આજે વિધાનસભા ગૃહમાં ખેડૂતો મામલે હંગામો થયો હતો. ત્યાર બાદ અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરને બેસી જવા માટે વારંવાર ચેતવણી આપવા છતાં ના બેસતા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વિપક્ષ દ્વારા આ હંગામો શું કામ થયો અને કેમ વિરજી ઠુંમરને સસ્પેન્ડ કરવામાં આવ્યા? ઘટનાની વિસ્તાર પૂર્વક વાત કરીએ તો, ગૃહમાં આજે કૃષિ વિભાગની માંગણીઓ પર જવાબ રજૂ કરતા કૃષિ મંત્રી આર.સી. ફળદુના પ્રવચન દરમિયાન વિરજી ઠુમ્મરે મોટી સિંચાઈ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ સરકાર તેનો જવાબ કેમ રજૂ નથી કરતી એવો આગ્રહ રાખ્યો હતો.
પરિણામે કૃષિ મંત્રીએ પણ રાજકીય જવાબ દરમિયાન વિરજી ભાઈના નામનો ઉલ્લેખ કર્યો હતો. બસ, કૃષિ મંત્રીએ વીરજી ભાઈના નામનો ઉલ્લેખ કરતા જ ગૃહમાં ધમાલ શરૂ થઈ ગઈ હતી.