તંત્ર અને પોલીસની મીઠી નજરે થતી કાર્યવાહી સામે સવાલો ઉઠયાં

ઉપલેટાના ભાંખ ગામ પાસે આવેલ મોજ ડેમમાં સરકારે કાંપ કાઢવાની આપેલ મંજુરીને પોલીસ અને તંત્ર દ્વારા બેફામ દુર ઉપયોગ કરી પોતાના જ વાહનો દ્વારા મોજ ડેમના કાંઠા વિસ્તારમાં દરરોજ કરોડો ‚પિયાની ખનીજ ચોરી થઇ રહી છે. ત્યારે ખેડુતોમાં ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ છેલ્લા દશ દિવસ થયા ચોમાસા પૂર્વ સરકાર દ્વારા મોજ ડેમમાંથી કાંપ ઉપાડવાને બદલે મોજ ડેમ કાંઠા વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસ થયા પોલીસ અને લાગતા વળગતા તંત્રના માણસોની મીઠી નજર નીચે દરરોજ કરોડો ‚પિયાની ખનીજ ચોરી થઇ રહી છે.

આ ચોરીમાં ખુદ તંત્રના ભાગીદારો હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે જયારે આ વિસ્તાર કાંઠા વિસ્તારમાં છેલ્લા દશ દિવસ થયા કાંપના નામે મોટા પાયે ખનીજ ચોરી થઇ રહી છે. તેમાં પોલીસ અને સરકારી તંત્રના માણસોના વાહનો બેફામ સરકાર તંત્રના માણસોના વાહનો બેફામ દોડી રહ્યા છે.

આજ વાહનો પોલીસ અને અન્ય સરકારી કચેરી સામેથી નીકળે છે તેવો વિડીયો પણ વાઇરલ થઇ ચુકયો છે. છતાં આ ખનીજ ચોરી અટકાવવા તંત્ર મૌન કેમ છે તેવા સવાલ ખેડુત સમાજમાં પૂછાઇ રહ્યો છે. જો મોજ ડેમ ના કાંઠા વિસ્તારમાંથી ખનીજ ચોરી ચાલુ રહેશે તો  ચોમાસા દરમ્યાન ખેડુતોના ખેતરો ઘોવાઇ જશે આને કારણે ખેડુતોના પાકમાં કરોડો ‚પિયાની નુકશાની થશે. મોજ ડેમના કાંઠા વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસ થયા રાત્રે ૧૦ થી ૧પ જેટલા જેસીબી દ્વારા બે ફામ ખનીજ ચોરી થઇ રહી છે. તે કેમ તંત્રના ઘ્યાનમાં આવતું નથી. તેવો સવાલ ખેડુત સમાજમાં જોવા મળી રહ્યો છે.

આ ખનીજ ચોરી દરરોજ રાત્રી દરમ્યાન વિવિધ સરકારી માણસોના ડમ્પરો, ટ્રેકટરો દ્વારા ઉપલેટા ધોરાજી કુતિયાણા સહીતના તાલુકામાં ઠલવાઇ રહ્યો છે. ત્યારે પોલીસ અને તંત્રની નજરમાં કેમ આવતું નથી. જો આ ખનીજ ચોરી બંધ નહિ કરાવવામાં આવે તો સરકારી તંત્ર ની ઓફીસો સામે ખેડુત સમાજ આંદોલનના મંડાણ કરશે.

કાંઠા વિસ્તારના એક ખેડુતે નામ ન દેવાની શરતે જણાવેલ કે આ વિસ્તારમાં મોજ ડેમના કાંઠા વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસ થયા બે ફામ ખનીજ ચોરી થઇ રહી છે. આને કારણે ખેડુતોના ખેતરો ઘોવાઇ જશે આ વિસ્તારમાં આવી સરકારી તંત્રની મીઠી નજર નીચે ચોરી રહી છે. છે. છતાં ધોરાજી રાજકોટમાં અધિકારીઓ કેમ કોઇ કાર્યવાહી કરતા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.