ફૂગની સમયસર સારવારથી દર્દીઓ સાજા થાય છે: તજજ્ઞ તબીબોનો અભિપ્રાય
પરંતુ તેનું ત્વરીત નિદાન આવશ્યક
ફૂગના દર્દીઓ માટે ફૂગનાશક ઈંજેકશન, લેઝર એન્ડોસ્કોપી સહિતની અતિ આધુનિક સારવાર જરૂરી
કોરોના મહામારીની સામે માનવી જ્યારે લડી રહ્યો છે ત્યારે હવે ફરી એક નવી બિમારી જે મહામારી સ્વરૂપ બની છે જેને કાળી ફૂગ એટલે કે મ્યુકરમાઈકોસીસ તરીકે ઓળખવામાં આવે છે કોરોનાના દર્દીઓમાં વધુ પડતી સ્ટીરોઈડ તેમજ ઓક્સિજનના પ્રવાહ વધુ પ્રમાણમાં દર્દીઓને આપવાથી મ્યુકરમાઈકોસીસની અસર થતી જોવા મળે છે. ખાસ તો કોવિડના ૨ થી ૩ અઠવાડિયા બાદ જ્યારે દર્દીને આંખ તરફ સોજો, નાક મારફત સાયનસમાં સોજો, દુ:ખાવો કે માથુ દુ:ખવું, આવા લક્ષણો જણાય ત્યારે કાળી ફૂગની અસર થતી જણાય છે. મનુષ્યના શરીરમાં આવા લાખો ફૂગ જોવા મળતી હોય છે. ત્યારે તબીબોનું કહેવાનું એ છે કે, તાત્કાલીક સારવાર કરાવવાથી આ રોગને વકરતો અટકાવી શકાય છે. આ રોગમાં દર્દીને નાક મારફતે લેઝર એન્ડોસ્કોપી દ્વારા ઓપરેશન કરી ગંભીર પરિસ્થિતિમાંથી બચાવી શકાય છે. તેમજ પ્રાણીઓમાં પણ ફૂગનો રોગ જોવા મળતો હોય છે.
હાલ કાળી ફૂગની સમકક્ષ સફેદ અને પીળી ફૂગ પણ જોવા મળી રહી છે ત્યારે થોડા સમય પહેલા જ ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદ ખાતે પીળી ફૂગનો એક કેસ નોંધાયો હતો. હવે જોવાનું એ છે કે, કાળી, સફેદ અને પીળી ફૂગના લક્ષણો સામાન્ય રીતે મહદઅંશે એક સરખા જ હોય છે. ત્યારે તાત્કાલીક ધોરણે નિષ્ણાંત ડોકટરની સલાહ લેવી હિતાવહ છે. હાલ મ્યુકરમાઈકોસીસના કેસ ગુજરાત રાજ્ય ખાતે વધુ જોવા મળી રહ્યાં છે. જેમાં ખાસ કોરોના બાદના દર્દીઓમાં આ રોગ વધુ પડતો જોવા મળે છે.
સામાન્ય રીતે પ્રાણીઓમાં શ્ર્વાનમાં આ રોગ વધુ જોવા મળે છે. વધુ પડતા પાણીમાં બેસી રહેવાથી તેમજ ભેજવાળા વાતાવરણમાં આવવાથી શ્ર્વાનની ચામડી પર ફૂગની અસર થાય છે ત્યારે એન્ટીફંગલ શેમ્પુ વડે તેને નવડાવવાથી આ ફૂગને અટકાવવામાં આવે છે. પ્રાણીઓમાં ફૂગ જીવલેણ થતી નથી જો સમયસર તેની સારવાર કરી આપવામાં આવે તો.
આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે, ફૂગની અસર થતાં જ વહેલાસર સારવાર અત્યંત જરૂરી હોય છે. એલોપેથીની દવાઓ સાથે આયુર્વેદની દવા જેવી કે, ગંધક રસાયણ ટેબલેટ, ગાયનું ઘી, કોપરેલ તેલનું નાક પર લગાવી આને અટકાવી શકાય છે.
