પ્રેમ તો કર્યો પણ એ જાણવું જરૂરી છે કે એ પ્રેમ કઈ કક્ષાનો છે???
પ્રેમ એટલે માત્ર લાગણીના સંબંધો, જેમાં લાગણી સિવાય કઈ નથી આવતું. પરંતુ પ્રેમની એ લાગણીમાં પણ અનેક વિવિધતાઓ જોવા મળી છે. જેના કારણે પ્રેમની પરિભાષામાં પણ પરીવર્તન જોવા મળ્યા છે, કોઈનો પ્રેમ નિઃસ્વાર્થ હોય છે તો કોઈનો એક તરફી તો કોઈનો માત્ર દેખાળો જ હોય છે. આમ જોઈએ તો પ્રેમ એ નિઃસ્વાર્થ લાગણી છે પરંતુ વર્તમાન સામને આધિ પ્રેમ બદલાયો છે અને તેના અનેક પ્રકારો છે તો આવો જાણીએ કે તમે ક્યાં પ્રકારના પ્રેમમાં છો?
નિઃસ્વાર્થ પ્રેમ…
આમાં જ્યારે તમને પ્રેમ થાય છે તો તમે તમારા સાથી પાસેથી કોઈ પણ જાતની અપેક્ષા નથી રાખતા એ એક પ્રકારની આત્મીયતા હોય છે જેને પ્રેમનું સ્વરૂપ ધારણ કર્યું હોય છે. અને તેનો અહેસાસ પણ અનેરો હોય છે.
લૂસ્ત વાળો લવ…
દુનિયામાં કેટલાય એવા લોકો છે જેને માત્ર વાસના વાળો પ્રેમ થાય છે. એવા લોકો તેની શારીરિક ભૂખને વશ થયી પ્રેમ કરતાં હોય છે. જો તમને પણ એવો પ્રેમ છે તો તમે બીજી લાગણી દર્શાવવાના બદલે સાથીને ચુંબન કરવાનું વધુ પસંદ કરશો અને એક લિમિટ બાદ તેની સાથે પ્રેમ કરવાનું પણ તમને કંટાળાજનક લાગે છે ને એ અલ્પજીવી પ્રેમ ત્યાં જ પૂરો થાય છે.
એકતરફી પ્રેમ….
પ્રેમનો આ પ્રકાર સૌથી ચેલેંજિંગ હોય છે. અને જો તમે કોઈના એકતરફી પ્રેમમાં છો તો એ તમારી ભૂલ છે. તમે કોઈને જીવથી પણ વધુ પ્રેમ કરો અને એ એક વાર વાત કરવા પણ તૈયાર પણ હોય. એ પરિસ્થિતિમાં તમરો પ્રેમ તમરું જૂનુન બની જાય છે. તાવમાં તમે તમારી જાતને કે સાથીને કઈ પણ નુકશાન પહોચડવા પણ તૈયાર થયી જાવ છો.એટલે સારું એ છે કે તમે એ ભૂલી જીવનમાં આગળ વધી જે તમારા માટે યોગ્ય પાત્ર છે તેની શોધ કરો.
પોતાની જાત સાથેનો પ્રેમ…
જો તમે એવું ઇચ્છતા હો કે તમારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ ન આવે અને હમેશા તમે ખુશ રહો તો તમારે બીજાને પ્રેમ કરવા કરતાં તમારી જાતને સૌથી વધુ પ્રેમ કરવો જરૂરી છે. જેમાં તમારે તમારી ખૂબી અને ખામીઓને જાણી જીવનમાં આગળ વધવું જોઈએ.
સાચો પ્રેમ…
સાચો પ્રેમ થાય ત્યારે લૈલા મજનૂ, હીર રંજા, રોમિયો જુલિએટ જેવા કેટલાય નામ મનમાં આવે છે. જેને એકબીજાને સાચો પ્રેમ કયો હતો અને એકબીજા માટે જીવ ગુમાવ્યો હતો. જ્યારે તમને એવો પ્રેમથે છે તો તેવા સમયે તમારા દિલ અને દિમાગમાં એ વ્યક્તિના જ વિચારો આવે છે કોઈ પણ મુશ્કેલીના સમયમાં એકબીજા સાથ નથી છોડતા.
ક્યારેય ન મળવા વાળો પ્રેમ...
અનેક વાર એવું થાય છે કે કોઈ છોકરી સલમાન કે શાહરૂખના પ્રેમમાં પડી હોય અથવા કે કોઈ છોકરો કરીના કે જેકલીનના પ્રેમમાં પડ્યો હોય ત્યારે તે પ્રેમ તેને કોઈ કાલે નથી મળવાનો એવું પણ એ જાણતા જ હોય છે એ માત્ર એક પ્રકારનું આકર્ષણ જ હોય છે તેમાં સામે વળી વ્યક્તિ પાસેથી કોઈ જાતની અપેક્ષા નથી હોતી કારણ કે એ વ્યક્તિ તમને એનથી ઓળખતી કે નથી તમને ક્યારેય જોયા હોતા. આવો સેલિબ્રિટીને કરેલો પ્રેમ ક્યારેય કોઈ પામી નથી શક્યું.