પરિવાર ધાર્મિક સ્થળે દર્શન કરવા ગયાને તસ્કરોએ રોકડ અને ઘરેણાની કરી તસ્કરી
સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ તાલુકાના ભડવાણા ગામે તસ્કરે બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડી કબાટમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧.૭૫ લાખના મતાની ચોરી થયાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકમાં નોંધાઈ છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વઢવાણ તાબેના ભડવાણા ગામે રહેતા પ્રભુભાઈ ચતુરભાઈએ વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા પ્રમાણે તેઓ તેમના પરિવાર સાથે ચોટીલા અને માટેલ દર્શન કરવા ગયા તે અરસામાં તસ્કરે તેમના બંધ મકાનને નિશાન બનાવી દિવાલ ટપી મકાનના તાળા તોડી કબાટની તીજોરીમાંથી રૂ.૨૦ હજારની રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ ૧.૭૫ લાખના મતાની ચોરી થયાનું ફરિયાદ નોંધાવતા વઢવાણ પીએસઆઈ વાય.એસ. ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ડોગ સ્કવોડની મદદ લઈ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.