ભારતીય સંસ્કૃતિત અનુસાર એવું કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ સાથે નથી રહી શકતા એટ્લે તેને “મા” બનાવી જે બાળકને જન્મ આપવા સક્ષમ છે, આ ઉપરાંત એવું પણ કહેવી છે કે સ્ત્રી ત્યારે જ સંપૂર્ણ સ્ત્રી કહેવાય છે જ્યારે તે માતૃત્વ પ્રાપ્ત કરે છે. આ બધુ તો ઠીક પરંતુ શું એક અત્રિ જ્યારે ગર્ભવતી થાય છે તે સમયથી લઈ આજીવન એનું જીવન પહેલા જેવુ જ સામાન્ય રહે છે કે પછી તેમાં શારીરિક અને માનસિક ફેરફારો આવતા રહે છે? તો એનો જવાબ છે હા એવા કેટલાક ફેરફારો છે સ્ત્રીઓમાં ગર્ભા વસ્થા અને ડીલેવરી બાદ આવે છે જેના કારણે કેટલીક બીમારીઓ થવા પાત્ર પણ છે. તે સમય દરમીયન સ્ત્રીમાં સાયકોલોગિકલ અને હોર્મોનિકલ બદલાવ આવે છે. આ ઉપરાંત કેટલાક શારીરિક બદલાવ પણ આવે છે.
ગર્ભાવસ્થા દરમિયાન તેમજ ડિલિવરી બાદ 50-80% સ્ત્રીઓની ફર્યાદ હોય છે કે તેઓને કઈ યાદ નથી રહેતું. જેનું મુખ્ય કારણ એ સમયગાળા દરમિયાન મગજની રચનામાં પણ થોડા ફેરફારો થયા હોય છે.
મેડિકલની ભાષામાં જોઈએ તો યાદ શક્તિ ખોવાય તેને એમ્નેસિયા કહેવાય છે જ્યારે તે સ્થિતિ ગર્ભવસ્થ દરમિયાન થાય છે ત્યારે તેને મોમનેસિયા અથવા પ્રેગનેન્ટ બ્રેઇન કહેવામા આવે છે.
એક અભ્યાસ દરમિયાન 412 પ્રેગનેન્ટ સ્ત્રી, 272 માતાઓ અને 386 સામાન્ય સ્ત્રીઓનું આ બાબતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રેગનેન્ટ સ્ત્રીઓની સ્થિતિ સૌથી ખરાબ જણાઈ હતી.તેના દ્વારા એ સાબિત થાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં ફંક્શનલ ચેન્જ આવે ચેયને તેની અસર તેના મગજ અને શરીર પર પડે છે. આ ઉપરાંત અભ્યાસમાં સમાવિષ્ટ સ્ત્રીઓના એમ.આર.આઈ. પણ કરવામાં આવ્યા હતા જેમાં ગર્ભવતી સ્ત્રીમાં કેટલીક ગ્રે મેટર ખોવાયેલી દેખાની હતી જે મુખ્યત્વે તાર્કિક ક્રિયા દર્શાવતી હોય છે.
મોમનેસિયા….
ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોન્સ ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. જેમાં તે મગજને જાગૃત રાખવાની પૂરી કોશિશ કરે છે. જે અવસ્થામાં મગજ શુસુપ્ત અવસ્થામાં માતાને તેના બાળક સાથે બાંધીને રાખે છે. તેમજ તેની જીવનશૈલીમાં પણ અનેક બદલાવ આવે.
આ મેમરી લોસથી બચવા શું કરવું??
મહત્વની બાબતો લખીને રાખો…
ઘરીની વસ્તુઓને એ રીતે ગોઠવો કે તરતજ દેખાય આવે અને તે બાબતની ટેવ પડી જાય.
કોઈ પણ વ્યક્તિને પહેલી વાર મળો ત્યારે ત વ્યક્તિને અનુલક્ષી કોઈ પણ વસ્તુનું પ્રેતિક શોધો એ વ્યક્તિ યાદ રહી જશે.
અનિન્દ્રાનો ભોગ ન બનો.
કસરત અને વ્યાયામ કારો જેના કારણે શારીરિક અને માનસિક તાજગી અનુભવશો.
વસ્તુઓને ભૂલવી એ ગર્ભાવસ્થા અરમિયાન સામાન્ય બાબત છે તેનાથી ગભરાવા કરતાં ડોક્ટરની સલાહ લેવી યોગ્ય છે અને જરૂર પડે તો મનોરોગીની પણ સલાહ લઈ શકાય છે.
કારણકે માતા શુખી હશે તો જ બાળક સ્વસ્થાને તંદુરસ્ત જન્મશે…