શહેરના રૈયા રોડ પર વિમાનગરમાં ભાવનગરના જીએસટી ઇન્સ્પેકટરના બંધ મકાન અને જામનગર રોડ પર પરાસર પાર્કના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જીએસટી ઇન્સ્પેકટર ગઇકાલે જીપીએસસીની પરિક્ષા આપવા આવ્યા ત્યારે તેમના મકાનમાથી રોકડ અને ઘરેણાની ચોરી થયાની અને પરાસર પાર્કનો પરિવાર ભાવનગર લૌકિકે ગયા તે દરમિયાન બંધ રહેલા મકાનમાંથી રુા.88 હજારની મત્તાની ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધઆઇ છે.
પરાસર પાર્કનો પરિવાર ભાવનગર લૌકિકે જતા બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂ.88 હજારની મત્તાનો હાથફેરો કરી ગયા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતા અને બહુમાળી ભવનમાં જીએસટીમાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા યાસીનભાઇ શકુરભાઇ ખત્રીના તા.16 ડિસેમ્બરથી તા.7 જાન્યુઆરી દરમિયાન બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી રસોડાની બારી તોડી તિજોરીમાંથી રુા.75 હજાર રોકડા, રુા.1.35 લાખની કિંમતના સોનાના બે ચેન અને રુા.60 હજારની કિંમતની સોનાની ચાર વીંટી મળી રુા.2.70 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.
પરિવાર સાથે ભાવનગર રહેતા યાસીનભાઇ ખત્રી ગઇકાલે જીપીએસસીની પરિક્ષા દેવા માટે રાજકોટ આવ્યા તે દરમિયાન પોતાના મકાનના રસોડાની તસ્કરોએ બારી તોડી તિજોરીમાંથી રુ.ા2.70 લાખની મત્તાની ચોરીની જાણ થયાનું ફરિયાદમાં જણાવ્યું છે.જ્યારે જામનગર રોડ પર પરાસર પાર્કમાં રહેતા ભાવનાબેન જયસુખભાઇ સિંધવના મકાનની ડેલીનું તસ્કરોે તાળું તોડી રુા.30 હજાર રોકડા, રુા.48 હજારની કિંમતના દોઢ તોલા સોનાના ચેન અને 10 હજારની કિંમતનું હોમ થિયેટર મળી રુ.ા88 હજારની મતાની ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભાવનાબેનના કાકીજી સાસુ મુકતાબેનનું ભાવનગર ખાતે અવસાન થતા પતિ જયસુખભઆઇ સિંધવ સાથે ભાવનગર લૌકિકે ગયા તે દરમિયાન બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરી ગયાની ફરિયાદમાં જણાવ્યું છે.