મ્હે પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોંડલ ડિવિઝન ડી એમ ચૌહાણ સાહેબની સુચના મુજબ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે ની બદીને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે પડધરી પો. સ્ટેના પો.સબ.ઇન્સ શ્રી જે વી વાઢિયા તથા સ્ટાફ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો સબ ઇન્સ શ્રી જે વી વાઢીયા સાહેબ ને મળેલ હકીકત આધારે પડધરી ટાઉન વિસ્તારના મોટા રજપૂત વાસમાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓને પકડી પાડી જુગારધારા મુજબ ધોરણ કાર્યવાહી કરવામાં આવેલ છે.
(1) નિલેશભાઈ કડવાભાઇ ગોહેલ રહે મોટા રજપૂત વાસ પડધરી
(2) સંજયભાઈ તેજાભાઈ પરમાર રહે બેડીયા પાર્ક પડધરી
(3) યશપાલ જેસીંગભાઇ ડોડીયા રહે મોટા રજપુત પડધરી
(4) એજાજ અબુભાઈ દલ રહે મોવયા ના ઢોરે પડધરી
(5) મિરલ રાઘવભાઇ ડોડીયા રહે મોટા રજપુત પડધરી
(6) દીલીપભાઇ અમૃતભાઇ ચગ રહે. લોહાણા વાડી પાસે પડધરી
(7) દોલુભાઇ સુરાભાઇ પરમાર રહે. શાંતિનિકેતન પાર્ક પડધરી
ઉપરોકત આરોપીઓ પાસેથી જુગાર નું સાહિત્ય તથા કુલ રોકડા રૂ 36,040 તથા મોબાઈલ નંગ 7 કિ.રૂ 24,000 તથા મોટર સાયકલ નંગ 3 કિ.રૂ. 45,000 મળી કુલ મુદ્દામાલ રૂ 1,05,040 નો મુદ્દામાલ મળી આવેલ છે
આ કામગીરીમાં પો.સબ.ઇન્સ શ્રી જે. વી. વાઢીયા તથા એ.એસ.આઇ. જે.કે. ગઢવી તથા પો હેડ કોન્સ ફીરોઝભાઇ તથા પો.કોન્સ પ્રભાતભાઈ, જયેન્દ્રસિંહ, સંજયસિંહ, કૃપાલભાઇ, ડ્રાઈવર અનિરૂધ્ધસિંહ વિગેરે જોડાયા હતા.