પ્રેમી પ્રેમીકાની વીડીયો કિલપ બનાવી બાદમાં રૂપીયાની માંગ કરવાની ફરિયાદ પાટડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ
આજથી વીસેક દિવસ પહેલા સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામા એક શખ્સ પર નકલી પોલીસ બનીને પ્રેમી તથા પ્રેમિકાની વિડીયો ક્લિપ બનાવી બાદમા તેઓ પાસે રૂપિયાની માંગ કરવાની ફરીયાદ પાટડી પોલીસ સ્ટેશને નોંધાઇ હતી આ બનાવ ગત ૩૧ ડીસેમ્બરના રોજ બપોરના સમયનો છે જેમા પાટડી તાલુકાના આસપાસ ખેતર વિસ્તારમા એક આઘેડ તથા તેની પ્રેમિકા મળવા માટે ગયા હતા. આ બંન્ને પ્રેમિ યુગલો જે સ્થળે પોતાની રંગરેલીયા મનાવતા હતા તે જગ્યાના માલિકને આ બાબતની જાણ થતા પોતાની જમીનમા ગેરકાયદેસર પ્રવેશ કરી રંગરેલીયા મનાવતા હોવાથી અહિના સ્થાનિકે પોતાના મોબાઇલમા પુરાવા માટે વિડીયો ગ્રાફી કરી તમામ હકીકત કેદ કરી હતી આધેડ પ્રેમી તથા તેઓની પ્રેમિકા પોતાની કામલીલામા મગ્ન હતા તેવામા સ્થાનિક પોતે અહિ સ્થળ પર પહોચી તમામ ગતિવીધી પોતાના મોબાઇલમા કેદ કરી લીધી જ્યારે સ્થાનિક શખ્સે બંન્ને પ્રેમિ યુગલને પાટડી પોલીસનુ કહેતા બાદમા તેઓને ડરાવીને છોડી મુકતા બાદમા આધેડ પ્રેમિ દ્વારા પાટડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોલીસને ખોટા ભરમાવી સ્થાનિક પર ફરીયાદ નોંધાવી હતી જે ફરીયાદમા આધેડ પ્રેમી દ્વારા જણાવ્યુ હતુ કે પોતે પોતાની પ્રેમિકાને બાવળની ઝાડીમા મળવા ગયા હતા જ્યા એક શખ્સે બંન્નેની વિડીયો ક્લીપ ઉતારી આધેડ પ્રેમીને જાતિપ્રત્યે અપમાનિત કરી રુપિયાની માંગ કરી બ્લેકમેઇલ કરવાની કોશીસ કરી હતી. જોકે આધેડ પ્રેમી દ્વારા પોતાની ફરીયાદમા પ્રેમિકાના નામનો ક્યાય પણ ઉલ્લેખ કયોઁ નથી જ્યારે આ બાબતની ઉંડાણ પુર્વક તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે આધેડ પ્રેમી વિરમગામ તાલુકાના પાસે આવેલા ગામનો રહેવાસી છે અને પોતે પરણીત છે સાથે પોતાને મળવા આવેલ પ્રેમિકા પણ પરણિત હોવાની સાથે પાટડી તાલુકાના આસપાસ વિસ્તારમા જ સરકારી હોદ્દો પણ ધરાવે છે. જ્યારે પોતાની બદનામી અને સરકારી હોદ્દા પરથી હાથ ન ધીવા પડે તે માટે ફરીયાદમા ક્યાય પણ પ્રેમિકાના નામનો ઉલ્લેખ કરાયો નથી આ બાબતમા પ્રેમી યુગલ પર પણ અનેક સવાલો ઉદ્દભવ થાય છે જેમા બંન્ને પરણીત હોવા છતા પણ આ રીતે એક બીજા સાથે પ્રેમ સબંધ રખી શકે ? તેઓને બાવળની ઝાડી સિવાય પાટડીની અન્ય કોઇ સારુ લોકોની અવર-જવર હોય તેવુ સ્થળ બેસવા માટે મળ્યુ નહિ હોય ? આ બંન્ને પ્રેમિ યુગલ પરણિત હોવા છતા મંડપમા સાત ફેરા લેનાર પોતાના જીવન સાથી સાથે આટલો મોટો દગો કરી તેઓની પીઠ પાછળ ઉપર આકાશ અને નીચે જમીનની ઓથમા રંગરેલીયા મનાવે તે કેટલુ યોગ્ય ગણાવી શકાય ? જોકે આ બાબતે પોલીસે પણ જીણવટભરી તપાસ નથી કરી પરંતુ જે ફરીયાદમા પ્રેમિકા તરીકેનો ઉલ્લેખ કરાયો છે તે મહિલા સરકારી અધિકારી હોવા છતા પણ જો આ રીતે કોઇપણ અજ્ઞાત સ્થળે પોતાના પ્રેમિ સાથે રંગરેલીયા મનાવતા હોય તો પછી તેઓના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.