શાકભાજીના વેપારી પરિવાર, ભાવનગર ગયાને તસ્કરોએ સોનાના દાગી અને રોકડની કરી ઉઠાંતરી
મુળ મહુવા તાલુકાના બોરડા ગામના વતની અને હાલ ભાવનગર ખાતે શાકભાજીનો વ્યવસાય કરતા પરિવારના બોરડા ગામના બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ રોકડા અને સોના ચાંદીના ધરેણા મળી રૂ ૩ લાખની મત્તા ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહીતી મુજબ મહુવા તાલુકાના બોરડા ગામના અને હાલમાં ભાવનગર રહીને શાકભાજીનો ધંધો કરતા મેરાભાઇ ભાણાભાઇ વાઘેલાએ દાઠા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. કે તે ભાવનગરમાં શાકભાજીનો ધંધો કરે છે જયારે તેનું બોરડા ગામમાં મકાન આવેલું હોવાથી તે તેમની રોકડ અને સોનાના ચાંદીના દાગીના તે મકાનમાં રાખતા હતા જયારે તેમનું મકાન ૧૦-૧-૧૮ થી ૧૮-૧-૧૮ સુધી બંધ હોય તે દરમ્યાન તેના બંધ મકાનમાં તસ્કરોએ તાળા તોડી મમાં રહેલા પટારામાં રાખેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂ ૧.૭૦ લાખ મળી રૂ ૩ લાખની ચોરી થયાની ફરીયાદ લાઠા પોલીસમથકમાં નોંધાવી છે પીએસઆઇ એન.એ. ગોહીલે ફરીયાદ નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.