મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગા શંકર મિશ્રા  લાઈટ હાઉસ પ્રોજેક્ટ, સ્માર્ટ સિટી રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, અટલ સરોવર, માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમની વિઝિટ કરી:લાભાર્થીઓ સાથે વાર્તાલાપ

મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સના સેક્રેટરીશ્રી દુર્ગા શંકર મિશ્રા રાજકોટ  ખાતે ચાલી રહેલા.વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા માટે  મુકાલાતે આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેઓ સવારે  લાઈટ હાઉસ પ્રોજેક્ટ, રોબર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, અટલ સરોવર, માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમની વિઝિટ કરી હતી ત્યાર બાદ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે તમામ વિઝિટ કરેલા પ્રોજેક્ટનું પ્રેઝેન્ટેશન નિહાળી માહિતી મેળવી હતી.

મુલાકાત દરમ્યાન લાઈટ હાઉસ પ્રોજેક્ટ ખાતે તૈયાર થઈ ગયેલ ત્રણ ટાવર અને સેમ્પલ ફ્લેટ નિહાળ્યા હતા.  તેની નવી ટેકનોલોજી અને પ્રોજેક્ટની વિવિધ માહિતી મેળવી હતી અને પ્રોજેકટની પ્રગતિથી સંતોષ અને ખુશી પણ વ્યક્ત કરી હતી. સાથોસાથ તેમણે લાઈટ હાઉસના લાભાર્થીઓ જેવા કે મજુરીકામ કરતા, ઘરકામ કરતા, બુટ પોલીસ કરતા લોકો સાથે પરામર્શ પણ કર્યો હતો.  કેન્દ્રના ટેકનોગ્રાફી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલા. આર. કે. યુનિ.ના જુદા જુદા દેશના છાત્રો, પ્રોફેસરો જેમાં નાઈજીરિયા, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને રાજકોટના છાત્રો સાથે વાતો કરી હતી. ત્યારબાદ સ્માર્ટ સિટી રોબર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની સ્થળ મુલાકાત કરી હતી.

અટલ સરોવર ખાતે સેક્રેટરીશ્રીએ લેઈકની વિઝિટ કરતા જણાવ્યું હતું કે કોઇ સ્માર્ટ સિટી એરિયામાં હરવાફરવાના સ્થળ પર એક સાથે 3 લેઈક હોય એવું ભાગ્યે જ બને છે જે સારી બાબત છે. ત્યારબાદ માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી હતી.

સેક્રેટરી  દુર્ગા શંકર મિશ્રાને મહાત્મા ગાંધી મ્યુઝીયમ બહુ ગમ્યું, તેમણે ત્યાં પ્રાર્થના સભા ગૃહ, તેમજ વિવિધ રૂમમાં રખાયેલ જુદીજુદી સ્મૃતિ કૃતિઓ  નિહાળી હતી.મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ગાંધી મ્યુઝીયમની યાદી માટે સેક્રેટરીને ચરખો ગીફ્ટ આપ્યો હતો. ત્યારરબાદ તેઓ ઙખ સ્વનીધી યોજનાના લાભાર્થીઓને જયુબેલી ખાતે રૂબરૂ મળ્યા હતા.

મુલાકાત દરમ્યાન મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સના સેક્રેટરી  દુર્ગા શંકર મિશ્રા સાથે દિલ્હીની ટીમમાં  આર.કે.ગુપ્તા,  કુલદીપ નારાયણ અને ગાંધીનગરની ટીમમાં  લોચન સેહરા, ભાવિન પટેલ, અનલ જોષી, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર,  ચેતન નંદાણી, સિટી એન્જી.  એમ. આર. કામલીયા,  અલ્પના મિત્રા,  વાય. કે. ગૌસ્વામી,  એચ. એમ. કોટક,  બી. ડી. જીવાણી, પર્યાવરણ ઇજનેર નીલેશ પરમાર, ડી,વાય.એસ.પી આર. બી. ઝાલા અને નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.