તેમજ જો જટીલ રીતે આ શરીરમાં વકરે તો ઓપરેશન કરાવવું જરૂરી બની જાય છે. મનુષ્યએ તેનાથી ગભરાવવું નહીં પરંતુ સજાગ રહેવું અત્યંત જરૂરી છે. સમયસર સારવાર મેળવી જો તાત્કાલીક નિદાન કરવામાં આવે તો મનુષ્યને આ રોગમાંથી બચાવી શકાય છે.
ફૂગ થવાના કારણો અનેક છે પરંતુ ત્વરિત સારવાર કરવાથી આ દર્દને નાબૂદ કરી શકાય છે : ડો.હિમાંશુ ઠક્કર
કોરોના ની પહેલી લહેર માં પણ ફંગસ ની અસર જોવા મળી હતી પરંતુ સેક્ધડ લહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમા કાળી ફંગસ ની અસર જોવા મળી રહી છે કાળી ફૂગ વૈજ્ઞાનિક ભાષામાં જેને મ્યુકર માઇકોસીસી પણ કહેવામાં આવે છે કાળી ફૂગ જુનો રોગ છે પરંતુ કોરોના માં વધારે પડતો અત્યારે જોવા મળી રહ્યો છે કાળી ફૂગ એ નાક વાટે સાઇનસમાં થઈ આંખમાંથી ત્યારબાદ મગજમાં જઈ શકે છે તેમજ ફેફસામાં પણ જઈ શકે છે શા માટે કાઢી ખૂબ થતી હોય છે તને કેમ કોરોના ના દર્દીઓ માં જ જોવા મળે છે કેમ કે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તે સમયે તેમને સ્ટેરોઇડ્સ આપવામાં આવતા હોય છે સારવાર માટે જરૂરી પણ છે જો દર્દીને ડાયાબિટીસ પણ હોય અને સ્ટીરોયડ આપીએ તો ડાયાબિટીસમાં પણ વધારો થતો હોય છે ત્યારે આવા દર્દીઓમાં ખાસ કરીને ફંગસ ની અસર જોવા મળે છે જે ડાયાબિટીસના દર્દીઓ નથી એવા દર્દીઓમાં પણ સંઘર્ષ જોઈ શકાય છે પરંતુ ખાસ જે કોરોના ના દર્દી નથી અને જેને ડાયાબિટીસ છે તેઓને ફંગસ ની અસર ખુબ જોવા મળે છે પહેલા વયોવૃદ્ધ માં મંગળ ની અસર જોવા મળતી હતી પરંતુ હવે સામાન્ય રીતે દરેક વ્યયની વ્યક્તિમાં જોવા મળે છે શરીરમાં જે ભાગે ફંગસ થાય છે ફંગસ થવાનું કારણ ડાયાબિટીસ , ઓક્સિજન દ્વારા કંટાઈમેન્ટ વોટર જેનો નાક માં ફ્લો જતો હોય તેમજ કોરોના બીમારી થકી કાળી ફંગસ થતી હોય છે જેમાં ફેરીટીન લેવલ વધે રક્તવાહિની અને સંકોચ કરી અને એ ભાગમાં લોહી ન પહોંચે એ ભાગમાં ફેરફાર જોવા મળે તે ભાગ આખો નેક્રોસિસ થઈ જાય જે કારણે કાળી ફૂગ થતી હોય છે કારણો અનેક છે પરંતુ સારવાર ત્વરિત કરવાથી દર્દીઓ સાજા થઇ શકે છે કોરોના જેમને થયો છે તેમને ડાયાબિટીસ રેગ્યુલર ચેક કરવાનું રહેશે નિદાન માટે નાકને દૂરબીન વડે તપાસ કરવામાં આવે છે લેજર એન્ડોસ્કોપી કહેવામાં આવે છે એ મારે પણ જરૂરી કાળી ફુગ ની અસર જોવા મળે તો નાકમાં દૂરબીન વડે ઓપરેશન કરવામાં આવે છે જે જગ્યા પર ખૂબ થઇ છે તેને ઓપરેશન વડે કાઢી નાખવામાં આવે છે તેમજ કાળી ફંગસ હોય તેને ફંગસ ની દવાઓ તેમજ ફૂગ ના ઈન્જેકશન આપવાના હોય છે આ રોગ ડરવાની જરૂર નથી તેમજ ગભરાવાની જરૂર નથી આરોગતાં સજાગ થવું જરૂરી તાત્કાલિક ધોરણે સારવાર કરાવી તેમજ ઓપરેશન કરાવવાથી આ દર્દને નાથી શકાય છે સામાન્ય રીતે કાઢી અને સફેદ ફૂગ માં કોઈ વધુ ફેરફાર જોવામાં આવતા નથી આ ત્રણેયમાં દર્દીને ચિંતન જે જોવા મળે છે તે એકસરખા જ હોય છે ઉઘના રોકી ડરવાની જરૂર નથી વ્યક્તિએ સજા થવાની જરૂર છે.
આયુર્વેદના વિવિધ ઉપચાર ફુગ દર્દીને મદદ રૂપ બની શકે છે: ડો. જયેશ પરમાર (આયુષ)
હવા, પાણી, ધુળ, ધુમાળો, ભેજવાળુ વાતાવરણ, થકી ફુગનો રોગ થાય છે. માનવીય શરીરમાં અનેક પ્રકારની ફુગ હોય છે. પરંતુ યોગ્ય વાતાવરણ ન મળતા ઘણા બધા લોકોનો રોગપ્રતિકારક શકિત નબળી હોવાને કારણે ફુગની અસર તેમાં જોઇ શકાતી હોય છે. તેમજ અન્ય રોગથી પીડાતા હોય અને બીજા રોગના સારવાર દરમિયાન ઇમ્યુનીટી નબળી પડી હોય અને ખાસ કરીને ડાયાબીટીસથી પીડાતા લોકોની અંદર આ રોગ જોવા મળે છે. આર્યુર્વેદમાં પણ ફુગનું નિદાન વહેલી તકે કરવાનું કહેવામાં આવે છે. ત્વરીત સારવાર કરવાથી જરુરી છે. કોરોના થયો હોય, ડાયાબીટીસ હોય તેવી વ્યકિતમાં ફુગનો રોગ જોવા મળે છે.
ફુગના લક્ષણો દેખાતા તાત્કાલીક ધોરણે તેની સારવાર લેવી જરુી છે. જો જટીલ ફુગની અસર જોવા મળે તો ઓપરેશન કરાવું જરુરી આયુવર્.ેદની દવા જેવી કે ગાયનું ઘી, કોપરેલનુઁ નસીય આપવું, નાક પર લગાવું તેમજ આયુર્વેદમાં ગંધક રસાયણ, ટીકળી છે. અન્ય આયુર્વેદ ઉપચાર વડે ફુગને નાથી શકાય છે. હવાની સાથેના કોન્ટેકટને કાપી નાખવામાં આવે તો ઝડપથી કેસમાં સુધારો જોવા મળે છે. આવી લાખો ફુગ માનવીના શરીર પર જોઇ શકાય છે. તે માટે કલર પર ભાર દેવો જરુરી નથી માત્ર તાત્કાલીક સારવાર લઇ આને રોકી શકાય છે.
