એન્જિનિયરિંગ એ મૂળ લેટીન ભાષાનો ઈન્જિનિયમ ’ પરથી ઉતરી આવેલો છે. જેનો અથ બુદ્ધિપૂર્વક જવાબ મેળવવી ’ એવો થાય છે. એન્જિનિયરિંગના અભ્યાસક્રમો સર્ટિફિકેટ કોર્સીસ ડિપ્લોમા કોર્સીસ, ઓનલાઈન કોર્સીસ , ડિગ્રી કોર્સીસ (B.E B.Tech .) , પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર ડિગ્રી સસ (M.E/M.Tech..) , પીએચ.ડી. વગેરે કક્ષાએ ઉપલબ્ધ છે. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અસંખ્ય શાખાઓ રહેલી છે. આ તમામ શાખાઓને મુખ્યત્વે બે વિભાગોમાં ંવહેંચી શકાય. 1) પરંપરાગત ટ્રેડીશનલ બ્રાન્સીસ, અને 2). અન્ય બ્રાન્ચીસ. જે પૈકી કેટલીક બાન્ગીઝની ચર્ચા કરીએ.
- સિવિલ એન્જિનિયરિંગ
સિવિલ એન્જિનિયરિંગ એ એન્જિનિયરિંગની તમામ શાખાઓમાં સૌથી જૂની શાખા માનવામાં આવે છે. છેક વર્ષ 1716માં ફ્રાન્સમાં પૂલના બાંધકામ સાથે તેની શરૂઆત થઈ હોવાનું અનુમાન કરવામાં આવે છે સિવિલ એન્જિનિયરિંગમાં તેની 8 જેટલી પેટાશાખાઓનો સમાવેશ થાય છે. વર્ષ 2001 ના ભૂકંપ બાદ તેની માંગ વધી છે. જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાના કૌટુંબિક ફંક્શન (બાંધકામ) ના ધંધા – વ્યવસાયમાં જવા માંગતા હોય, તેમને સિવિલ એન્જિનિયરિંગ કર્યા બાદ , બે-ચાર વર્ષ નોકરીનો અનુભવ મેળવ્યા બાદ જ ધંધા – વ્યાવસાયમાં ઝંપલાવવાની આગ્રહભરી ભલામણ છે.
- મિકેનિકલ એન્જિનિયરિંગ
જે વિદ્યાર્થીઓને મશીન પ્રત્યે લગાવ હોય તેમજ ભવિષ્યમાં ફેક્ટરી કે ઈન્ડસ્ટ્રઝમાં કામ કરવું હોય, તેમના માટે મિકેનિક્લ એન્જિનિયરિંગની પસંદગી ઉપયોગી સાબિત થઈ શકે છે . ઉત્પાદન સાથે સંબંધિત આ બાન્ય પુરુષ પ્રધાન હોઈ, વિદ્યાર્થીની બહેનો બહુ ઓછી સંખ્યામાં આ વિદ્યાશાખા પસંદ કરતી હોય છે.
- ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
એન્જિનિયરિંગની આ બાન્ચને વીજળીના ઉત્પાદન સંચાલન અને વિતરણ સાથે સંબંધ છે . અહીં એન્જિનિયરિંગ કર્યા બાદ વિદ્યાર્થીને સરકારી નોકરી – ખાનગી નોકરી તેમજ સ્વતંત્ર વ્યવસાય કરવાની લગભગ એકસરખી સમાન તક મળે છે. વિદ્યાર્થએ જે કોલેજ યુનિવર્સિટી ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણેની સ્કિલ ડેવલપમેન્ટની પ્રવૃત્તિઓ કરાવતી હોય, તેમાં જ પ્રવેશ મેળવવો જોઈએ. પેટ્રોલિયમ પેદાશોના ભાવ સતત વધતા જતા હોવાથી ઈલેક્ટ્રિક વાહનોની માંગ વધતી જાય છે. પરિણામે 19 મી સદીની શરૂઆતમાં ઉદ્ભવેલી આ બ્રાન્ચનું ભાવિ ઉજ્વળ હોવાની સંભાવના રહેલી છે.
- ઈલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન્સ (ઈ.સી.)
