તહેવારો ઉપર અનેક સ્કીમો અપાય છે ત્યારે
જામનગરના વેપારીઓ કહે છે ઓફલાઈન ખરીદી કરી ‘આત્મનિર્ભર અભિયાન’ને સાર્થક કરવું જોઈએ
લોકો ઓનલાઈન ખરીદી છોડી ઓફલાઈન ખરીદી સ્વદેશી, આત્મનિર્ભર બનવાના સરકારના પ્રયાસોને બળ આપે તેવું જામનગરના વેપારીઓ ઈચ્છે છે. એક કા ડબલ ધમાકા, દિવાળી ધમાકા, બમ્પર પ્રાઇઝ, કેશ ડિશકાઉન્ટ, ઘર બેઠા તમારા પસંદની વસ્તુઓ મેળવો સાવ સસ્તા ભાવમાં તહેવારો નજીક આવતા ઓનલાઈન ટ્રેડિંગ વેબસાઇટમાં આવા અનેક શબ્દો આપણે જોવા મળતા હશે પણ શું આ બધા શબ્દો વાસ્તવિકપણે આપણે જોઈતી વસ્તુઓ આપણને આપે છે ખરા? આવી ઓફરો આપીને ઓનલાઈન ટ્રેડિંગ આપણે આકર્ષિત કરે છે પરંતુ લોભામણી જાહેરાતોના સકંજામાં આવીને આપણે ફાયદો થાય છે તેમને? એ આપણને ક્યારેય વિચાર્યું હશે? ઓનલાઈન ખરીદીથી કોને થયો ફાયદો અને કોને નુકસાન થાય છે? તે અંગે જાણીએ. એક સમય એવો હતો કે તહેવાર નજીક આવે એટ્લે બજારમાં પગ મૂકવાની જગ્યા ન હોય , અને હવેના સમયની જો વાત કરીએ તો દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે પરંતુ બજારો સાવ સુમસાન ભાસી રહી છે ? એક માત્ર કારણ ઓનલાઈન ટ્રેડિંગ, આજના સમયમાં લોકો ઓફ્લાઇન વસ્તુઓ ખરીદવાના બદલે ઓનલાઈન ખરીદી વધુ પસંદ કરે છે પરંતુ ઓનલાઈન ખરીદીના કારણે બજારોની રોનક સાવ ફિકી પડી ગઈ છે. ઓનલાઈન ઓફરો કાઢી અને લોભામણી જાહેરાતોથી અનેક ગ્રાહકો છેતરાયા હોવાના અનેક કિસાઓ અનેક વખત આપણી સામે આવ્યા છે. ઓનલાઈન ખરીદી કરવાના કારણે આપણને પૈસાનો ફાયદો થતો હશે પરંતુ આપણે જોઈતી મનપસંદ વસ્તુઓ આપણને મળતી નથી. ઓનલાઈન વસ્તુ ખરીદી કર્યા બાદ એક વાત તો નક્કી છે કે તેની કોઈ ગેરેન્ટી હોતી નથી અને ગેરેન્ટી આપે તો ૧૫ દિવસ એક મહિના સુધી હેરાન થવું પડે છે. આતો તેવી વાત છે.
ઓનલાઈન ટ્રેડિંગ ના કારણે સ્થાનિક વેપારીઓની હાલત કફોડી બની છે. જામનગરના વેપારીઓનું કહેવું છે કે ઓનલાઈન ટ્રેડિંગમાં આરલું સસ્તું તેઓ કઈ રીતે આપે છે તે તેમણે પણ સમજાતુ નથી, પરંતુ જો આપણે લોકલ રિટેઈલ માર્કેટમાથી વસ્તુની ખરીદી કરશું તો ખરીદી કરેલી કોઈ વસ્તુમાં ક્ષતિ જણાય તો તેમાં આપણે તાત્કાલિક સર્વિસ મેળવી શકશું. ઓનલાઈન ખરીદી કરવાના કારણે આપણા રાજ્યનો રૂપિયો આની રાજ્યમાં જાય છે. ઓનલાઈન છોડો અને સ્થાનિક વેપારીઓ જોડો ઓનલાઈન ટ્રેડિંગમાં અનેક કિસ્સાઓ આપણે જોયા હશે જેમાં લોકોને ડુપ્લિકેટ વસ્તુઓ આપી છેતરપિંડી કરવામાં આવે છે. ઓનલાઈન ખરીદી કરવી એ એક પ્રકારે ફોટો જોઈને સગપણ કરવા જેવી વાત છે. આથી લોકો દુકાનમાં જઈને ફિઝિકલ વસ્તુ જોઈને ખરીદે કરે તેવી વેપારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. જામનગરના વેપારીઓ પણ એવું ઈચ્છી રહ્યા છે કે લોકો ઓનલાઈન ખરીદી છોડે અને ઓફલાઇન ખરીદી અપનાવે જેથી સ્થાનિક વેપારીઓ આવક કરી શકે. ઘણા લોકોને જોઈતી વસ્તુ ન મળી હતી અને છેતરાયા બાદ તેઓએ ઓફલાઇન ખરીદી પસંદ કરી હોવાનું જણાવ્યુ હતું. અને તે લોકો દ્વ્રાર અન્ય લોકોને ઓનલાઈન ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી હતી. ઓનલાઈન ખરીદીથી વેંચનારાઓને ફાયદો થાય કે નહીં? પરંતુ ગ્રાહક મોટા ભાગે છેતરાય છે. જામનગરનાં વેપારીઓના જણાવ્યા અનુસાર કોરોનાકાળમાં સ્થાનિક વેપારીઓ દ્વારા જ લોકોને વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી. ઓનલાઇન તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. આથી જામનગરના વેપારીઓ દ્વારા જામનગરવાસીઓને લોકલ રિટેઈલ માર્કેટ્માથી ખરીદી કરવા અપીલ કરાઇ છે.