આ દિવસોમાં સ્વસ્થ રહેવા માટે અનેક પ્રકારની થેરાપીનો લોકો સહારો લેતા હોય છે. જો કે પ્રાકૃતિક ચિકિત્સક લોકો એન્ટીબાયોટિક દવાઓની અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ્સથી બચાવવાનું કામ કરે છે. આ ઉપરાંત અનેક થેરાપી એવી હોય છે જે તમારી સ્કિન અને હેલ્થને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. આ થેરાપીનું રિઝલ્ટ પણ તમને જલદી મળી જતુ હોય છે. આ સાથે જ અનેક ગંભીર બીમારીઓથી પણ તમને બચાવે છે. આવી જ એક પ્રાકૃતિક ચિકિત્સમાં એક છે મડ થેરાપી. તેમજ મડ થેરાપીમાં શરીરને ડિટોક્સ કરીને માનસિક તેમજ શારિરિક રીતે ફાયદો પહોંચે છે.
મડ થેરાપીમાં ખાસ કરીને માટીનો ઉપયોગ થાય છે
મડ થેરાપી માટે માટી જમીનથી લગભગ 4 થી 5 ફૂટ નીચેથી નિકાળવામાં આવે છે. તેમજ આ માટીમાં અનેક પ્રકારના મિનરલ્સને એક્ટિનોમાઇસિટેસ મેળવવામાં આવે છે. તેમજ આ માટી માખણની જેમ સ્મૂધ હોય છે. આની પેસ્ટ બનાવીને શરીરના અંગો પર લેપ કરવામાં આવે છે.
મડ થેરાપીના સ્વાસ્થ્ય લાભ
આ થેરાપી શરીરને ઠંડી કરીને, બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા, સ્ટ્રેસ દૂર કરવામાં મદદ કરે છે. તેમજ મડ થેરાપી પ્રાકૃતિક ચિકિત્સાના મુખ્ય અંગોમાંથી એક માનવામાં આવે છે. મડ થેરાપીમાં કબજીયાતની સમસ્યા, સ્ટ્રેસ, માથાનો દુખાવો, ઊંઘ ના આવવી, અનિદ્રા, સ્કિન ડિસીઝની ટ્રિટમેન્ટ કરવામાં આવે છે. આમ, મડ બાથ કરવામાં આવે તો સ્કિન, મસલ્સ, જોઇન્ટ્સ અને મગજ માટે મેડિસીનનું કામ કરે છે.
ખીલમાંથી છૂટકારો અપાવે
મડની પેસ્ટ તમારા ચહેરા પર થતા ખીલમાંથી છૂટકારો અપાવે છે. તેમજ મડ થેરાપી આ માટે બેસ્ટ સાબિત થાય છે. આ સાથે જ તમારી સ્કિનને નેચરલી રીતે ગ્લોંઇગ બનાવે છે.
પાચન તંત્ર સારું કરે
પેટના નીચેના ભાગમાં મડ પેક લગાવવાથી પાચન તંત્ર સારુ રહે છે. આ સાથે પેટમાં ગેસ તેમજ દુખાવો થવાની સ્થિતિમાંથી પણ રાહત મળે છે.
કબજીયાતની સમસ્યામાંથી રાહત
તમને હંમેશા કબજીયાતની સમસ્યા રહે છે તો મડ થેરાપી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ ઉપરાંત મડ થેરાપીથી તમે કબજીયાતની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.