આ પ્રકારના એન્જિનિયરિંગમાં ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ, ડિજીટલ ઈલેક્ટ્રોનિક ડિજટલ કમ્યુનિકેશન્સ, ઓપ્ટિકલ કમ્યુનિકેશન્સ, સેટેલાઈટ કમ્યુનિકેશન્સ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ, કમ્પ્યુટર નેટવર્ક પ્રોસેસીંગ જેવા વિષય વસ્તુનો અભ્યાસ કરવાનો હોય છે . સારી કોલેજ ઈન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટીમાંથી ઈ.સી. એન્જિનિયર બનેલા વિદ્યાર્થીને જાહેર ક્ષેત્રમાં, મોટ શહેરોની મલ્ટીનેશનલ કંપનીઓમાં ઝડપથી સારા પેકેજ વાળી જોબ મળવાની તક રહે છે . વળી, જે સેક્ટરમાં ઑટોમેશન થયું નથી, તેવા ફિલ્ડમાં રોકાણ કરીને ધંધો. વ્યવસાય કરવાની તક પણ રહે છે.
5.કમ્પ્યૂટર તેમજ આઈ.ટી એન્જિનિયરિંગ :
એન્જિનિયરિંગની તમામ બ્રાંચીઝમાં, હાલમાં આ બ્રાન્ચ સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે. આથી તેમાં સૌથી વધુ ટકાવારીએ એડમિશન અટકે છે. આ બ્રાન્ચમાં વિદ્યાર્થીએ એડમિશન મેળવ્યા બાદ, ગણિત કરતાં તર્કશક્તિ (લોજિક પાવર) નો વધુ ઉપયોગ કરવાનો રહે છે. આ બ્રાંચમાં ઝડપથી રોજગારી મળી રહે છે કબુલ પરંતુ આ રોજગારી ટકાવવા માટે વિદ્યાર્થીએ પોતાની જાતને સતત અપડેટ તેમજ અપગ્રેડ રાખવી પડે છે. વિદ્યાર્થીઓમાં આ બ્રાન્ચમાં સફળ થવા માટે ગુજરાત બહાર અથવા વિદેશમાં જવું જોઈએ, એવી ગેરમાન્યતા પ્રવર્તે છે . ‘ ડિજીટલ ઈન્ડિયા’ના અત્યાધુનિક યુગમાં આપણા દેશમાં જ બલ્કે આપણા ગરવા ગુજરાત રાજ્યમાં જ આ ફિલ્ડમાં ઘણી તક રહેલી છે.
એન્જિનિયરિંગ ફિલ્ડની ઉપરોક્ત બ્રાન્ચીઝને બેઝીક પરંપરાગત (ટ્રેડીશનલ) બ્રાંચ ગણી શકાય. હવે અન્ય પ્રકારની બ્રાન્ચીઝ પૈકી કેટલીક બ્રાન્ચ જોઈએ, તો …
- કેમિકલ એન્જિનિયરિંગ
અહીં મોલેક્યુલના બંધારણને સમજીને તેને તેના ઓરિજનલ સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવે છે. અહીં ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ પ્લાન્ટની ડિઝાઇન કરવાથી શરૂ કરીને પ્લાનીંગ, ટેસ્ટીંગ, મેન્યુફેક્ચરીંગ પ્રોસેસ, ઓપરેશન્સ, રિસર્ચ વગેરે પ્રવૃત્તિનો સમાવેશ કરવામાં આવે છે. અહીં સરકારી, અર્ધસરકારી તેમજ ખાનગી ક્ષેત્રોમાં રોજગારી મળી રહે છે. જોકે અત્રે એ નોંધવું જોઈએ, કે સરકારની પર્યાવરણ જાળવણીની તેમજ પ્રદૂષણ વિરોધી પોલિસીને કારણે અહીં બજારમાં તેજી – મંદીની પરિસ્થિતિ સતત સર્જાતી હોય છે. વળી, એલર્જીની બિમારી ધરાવતા વિદ્યાર્થીઓએ આ બ્રાન્ચેથી દૂર રહેવું હિતાવહ છે . કેમિકલ ટેકનોલોજીની બ્રાન્ચ મૂળભૂત રીતે કેમિકલ એન્જિનિયરિંગ સાથે સંકળાયેલી બ્રાંચ છે. જોકે કેમિકલ ટેકનોલોજીમાં કેમિકલ’ કરતાં કેમીકલ બનાવતા પ્લાન્ટ્સ ’ પર અભ્યાસક્રમ વધુ કેન્દ્રિત થયેલો હોય છે.
