર લાવવામાં સરળતા રહે છે તે માંસાહારી છે તેથી માછલી, સસલુ, ખિસકોલી, ઉંદર, નાનામોટા પક્ષી સાપ, નોળીયો, શિયાળની સાથે કયારેક હરણનો પણ શિકાર કરે છે. અમુક પ્રજાતિના ઇગલ મરેલ માછલી કે જાનવર પણ ખાય છે. તેની પાસે મોટી ચાંચ અને શકિતશાળી નખ હોવાથી શિકારને ચીરી નાંખે છે. તેના નખની તાકાત બંધુકની ગોળીથી બેગણી વધારે છે. તે દરરોજ ખોરાક નથી લેતું બચાવીને રાખે છે. જયારે ભોજન મળે ત્યારે બચાવેલમાંથી આરોગે છે. દર વર્ષે એક જ માળાનો ઉપયોગ કરે છે. કેનાડાની ઠંડીથી બચવા દૂર ગરમીમાં જઇને ફરી ત્યાં જ આવી જાય છે. તે મોટા ઝાડ, ઊંચા પહાડો પર માળો બાંધે છે. તેનો માળો ખુબ મોટો હોય છે. માંદા એક થી ત્રણ ઇંડા આપે છે. બચ્ચાને આવતા ૩પ દિવસ લાગે છે. ૬ અઠવાડીયામાં જ બચ્ચામાંથી મોટું બાજ થઇ જાય છે. બચ્ચાને નખ વધારવામાં વર્ષો લાગી જાય છે.
ઉડતા પક્ષીમાં વજનદાર શિકાર ને લઇને ઉડવામાં ઇગલનો રેકોર્ડ છે. હરણના બચ્ચાના ૭ કિલો વજનને ઉપાડે છે. એકવાર તો ૩૭ કિલો વજન ધરાવતા હરણનો શિકાર કર્યો હતો. જીવનભર એક સાથી સાથે જ રહે છે. કયારેક તો ઉડતા ઉડતા એક બીજાના પગ પકડીને જમીન ઉપર પડતાં જોવા મળે છે. ખરેખર આ એની પ્રેમ ક્રિડા છે. તે દરિયામાં તરી પણ શકે છે. એવું મનાય છે કે ૧૪૦૦ વર્ષ પહેલા ન્યુઝિલેન્ડમાં વિશાળ બાજ રહેતો હતો જેની પાંખો ૧૦ ફુટ જેટલી હતી. તે પહાડી બકરી ઉંચેથી પછાડીને મારી નાંખે છે. તેની બન્ને પાંખમાં ૭ હજર પીંછા હોય છે. તેની પાંખોમાં રેઓપ્લેનના પંખા કરતા પણ વધુ તાકાત હોય છે. કેટલાક દેશોમાં બાજને સૌભાગ્યનું પ્રતિક મનાય છે. તેથી જ કેટલાક દેશોના રાષ્ટ્ર ઘ્વજનમાં તેનું ચિત્ર હોય છે. બોલ્ડ ઇગલને ૧૯૬૭ માં લુપ્ત થતી પ્રજાતિ જાહેર કરી હતી. આજે એ પ૦૦ થી વધુ છે. તેનો ઉપયોગ પોલીસ કે આર્મીમાં પણ કરાય છે. અમેરિકામાં તો તમને તેનું પીંછુ મળે તો એ ઉપાડવા પણ મંજુરી મેળવવી પડે છે. ત્યાં તેમનાં શિકારનો પ્રતિબંધ છે. ડચ દેશની પોલિસ બાજને ડ્રોનનો મુકાબલો કરવા ટ્રેઇનીંગ આપે છે. મોંગોલીયામાં શિકારીએ ટ્રેઇન્ડ ઇગલ સાથે જ રાખે છે. આરબ કન્ટ્રીમાં પણ ઇગલ- બાજ, ગરૂડ પાળવાનો બહુ જ ક્રેઝ છે. તેની વિવિધ સ્પર્ધાઓ પણ થાય છે.