ગણેશ ઉત્સવનું મહત્વ :

– ભગવાન ગણેશને બુધ્ધિ, વિવેક અને સમૃધ્ધિના દેવતા માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર કોઇપણ શુભકામની શરૂ‚આત કરતા પહેલા ભગવાન ગણેશનું પૂજન કરવામાં આવે છે અને એવુ માનવામાં આવે છે કે ભગવાન ગણેશનું પુજન કરવાથી જીવનની બધી તકલીફો દૂર થઇ જાય છે.

ભાદ્ પદમાસ શુક્લ પક્ષની ચતુર્થી દરમિયાન ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આથી ચતુર્થી તિથિથી શરુ‚આત કરીને ૧૦ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે.

– જ્યોતિશાસ્ત્ર પ્રમાણે ભગવાન ગણેશનો સંબંધ બુધગ્રહ સાથે જોડાયેલો છે. પરંતુ પ્રથમ પૂજ્ય ગણપતિની પુજાથી બધા ગ્રહની શાંતિમય બની જાય છે.

મનોકાના પૂર્તિ માટે ક્યો મંત્ર જાય કરવો જોઇએ..

– બધી મનોકાનાઓની પૂર્તિ માટે …..ૐ ગં ગણપતયે નમ:………………….મંત્ર ૧૦૮ વાર જાપ કરવું જોઇએ

૧૧ દિવસ ચાલશે ગણેશ ઉત્સવ

– ગણેશજીની ઉજવણી ૧૦ દિવસની બદલે ૧૧ દિવસ સુધી ચાલશે. એટલે કે ૨૫ ઓગષ્ટેથી શરૂ‚ થઇને ૫ સપ્ટેમ્બર સુધી ઉત્સવ ચાલશે. કારણકે ૧૦મી તિથિ બે દિવસ છે. ૩૧ ઓગષ્ટ અને ૧ સપ્ટેમ્બરના રોજ ૧૦મી તિથિ છે. તેથી ભગવાન ગણેશનું વિસર્જન અનંત ચતુદશી મતલબ ૫ સપ્ટેમ્બરે થશે.

કેવી રીતે કરવુ વિસર્જન

-સૌથી પહેલા જે રીતે તમે પુજન કરી રહ્યા છો વિસર્જન પહેલા પણ તે જ રીતે ભગવાન ગણેશનું પુજન કરો. મોદક(લાડુ) ફળનો ભોગ ચડાવવો. ભગવાન ગણેશની આરતી કરો. ભગવાન ગણેશની વિદાય માટે પ્રાથના કરો. પુજા સ્થાનથી ગણપતિની પ્રતિમા (મૂર્તિ) ઉઢાવીને કોઇ અન્ય લાકડાની પટ્ટી ઉપર રાખો. સાથે સાથે ફળ, ફુલો, વસ્ત્ર, મોદક અને દક્ષિણ રાખે! હવે એક કપડામાં થોડા ચોખા, ઘઉ અને પંચમેવા રાખો પોટલી બનાવો. જેમાં થોડા સિક્કાઓ પણ મુકો. તે પોટલીને ગણેશજીની પ્રતિમાની નજીક રાખો. સાફ પાણીમાં ગણેશજીનું વિસર્જન કરવુ.

– નદી તળાવમાં વિસર્જન કરવુ એ વિધાન છે પરંતુ વધતા પ્રદુષણના કારણથી તમે ઘરમાં જ મોટા ટબમાં સાફ પાણી ભરીને ગણેશજીનું વિસર્જન કરી શકો છો થોડા દિવસ સુધી ટબમાં પાની અને મૂર્તિને રહેવા દો અને પછી કોઇ વૃક્ષની નીચે પાણીને છોડી દો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.