7.પેટ્રોલિયમ એન્ડ એનર્જી એન્જિનિયરિંગ
અહીં પેટ્રોલિયમ પેદાશોનું એક્સપ્લોરેશન, ડ્રિલીંગ, પ્રોડક્શન, રિફાઈનીંગ, ડિસ્ટ્રીબ્યુશન્સ, સ્ટોરેજ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે . અહીં અભ્યાસક્રમ પૂર્ણ બાદ રોજગારી મળવાના સ્થળો મર્યાદિત છે. જોકે પેટ્રોલિયમ બાદ હવે આવતીકાલ સોલર એનર્જી, વિન. એનર્જી , ટ્રાઈડલ એનર્જી વગેરેની રહેવાની શકયતા છે.
- એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ
અહીં ટેક્નોલોજી ઉપરાંત જૈવિક વિજ્ઞાનમાં પણ હોવો જરૂરી બને છે. અહીં કૃષિ ઉત્પાદનોને ટેકનોલોજીનો મદદથી સંવર્ધન કરવાનું તેમજ વિકસાવવાનું કાર્ય ધરવામાં આવે છે. આ પ્રકારના અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી કૃષિ વૈજ્ઞાનિક ’ (એગ્રીકલ્ચર સાયન્ટીસ બને છે.
- રીન્યુએબલ એનર્જી તેમજ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ
અહીં સૂર્ય, પવન, જીયોથર્મલ, બાયોમાસ, સમુદ્રના ભરતી – ઓટના મોજા વગેરે પર એડવાન્સ ટેકનોલોજી ઉપયોગ કરીને એનર્જીનું ઉત્પાદન કરવામાં આવે આ પ્રકારની એનર્જીનો અખૂટ ભંડાર હોવાથી તેમજ આ પ્રકારની એનર્જીની પર્યાવરણ પર નહિવત નકારાત્મ અસર થતી હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા સોલર એનર્જી
સેન્ટર , ઑલ્ટરનેટિવ હાઈડ્રો એનર્જી સેન્ટર , વિન્ડ એનર્જી ટેકનોલોજી સેન્ટર, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિન્યુઅલ એનર્જી વગેરે સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. આપણા દેશમાં નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જા મંત્રાલય પણ કાર્યરત છે.
- ડેરી ટેકનોલોજી
માનવ વપરાશ માટેના દૂધની ગુણવત્તાને વધારો દૂધને વધુ સલામત બનાવવાનો આદર્શ ઉદ્દેશ્ય ધરાવતો આ અભ્યાસક્રમ દૂધનો બગાડ અટકાવવા ઉપર મૂકે છે . અહીં દૂધ ઉત્પાદનની પ્રવૃત્તિથી શરૂ કરીને તેના પેકેજીંગ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન્સ, જેવી વિવિધ પ્રોસેસનો સમાવેશ થાય છે.
- ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી
અહીં ખોરાકના ફિઝિકલ, કેમિકલ તેમજ માઈક્રોબાયોલોજિકલ બંધારણનો ખોરાકની ગુણવત્તા સુધારા પર ભાર મૂકવામાં આવે છે. જેમાં ફૂડ પ્રોસેસીંગ , ફૂડ પેકેજિંગ , ફૂંડ મેઈન્ટેન્સ સ્ટોરેજ, ફૂડટ્રાન્સપોર્ટેશન, ફૂડ માર્કેટિંગ , ફૂડ ડિસ્ટ્રીબ્યુશન્સ, ફૂડ ટેક્નોલોજી રિસર્ચ વગેરેનો સમાવેશ થાય છે. આ અભ્યાસક્રમ કર્યા બાદ વિદ્યાર્થી ફૂડ ક્ધસલટન્ટથી શરૂ કરીને ફૂડ ટેકનોલોજિસ્ટ, ફૂડ માઈક્રોબાયોલોજિસ્ટ, ફૂડ સ્ટાન્ડર્ડ મેનેજર, ફૂડ ક્વોલિટી ઓફિસર, ફૂડ પ્રોડક્શન મેનેજર , ફૂડ બેઈઝ્ડ આંતરપ્રિન્યોર , ફૂડ એપ્લિકેશન સ્પેશિયાલિસ્ટ , ફૂડ ક્વોલિટી રિફ્યુઅર, ફૂડ સાયન્ટીસ્ટ જેવી વિવિધ ભૂમિકાઓ ભજવી શકે છે.
- રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ અને
- રેલ સિસ્ટમ એન્ડ કમ્યુનિકેશન્સ એન્જિનિયરિંગ
– ઉપરોક્ત બંને પ્રકારના એન્જિનિયરિંગ કોસિસ સમગ્ર ભારતની પ્રથમ અને સમગ્ર એશિયાની ત્રીજા નંબરની રેલ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે. આ રેલ યુનિવર્સિટી આપણા ગુજરાત રાજ્યમાં વડોદરા ખાતે આવેલી છે . જેમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ : 12 વિજ્ઞાન પ્રવાહ ‘ એ ’ ગ્રુપ સાથે લઘુત્તમ 55 % સાથે પાસ , JEE ના મેરિટ તેમજ ઉંમર 25 વર્ષથી ઓછી હોવી જરૂરી છે.
- જિનેટિક એન્જિનિયરિંગ
એન્જિનિયરિંગની આ વિદ્યાશાખા માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ઝડપથી વિકસી રહી છે અહીં માનવી, અન્ય પ્રાણીઓ અને વનસ્પતીઓમાં રહેલા ડીએનએના કોડને બદલવામાં આવે છે . જેનાથી માનવ શરીરમાં રહેલા ખરાબ કોષમાં રહેલા ખામીવાળા જનિનને બદલી શકાય છે. જેનાથી માનવીમાં રહેલી વારસાગત ખામીને દૂર કરી શકાય છે . વનસ્પતિઓના રંગ, કદ ઉપરાંત તેની રચના બદલી શકાય છે . આ બ્રાંચમાં પ્રવેશ માટે વિદ્યાર્થીએ JEE ની પરીક્ષા તેમજ કેટલીક યુનિવર્સિટીઓની પોતાની સ્વતંત્ર પરીક્ષા સારા મેરિટ સાથે પાસ કરવાની રહે છે.
- મરીન એન્જિનિયરિંગ
અહીં પ્રવેશ માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત ઉપરાંત શારિરીક ક્ષમતા પણ ચકાસવામાં આવે છે વિદ્યાર્થીએ ધોરણ : 12 વિજ્ઞાન પ્રવાહ ‘ એ ’ ગ્રુપ સાથે લઘુત્તમ 60 % ટકાવારી સાથે (અંગ્રેજી વિષયમાં લઘુત્તમ 50 % માર્ક્સ સહિત ) પાસ કરેલું હોવું જોઈએ, તેમજ ઉંમર 17 થી 25 વર્ષની વચ્ચેની હોવી જોઈએ આ અભ્યાસક્રમ બાદ સારા વેતનવાળી નોકરી મળી શકે છે. પરંતુ વિદ્યાર્થીએ પોતાના વતન – ઘર – કુટુંબથી દૂર દરિયામાં મહિનાઓ સુધી રહેવાની માનસિક તૈયારી રાખવી પડે છે.
- એરોસ્પેસ એન્જિનિયરિંગ
જે વિદ્યાર્થીનું સ્વપત્ર અવકાશયાત્રી બનીને અવકાશ અંતરીક્ષમાં જવાનું હોય, તેમણે સૌ પ્રથમ સ્પેસ સાયન્ટીસ્ટ બનવું જ રહ્યું . આ માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એ ગ્રુપ સાથે પાસ ઉપરાંત IIT -JEE ના મેરિટને આધારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ ટેકનોલોજી (IIST) માં પ્રવેશ મેળવવાનો રહે છે ત્યારબાદ ઇસરો – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ માર્ગેનાઈઝેશન (ISRO) તેમજ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA – USA ના કેટલાક કોર્સીસ કરવા પડે છે. સ્પેસ એન્જિનિયરનું કાર્ય અવકાશયાત્રીઓને લઈ જતા અવકાશયાન (સ્પેસ શટલ ) ની ડિઝાઇન તેમજ અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન બનાવવાનું હોય છે.
