કડવો લીંબડોએ ભારતની કુદરતી ધરોહર છે. આમ તો લીંબડો કડવો છે પરંતુ એ ઝાડના દરેક ભાગનો સ્વાસ્થ્ય માટે ઉપયોગ થાય છે. ઝાડના મૂળથી લઇ ઝાડના ફૂલ, તેમાં પાંદ છાલ લાકડું દરેકનો સમાવેશ થાય છે. ત્યારે અહિં આપણે કડવા લીંબડાના કોલ વિશે વાત કરી અને એની સિઝન એટલે શિયાળો જે શરુ થઇ ચુક્યો છે તો આ શિયાળે લીંબડાનાં કોલનાં ફાયદા જાણી તેનો ઉપયોગ કરવાનું શરુ કરી દો……
– પાચનક્રિય માટે ઉત્તમ આર્યુવેદિક થેરાપી છે. લીંબડાના કોલને સુકવી તેનો પાઉડર બનાવી ભાતના જુદા-જુદા સ્વરુપ સાથે લેવાથી ફાયદો થાય છે.
– સુકા ફૂલ આંખ માટે ખૂબ સારા છે.
– સૂકા કોલને લીંબડાના પાન સાથે પીસી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ખીલ, મીંજ જેવા પ્રશ્નોથી છૂટકારો મળે છે.
– લીંબડાના સુકા કોલનાં પાઉડરને તેલમાં મીક્સ કરી એરોમાં થેરાપીમાં પણ ઉપયોગમાં લેવામાં આવે જે મનની શાંતિ આપે છે. આ ઉપરાંત નેચરલ ક્રિમમાં પણ ઉપલબ્ધ છે
– વાળમાં થતા ખોળા, ખંજવાળ માટે લીંબડાના પાન સાથે કોલનો પાઉડર મીક્સ કરી લગાવવાથી રાહત મળે છે.
– એક શ્ર્વાસ નવરોકા પાણીમાં કોલનો પાઉડર મીક્સ કરી રોજ સવારે લેવાથી લીવરનું સ્વાસ્થ્ય સારુ બને છે. આ ઉપરાંત બ્લડ પ્યુરીફાઇંગ અને બોડીને અંદરથી સાફ કરે છે અને કબજીયાતની પ્રશ્નનું પણ નિવારણ કરે છે.
– રેગ્યુલરલી આ પાઉડર લેવાથી બ્લડ સરક્યુલેશન અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
– ડાયાબીટીસનાં દર્દીને પણ ગુણકારી છે કોલ જે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે.
– એલર્જી અને ખંજવાળને પણ દૂર કરે છે.
– રેશીશ પર લીંબડાનું મધમાં કોલ પાઉડર લગાવવાથી રાહત મળે છે જે એન્ટી બેક્ટેરીયલનું કામ કરે છે.
– વજન પણ ઘટાડે છે. તેમજ ચામડીની ડ્રાયનેસ દૂર કરે છે. ને ઓલ ઇન વન તો શરુ કરો આજથી જ.