બિહારના મુઝફ્ફરપુર જિલ્લો હાલ લીચીની સાથોસાથ ઈન્સેફેલાઈટિસ બીમારીને કારણે પણ ચર્ચામાં છે, જેને કારણે અત્યારસુધીમાં 67 બાળકોના મોત થયા છે અને તેને માટે લીચીને જવાબદાર માનવામાં આવી રહી છે. એવામાં શું તમે પણ એવું વિચારી રહ્યા છો કે લીચી ખાવી જોઈએ કે નહીં? લીચીમાં પાણીની સારી માત્રા હોય છે. તે વિટામીન સી, પોટેશિયમ અને નેચરલ સુગરનો પણ સારો સોર્સ છે. છતા લીચી ખાતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવામાં ન આવે તો લીચી ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. તો લીચી ખાતા પહેલા તમે પણ જાણી લો તેના ફાયદા અને નુકસાન.

લીચીમાં રહેલા વિટામિન્સ, લાલ અને રક્ત કોશિકાઓના નિર્માણ અને પાચનની પ્રક્રિયા માટે જરૂરી છે. તેને કારણે બીટા કેરાટીનને શરીરના અંગોમાં સંગ્રહિત કરવામાં મદદ મળે છે. ફોલેટ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. નાનકડી લીચીમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન સી, વિટામિન એ અને બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન જેવા પોષક તત્વો રહેલા છે, જેને કારણે લીચીને સ્વાસ્થ્યનો ખજાનો પણ કહેવામાં આવે છે.

લીચી એક સારું એન્ટીઓક્સિડન્ટ પણ છે. સાથે જ તે રોગ પ્રતિકારક પ્રણાલીને જાળવી રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં પરંતુ લીચી આપણા સ્વાસ્થ્યની સાથોસાથ આપણા ફિગરનું પણ ધ્યાન રાખે છે. તેમાં ફાયબર પણ સારા પ્રમાણમાં હોય છે, જે ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. તેમજ તેમાં રહેલું ફાયબર શરીરની અંદરની સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.

આ તો થયા લીચી ખાવાના ફાયદા પરંતુ, જો તમે ડાયાબિટીસથી પીડાતા હો તો તમારે લીચીથી દૂર રહેવું જોઈએ, કારણ કે લીચીના કારણે શરીરમાં બ્લેડ સુગરનું લેવલ અસંતુલિત થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.