- માઈનીંગ એન્જિનિયરિંગ
માઈનીંગ એન્જિનિયરિંગ ખાણ તેમજ સપાટીની યોગ્યતાને ચકાસીને અંડરગ્રાઉન્ડ ઓપરેશનને સલામત બનાવવાનું મહત્વનું કાર્ય કરે છે. તેટલું જ નહીં, પણ ખાણના જોખમો, ખનીજ જથ્થાનો અંદાજ. પર્યાવરણ પરની પ્રતિકૂળ અસરો અંગે સાવધાન કરવાની પ્રવૃત્તિ પણ તેના દ્વારા હાથ ધરવામાં આવે છે. ઉદ્યોગ અને ખાણ વિકાસ નિયમન સુધારા વિધેષક -2015 મુજબ મહત્વની ખનીજોના માઈનીંગ અંગેના લીઝ લાયસન્સ 50 વર્ષ માટે ઈસ્યુ કરવામાં આવતા હોવાથી માઈનીંગ એન્જિનિયરિંગમાં ધીમી પણ મક્કમ ગતિથી વિકાસ નોંધાયો છે.
- અર્થસાયન્સ એન્જિનિયરિંગ : અને 19. જીઓગ્રાફી તેમજ જીઓલોજી એન્જિનિયરિંગ
જીઓફિઝિસિસ્ટ (ફિલ્ડ સિસ્મોલોજીસ્ટ) નું કાર્ય પૃથ્વીનો ભૌગોલિક પાસાઓને વિવિધ પદ્ધતિઓ વડે માપવાનું છે . હાઈડ્રોજીઓલોજીસ્ટનું કાર્ય ભુગર્ભ પાણીના વિતરણ પ્રવાહ તેમજ ગુણવત્તાનો અભ્યાસ કરીને મોડલ તૈયાર કરવાનું છે. જ્યારે મેટલજીસ્ટનું કાર્ય ધાતુને કાઢી તેનું પરિક્ષણ કરીને ગુણવત્તાની ચકાસણી કરવાનું છે.
- બાયો-ઈન્ફોર્મેટિક્સ
આ બાયોટેકનોલોજીની જ પેટા શાખા છે. જેમાં બાયોટેકનોલોજીસ્ટ દ્વારા એકત્ર કરાયેલા ડેટામાંથી જરૂરી માહિતીને શોધીને તેનું એનાલિસીસ કરવામાં આવે છે. આ એનાલિસીસ સરળ શબ્દોમાં કરવામાં આવે. અહીં વિદ્યાર્થી પાસે HTML , Perd, JAVA
c+++ LUNIX તેમજ Oracleનું જ્ઞાન હોવું આવશ્યક છે. બાયો – ઈન્ફોર્મેટિશિયન બન્યા બાદ , વિવિધ કરિયર ફિલ્ડમાં રોજગારીની તક મળી શકતી હોવા છતાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં સારા પેકેજવાળી ઝડપી પ્લેસમેન્ટ મેળવે છે.
- ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ
આ બ્રાન્ચમાં જવા ઈચ્છુક વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક (ક્રિએટીવીટી) તેમજ ડિઝાઇનીંગ સ્કિલ હોવી જરૂરી છે. સામાન્ય રીતે વાહનમાં ઉપયોગમાં લેવાતા સ્પેરપાર્ટ્સની ડિઝાઈનીંગ મિકેનિકલ એન્જિનિયરિંગ કરતા હોય છે. પરંતુ વાહનોની બાહ્ય ડિઝાઈનિંગનું કાર્ય ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરતા હોય છે. આ માટે વિવિધ વાહનોની વિવિધ સિસ્ટમનું જ્ઞાન હોવું જરૂરી છે. વાહનોની વિવિધ સિસ્ટમમાં જે તે વાહનની સેફ્ટી સિસ્ટમ, ફ્યુઅલ સિસ્ટમ, ઈલેક્ટ્રિક સિસ્ટમ, ટ્રાન્સમિશન સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઓટોમોબાઈલ એન્જિનિયર દ્વારા પ્રોડક્શન પ્રોસેસની ડિઝાઇનીંગ ( રૂપરેખા ) તૈયાર કરવામાં આવે છે . આ કાર્ય માટે ઍરોડાયનોમિક્સની નિષ્ણાત તરીકેની સેવા લેવામાં આવે છે.
- મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ
આ પ્રકારના એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તેમજ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના વિષયોનો સમાવેશ થતો હોવાથી અભ્યાસક્રમ લાંબો અને જટિલ બને છે. મેકાટ્રોનિક્સના અભ્યાસક્રમના વિષયોમાં 70 % વિષયવસ્તુ મિકેનિકલ એન્જિનિયરિંગ પર આધારીત અને 30 % વિષયવસ્તુ ઈલેકટ્રિકલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ પર આધારીત જોવા મળે છે . મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ બન્યા બાદ મળતી રોજગારીની તકો મિકેનિકલ એન્જિનિયરિંગ જેવી જ હોય છે.
- ઓટોમેશન એન્ડ રોબોટિક્સ / એડવાન્સ્ડ રોબોટિક્સ
એન્જિનિયરિંગ ફિલ્ડની આ એક નવી બ્રાન્ચ છે. ઓક્સફર્ડ ડિક્સનરીએ રોબોટિક્સ એન્જિનિયરિંગની વ્યાખ્યામાં મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગનો સમન્વય કરેલો છે. રોબોટિક્સનો વ્યાપ વધતાં ઘણી મેન્યુઅલ જોબ ઘટી જાય અને બેરોજગારી વધે તેવી આંકાંક્ષા વ્યકત થઈ રહી હોવા છતાં મેન્યુઅલને સ્થાને ઓટોમેશન આવવાથી સ્પીડ ચોકસાઈ, ગુણવતા વગેરેમાં વધારો તેમજ ભુલ, અકેસીડન્ટ બગાડ વગેરેમાં ઘટાડો થઈ રહ્યો છે. રોબોટિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યાં બાદ વિધાર્થી તેની ક્ષમતા અને રસને આધારે રોબોટિક્સ એન્જિનિયર, રોબોટિક્સ પ્રોગ્રામર, રોબોટિક્સ વેલ્ડીંગ એન્જિનિયર, એરોસ્પેસ એન્જિનિયરિંગ, ઓટોમેશન એન્જિનિયર વગેરે બની શકે છે.
- નેનો ટેક્નોલોજી
નેનો ટેકનોલોજીની શરૂઆત હજુ 40 વર્ષ પહેલા વર્ષ 1980 થી થઈ છે . નેનો એક ગ્રીક શબ્દ છે, તેનો અર્થ સુક્ષ્મ થાય છે.
નેનો ટેક્નોલોજી 1થી 100 સુધી નેનોમીટર્સ સુક્ષ્મ કરવા પર ભાર મૂકે છે. નેનો ટેકનોલોજીનો ઉપયોગ કમ્પ્યુટર ચિપ્સ , મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ , પર્યાવરણ સંરક્ષણ વગેરેમાં થતો જોવા મળેલ છે. તેનો ટેકનોલોજીને કારણે પ્રોડક્ટ વજનમાં હલંકી, કદમાં નાની તેમજ સસ્તી બને છે.
- પાવર ઈલેક્ટ્રોનિક્સ
ઈલેક્ટ્રિકલ્સ અને ઈલેક્ટ્રોનિક્સનું સંકલન કરી આ બ્રાન્ચ ધીમે ધીમે લોકપ્રિય બની રહી છે. પૂરતી જાગૃતિના અભાવને કારણે આ બ્રાન્ચની ઉપયોગીતા વિદ્યાર્થીઓ સુધી પહોંચી નથી.
અને છેલ્લે …આપણા ભારત દેશમાં દર વર્ષની 15 સપ્ટેમ્બરના દિવસને ‘ એન્જિનિયર દિવસ ’ તરીકે ઉજવવામાં આવે છે. 138 વષ પહેલા ટેલીફોનના શોધક ગ્રેહામ બેલ અને થોમસ આલ્વા એડિસન ( વીજળીના શોધક ) દ્વારા IEEE ( ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રીકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સની એન્જિનિયર્સ સ્થાપના 1884 માં કરાઈ હતી . જે 160 દેશો કાર્યરત છે. જેમાં આશરે 6 લાખ જેટલા પ્રોફેશનલ એન્જિનિયર્સ સભ્યો છે.