તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી ગયા: શોધખોળ શરૂ

જામનગરમાં આઈબી પીએસઆઈના ભાવનગર નિલમબાગ ખાતે મકાનમાંથી ચોરી થતા નીલમબાગ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથધરી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં આઈબીમાં ફરજ બજાવતા અધિકારીના ભાવનગર નીલમબાગ સ્થિત મકાનમાં ચોરી થતાં તેમના પિતા કિરીટસિંહ રામસિંહ ગોહેલની ફરિયાદ નોંધી પોલીસે અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ફરિયાદ નોંધી તપાસનો દોર શ‚ કર્યો છે.

ભાવનગર નીલમબાગ કાડીયાબીટ મહાવીરનગર-૩માં આવેલ જામનગરમાં આઈબીમાં ફરજ બજાવતા અધિકારીના ઘરે ગત ૩૧મી ડિસેમ્બરે રાત્રે તસ્કરોએ ઘરના તાળા-નકુચા તોડી ચાંદીના દાગીના તથા સોનાની વીંટી નંગ-૧ મળી કુલ રૂ.૧૪૦૦૦ના મુદામાલની ચોરી થયાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાઈ છે. જામનગર આઈબીમાં ફરજ બજાવતા અધિકારીના નિલમબાગ ખાતે સ્થિત ઘર પર તેમના પિતા કિરીટસિંહ દેખરેખ રાખવા માટે સવારે પુજા-પાઠ કરવા આપે છે. ગત ૧લી જાન્યુઆરીએ કિરીટસિંહ ઘર પર પહોંચ્યા ત્યારે તાળા તુટેલા જોતા તસ્કરો આવ્યા હોવાનું જાણી પોલીસ મથકમાં ફોન કરતા નીલમબાગ પોલીસ મથકના પીએસઆઈ આર.જે.રહેવત સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અજાણ્યા શખ્સ વિરુઘ્ધ ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.