વડલા ચોક વિસ્તારમાં પાનની કેબીનમાંથી પણ ચોરી: નાઇટ પેટ્રોલીંગ વધારવાની વેપારીઓની માંગ

ઉનાના શકિત કોમ્પલેકસમાં આવેલા બે હીરાના કારખાનાઓને તસ્કરોએ નિશાન બનાવી રૂ ૬.૧૭ લાખની માલ મતાની ચોરી કરી હોવાનો બનાવ સાથે આવ્યો છે.

બનાવ સંદર્ભે ફરીયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉનાના નીતીનભાઇ બાલુભાઇ છોડવડીયા (ઉ.વ.૩૦) એ ફરીયાદ નોંધાવી હતી કે શકિત કોમ્પલેકસમાં આવેલ તેઓના હિરાના કારખાનાનો નકુચો તોડી કસ્તરોએ હીરા નં. ૬૨૬ કિમંત રૂ ૩ લાખ તથા રોડક રૂ ૨૧,૫૦૦ ની ચોરી કરી હતી.

ઉપરાંત આજ કોમ્પલેકસમાં આવેલા અજીતસિંહના કારખાનામાંથી રૂ ૩,૪પ,૦૦૦ ના હીરા, રૂ ૨૭,૫૦૦ રોકડ મળી રૂ ૩,૭૨,૫૦૦ ના મુદામાલની ચોરી કરી હતી.બીજા બનાવમાં ઉનાના વડલા ચોક વિસ્તારમાં પાનની કેબીનમાંથી પાટીયા તોડીને માલ સામાનની ચોરી થઇ હતી ઉનાનામાં તસ્કરો બેફામ બન્યા છે ત્યારે પોલીસ નાઇટ પેટ્રોલીંગ વધારે તેવી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.