એન્ટ્રી ફંગસ શેમ્યુનો ઉપયોગ પ્રાણીઓમાં ફંગસ થતુ અટકાવે છે: ડો. અરવિંદ ગડારા
પ્રાણીઓને પણ ફુંગની બીમારી થતી હોય છે. સામાન્ય રીતે કહી તો પ્રાણીઓમાં પણ ફંગસ ઇન્ફેકશન જોવા મળે છે. વધુ પડતા જો પ્રાણી પાણીમાં બેસી રહે તો ફંગસ તેમના ચામડી પર જોવા મળે છે. તે દવાથી મટી શકે છે. પ્રાણીઓમાં ફંગલ ઇન્ફેકશનનો મોટો ખતરો જોવામાં આવતો નથી. કુતરાઓમાં ફંગસ ઇન્ડેશન એ ચામડીનો રોગ હોય છે. વધારે પડતા ભેજવાળા વાતાવરણમાં રહેવાથી ફંગસ ઇન્ફેકશન થાય છે. જો પ્રાણીમાં પરસેવો વધુ જોવા મળે તો તેમને ફંગસની અસર થતી હોય છે. પ્રાણીઓને એન્ટ ફંગસ શેમ્પુથી અઠવાડીયામાં બે વખત નવરાવા જરુરી તેમજ પ્રાણીઓમાં ફંગસ ઇન્ફેકશન જીવલેણ થતું નથી.
મ્યુકો ઓપરેટીંગ ગ્રુપ બનાવી દર્દીઓને ઝડપથી સારવાર આપી રહ્યા છે: ડો. ભરત કાકડીયા
ફંગલ ઈન્ફેકશન વર્ષોથી માનવી સાથે જોડાયેલું છે. સામાન્ય રીતે સમાજમાં અથવા આપણી આસપાસ જોવા મળતુ નથી જેના લીધે હાલ આપણને ફૂગથી વધુ ભય લાગે છે. જનજાગૃતી જરૂરી છે. ફંગસ સામે લડવા માટે વહેલી તકે નિદાન કરાવું જરૂરી છે. શરૂઆતનાં સમયમાં સારવાર સમયસર લેતા સંપૂર્ણ ફંગલ ઈન્ફેકશન પર કાબુ મેળવી શકાય છે. ફંગલની વિશાળ દુનીયા છે. ફંગસનો રાજા એટલે મ્યુકરમાઈકોસીસ સૌથી વધારે જોખમી પણ છે.
સારવાર પણ ખર્ચાળ અને ખૂબ અધરી છે. જે માત્ર ઈન્જેકશનથી કરવામાં આવે છે. વિવિધ ફંગસની સારવાર ટેબલેટ, ટયુબ અન્ય દવાઓથી થઈ શકે છે.
ફંગસના લક્ષણોની જો વાત કરીએતો નાકમાં સાઈનસમાં અસર કરે તો નાક બંધ થઈ જવું નાકમાંથી પાણી નીકળવું દુર્ગધ આવી સામાન્ય લક્ષણમાં માથાનોદુ:ખાવો ચહેરાનો દુ:ખાવો થતો હોય છે. કોવિડ વાળી વ્યકિતને જો બેથી ત્રણ અઠવાડીયામાં કાળી ફંગસના લક્ષણો બતાય તો તાત્કાલીક ધોરણે સારવાર લેવી જરૂરી છે.
જો ફંગસની જગ્યાએ નેકોસીસ થઈ જાય તો ઓપરેશન કરાવું અનિવાર્ય બને છે. આ એક જાતની મહામારી સમાન છે. જો સમયસર આ વિરૂધ્ધમાં પગલા લેવામાં ન આવે તો અમને ૨ મહિના પહેલા આનો અણસાર આવી ગયો હતો ત્યારે રાજકોટના અમે પાંચ ડોકટર મળીને મ્યુકો. ઓપરેટીંગ ગ્રુપ બનાવી દર્દીઓની સારવારમાં લાગી પડયા છીએ. જેનો ખૂબ ફાયદો જોવા મળ્યો છે. અને વધુ દર્દીઓને આ બીમારીથી બચાવ્યા છે.