સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં બે માસ પહેલા થયેલ એલસીડી, કોમ્પ્યુટર સામગ્રી, વિગેરે રૂ. ૨૩,૦૦૦/- ના મુદામાલની ઘરફીડ ચોરીના ગુન્હામાં બામણબોર પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.
તા. ૦૪.૦૮.૨૦૧૯ ના અરસામાં ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલની ઓફિસના તાળા નકુચા તોડી, એલસીડી ટીવી કોમ્પ્યુટર સહિતના કુલ રૂ. ૨૩,૦૦૦/- ના મુદામાલની ચોરી કરવામાં આવેલ હતી. લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.આર.બંસલ તથા સ્ટાફના હે.કો.જયેશભાઇ પટેલ, પ્રતાપસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ *આરોપી રમેશભાઈ કેશુભાઈ લૂંભાણી તા.કોળી રહે.
મોટી મોલડી તા. ચોટીલાને ચોરીમાં ગયેલ તમામ કિંમત રૂ. ૨૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધરપકડ* કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન મોટી મોલડી ગામના જ પોતાના મિત્રો ભાવેશભઈ કોળી તથા જગદીશ કોળી સાથે મળી, ત્રણેય જણાએ મળી, આ ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી.