કોરોના ફેફસાને અસર કરે છે, તેનું સંક્રમણ શરીરમાં ફેલાતા ઓક્સિજન લેવલ ઘટવા લાગે છે: શ્ર્વાસ એ જ જીવન પ્રાણવાયુ એક માત્ર જીવન ટકાવવા માટે જરૂરી
કોરોનાના પ્રભાવથી કોઈ અજાણ નથી. કોરોના એક ગંભીર મહામારીના સ્વરૂપમાં લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. કોરોનાનો સીધો અસર ફેફસા ઉપર થાય છે અને શ્વાસ લેવા અથવા છોડવામાં તકલીફ અનુભવાય છે. એના કારણે શરીરમાં ઓક્સીજન લેવલ ઓછું થવા લાગે છે અને પરિસ્થતિ અત્યંત ખરાબ બની જાય છે.
શ્વાસ એજ જીવન. પ્રાણવાયુ એક માત્ર સાધન છે જેના કારણે માનવને જીવનનો અસ્તિત્વ છે. પ્રાણવાયુનો પ્રવાહને સંતુલિત રાખવું એ અત્યંત જરૂરી છે. પ્રાણાયામ આ એક સરળ અને સહજ પ્રક્રિયા છે જેના માધ્યમથી શરીરમાં પ્રાણવાયુને સંતુલિત રાખી શકાય છે. યોગમાં પ્રાણાયામને મહત્વ આપવામાં આવ્યું છે. જો નિયમિત રીતે પ્રાણાયામના અભ્યાસ કરવામાં આવે તો અનેકો લાભમળી શકે છે.
અનુલોમ-વિલોમ પ્રાણાયામ: યોગ શાસ્ત્ર અનુસાર શરીરમાંબોતેર હજાર નાડીઓ છે જેમાં ઈડા, પિંગલા અને સુષુમ્ના મુખ્ય નાડીઓ માનવામાં આવે છે. પ્રાણાયામ દ્વારા નાડીઓનો શુદ્ધિકરણ થાય છે અને શરીર વ્યાધિમુક્ત બને છે. યોગમાંરેચક (શ્વાસને બાહર કાઢવું), પુરક (શ્વાસને અંદર લેવું), અને કુંભક (શ્વાસને રોકવું)નો પણ ઉલ્લેખ છે જેનો અભ્યાસ પ્રાણાયામમાં કરવામાં આવે છે. અનુલોમ-વિલોમને નાડી શુદ્ધિ પ્રાણાયામ પણ કેહવામાં આવે છે જેનો અભ્યાસ થી નાડીઓ શુદ્ધ થાય છે.
અનુલોમ-વિલોમ કરવાની રીત: કોઈ પણ સ્થિતિમાં જેમકે સુખાસન, અર્ધ પદ્માસન, પદ્માસન, કે વજ્રાસનમાં ટટ્ટાર બેસીને અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરી શકાય છે.
નાસિકા પર હાથની સ્થિતિ: અનુલોમ-વિલોમ માટે હસ્તમુદ્રાનો વિશેષ મહત્વ હોય છે. જમણા હાથની અંગુલીઓને વિષ્ણુ મુદ્રાબનાવી અગુંઠા જમણા નાસિકા પર સ્પર્શ કરીને રાખવું.
અનુલોમ-વિલોમનીવિધિ: ડાબી નાસિકાથી ઊંડો શ્વાસ લેવું, જમણો નાસિકાથી શ્વાસ બાહર કાઢવો, જમણો નાસિકાથી શ્વાસ અંદર લેવું, ડાભી નાસિકાથી શ્વાસ બાહર કાઢવો.
આ એક આવૃત્તિ કેહવાય છે. આજ રીતે સમયની અનુકુળતા મુજબ 5 થી 10 મિનીટ સુધી અનુલોમ-વિલોમનો અભ્યાસ કરી શકાય છે. આ એક સામાન્ય વિધિ છે. પણ આ પ્રાણાયામને રેચક, પુરક અને કુંભકના અભ્યાસ સાથે પણ કરી શકાય છે., ડાભી નાસિકાથી શ્વાસ અંદર લેવું, શ્વાસને અંદર રોકવું, જમણી નાસિકાથી શ્વાસ બાહર કાઢવું, શ્વાસને બાહર રોકવું, જમણી નાસિકાથી શ્વાસને અંદર લેવું, શ્વાસને અંદર રોકવું, ડાભી નાસિકાથી શ્વાસને બાહર કાઢવું, શ્વાસને બાહર રોકવું.
રેચક, પુરક અને કુંભક સાથે અનુલોમ-વિલોમનો અભ્યાસ 5થી 10 મિનીટ સુધી કરી શકાય છે. ધ્યાન રાખવા યોગ્ય બાબત: હૃદય રોગ, બ્લડ પ્રેશર, અસ્થમા અથવા અન્ય કોઈ ગમ્ભીર બીમારી હોય તો પ્રાણાયામ કરતી બખતે શ્વાસ રોકવું હિતાવહ નથી.
સમય: અનુલોમ-વિલોમ માટે સવારે અથવા સાંજનો સમય ઉપયુક્ત છે. સ્થળ: હવાદાર સ્થળ પર પ્રાણાયામનો અભ્યાસ કરવું જોઈએ જેથી શુદ્ધ પ્રાણવાયુ મળી શકેછે. લાભ: અનુલોમ-વિલોમ પ્રાણાયામથી સ્ફૂર્તિ વધે છે. થાક ઓછો થાય છે. શરીરમાં પ્રાણઊર્જાનો સંચાર થાય છે. ફેફસાને ફાયદો થાય છે. અનુલોમ-વિલોમ અભ્યાસથી ફેફસા મજબૂત બને છે. શ્વાસની તકલીફમાં રાહત આપે છે. શરીરમાં ઓક્સીજનનો સ્તર વધારે છે.
સ્વસ્થ રહો, પ્રસન્ન રહો અને પ્રાણાયામ કરતા રહો. ભય મુક્ત બની સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક રહીને કોરોના જેવી મહામારીથી બચી શકાય છે.
પ્રાણાયામ વિશે માર્ગદર્શન માટે લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેક્ટ લાઈફ, રેસકોર્સ રીંગ રોડ, રાજકોટનો સંપર્ક કરવા અનુરોધ છે. સંપર્ક: ફોનનં. 0281 – 2479133, મો. નં. 85 11 33 11 33.