પરિવાર સંબંધીની ખબર કાઢવા ગયાને તસ્કરોએ કર્યો હાથફેરો

મુળીના વાલ્મિકી વાસમાં પરિવાર સગાને ત્યાં ખબર પુછવા ગયોને તસ્કરે ઘરમાં રહેલા ૧ લાખ રૂપિયા રોકડા તેમજ સોના-ચાંદીના ઘરેણા સહિત ૧.૯૦ લાખના મતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આરંભી છે.

બનાવની વિગત અનુસાર મુળીના વાલ્મિકી વાસમાં રહેતા નવિનભાઈ લાભુભાઈ વાઘેલા પરિવાર સાથે રાજકોટ સગાને ત્યાં ખબર પુછવા ગયા હતા. આ તકનો લાભ લઈને તસ્કરોએ નવિનભાઈના બંધ મકાનને નિશાન બનાવીને હાથ સાફ કર્યો હતો.

જયારે પરિવાર રાત્રક્ષ રોકાણ કરી બીજા દિવસે ઘરે આવી જોતા ઘરમાં માલ સામાન વેર વિખેર પડયો હતો. આથી આસપાસમાં રહેતા લોકોને બોલાવી તપાસ કરતા કબાટમાં રહેલ ૧ લાખ રૂપિયા રોકડા તેમજ સોનાનો હાર, ચેન, બુટી તેમજ ચાંદીના છડા સહિત ૧.૯૦ લાખનો મુદ્દામાલ ચોરાતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ડી.બી.ચૌહાણ ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.