અમેરિકાએ ડિજિટલ ટ્રેકિંગ ઉપકરણયુક્ત ટેબ્લેકની મંજૂરી આપી છે. આ ટેબ્લેટથી દર્દી સમયસર દવા લે છે કે નહીં તે ડોકટર જાણી શકશે.
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર એબિલિફાયર માઈસાઈટ નામની આ ટેબ્લેટ વિશેષ કરી શિજોફ્રેનિયા, બાયપોલાર ડિસઓર્ડર અને ડિપ્રેશનથી પીડાતા દર્દીઓ માટે બનાવવામાં આવી છે. દર્દી આ ટેબ્લેટ ગળે તે પછી પેટમાં ઈન્જાઈમના સંપર્કમાં આવે છે અને ટેબ્લેટ સક્રિય થઈ જાય છે અને દવા સાથે સંકળાયેલા સંદેશા મોકલે છે.
ટેબ્લેટ સંદેશ એક પેચ પર મોકલશે અને ત્યાંથી તે મોબાઈલ ફોન પર જશે. ત્યારપછી દર્દીના ડોકટર, પરિવાર અને સગાઓને એક વેબ પોર્ટલ મારફતે આની જાણકારી મળશે. એફડીએના જણાવ્યા અનુસાર મગજની બીમારીથી પીડાતા દર્દીઓને દવા આપવા બાબતે ડિજિટલ ટેબ્લેટ આશિર્વાદરૂપ સાબિત થશે.
આ ટેકનોલોજીનો વિકાસ 10 વર્ષ અગાઉ સિલિકોન વેલીમાં થયો હતો, પરંતુ હવે તેનો અમલ કરાઈ રહ્યો છે.