આપણાં શાસ્ત્રો આઠ પ્રકારનાં વિવાહ છે. જેમાં બ્રાહ્મ દૈવ-આર્ષ, પ્રાજાપત્ય, આસુરી, ગાર્ધવ, રાક્ષસીઅને પિશાચ વિવાહનો સમાવેશ છે. જેમાં પહેલા ચાર પ્રકારનાં વિવાહને ઉત્તમ અને છેલ્લા ચાર વિવાહને અધમ ગણવામાં આવે છે.
માનવજીવનમાં ૧૬ સંસ્કારો પૈકી લગ્ન સંસ્કાર વિધિનું મહત્વ છે. આપણાં જીવનનું અંતિમ ધ્યેય મોથી પ્રાપ્તિ છે. આ ધ્યેય મેળવવા માર્ગ વચ્ચે આવતી મુશ્કેલી નિવારવા જન્મોજન્મથી જીવની સાથે જોડાયેલી વાસનાની ગતી ઓછી કરવા કે ધીમી કરવા તથા સંસાર માંથી વૈરાગ્ય જગાડવા વિવાહ જરૂરી છે.અગ્નિની ઉષ્ણતાનો અનુભવ કરનાર ફરીવાર અગ્નિમાં હાથ નથી નાંખતો તેમ આભાષી સુખમાં રહેલી અસરતાને ઓળખવા આપણાં શાસ્ત્રોમાં ગૃહસ્થાશ્રમનું મહત્વ છે.
વિવાહના પ્રથમ ચાર પ્રકારોમાં બ્રાહ્મ દૈવ-આર્ષ અને પ્રાજાપત્ય વિવાહને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે.
બ્રાહ્મ વિવાહ:-
કન્યાના પિતા વિદ્વાન અને ગુણસભર પુરૂષનો વિધિપૂર્વક સત્કાર આદર કરી, તેની પાસેથી કશુલીધા વિના યથા શકિત દક્ષિણા સાથે વસ્ત્રો,અંલકારોથી સુશોભિત કન્યાનું દાન કરે છે.આ પ્રકારના વિવાહને શાસ્ત્રોક આધારે ઉત્તમ ગણવામાં આવે છે.
દૈવવિવાહ :-
સદ્દગુણી અને કર્મનિષ્ઠ પુરૂષને વિધિ વિધાન સાથે શાસ્ત્રો આધારીત કન્યાદાન આપવું તેને દૈવવિવાહ કહેવાય છે.
આર્ષ વિવાહ:-
આ વિવાહમાં કન્યાના પિતા પુરૂષ પાસેથી ગાય-બળદ કે અન્ય વસ્તું વિધિપૂર્વક સ્વીકારીને કન્યાદાન કરે છે.
પ્રાજાપત્ય વિવાહ:-
કન્યા-પુરૂષ સાથે મળી ધાર્મિક તથા સામાજીક કર્તવ્યોમાં જોડાય તેવા હેતુંથી કરાતું પિતા તરફથી કન્યાદાન પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે.આ પ્રકારનાં વિવાહમાં ધર્મપૂર્વક કન્યાદાન કરાય છે.ચારેય પ્રકારોમાં યોગ્ય પતિની પસંદગી, કન્યાદાન પૂર્ણ ધાર્મિક અને શાસ્ત્રોત્ક રીતે થાય છે.ધાર્મિકતા-સંસ્કારિતા, સામાજીકતાના દર્શન જોવા મળે છે. આથી આ પ્રકારે થયેલા વિવાહ સર્વને સુખદાયી નીવડે છે.
સોળ સંસ્કારમાં બારમો લગ્ન સંસ્કાર અતિ- મહત્વનો છે.આ સંસ્કારથી બ્રહ્મચર્યાશ્રમમાં રહેલી વ્યકિતનો ગૃહસ્થાશ્રમમાં મંગળ પ્રવેશ થાય છે.ભારતીય સંસ્કૃતિ અનુસાર વિવાહએ ધાર્મિક વિધિ છે.જુદા-જુદા બે પરિવાર-કુટુંબના સ્ત્રી અને પુરૂષનું પ્રેમને તાંતણે જોડાણ થાય છે.સામાજીક જીવનનાં આધારે ધર્મ-અર્થ-કામ અને મોક્ષની સાધનામાં માનવી પ્રવૃત થાય છે.
આપણાં શાસ્ત્રો ધર્મમાં ગુહસ્થાશ્રમને બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમનો પોષક કે પાળનારો કહ્યો છે.વિશ્ર્નમાં લગભગ તમામ ધર્મો જાતીના લોકો કોઈને કોઈ રીતે લગ્ન સંસ્કારની પ્રથામાં બંધાય છે.લગ્ન માટે વિવાહ-પાણિગ્રહણ કે પરિણય શબ્દો જાણીતા છે.બે વિજાતીય વ્યકિત ઓનું વિધિવત જોડાણ છે.તે હિનાંગ પૂર્તિમાટેનો સંસ્કાર છે. સ્ત્રી વિના પુરૂષ અધુરો છે.તેમ પુરૂષ વિના સ્ત્રી અધુરી છે.બન્નેનું વિધિવત જોડાણ કે લગ્ન સ્ત્રી-પુરૂષને પૂર્ણ બનાવે છે.તેને એક સામાજીક બંધન કે સંસ્થા તરીકે પણ ઓળખાય છે. આપણી સંસ્કૃતિમાં વિવાહને એક યજ્ઞ તથા કુટુંબ પરિવાર,સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજો નિભાવવાની છે.મનુષ્ય ઉપર ઋષિઋણ, દેવઋણ અને પિતુઋણ જેવા ત્રણ ઋણ હોય છે.યજ્ઞથી દેવઋણ, શાસ્ત્રો-અધ્યમન થી ઋષીઋણ અને સંતાન પ્રાપ્તિથી પિતુઋણ માંથી મુકત થવાય છે.આપણાં ધર્મમાં વિવાહને પવિત્ર સંસ્કાર મનાય છે.